પહેલો કાળવૃત્તાંત
૫ યાફેથના દીકરાઓ ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ,+ મેશેખ+ અને તીરાસ+ હતા.
૬ ગોમેરના દીકરાઓ આશ્કેનાઝ, રીફાથ અને તોગાર્માહ+ હતા.
૭ યાવાનના દીકરાઓ અલીશાહ, તાર્શીશ, કિત્તીમ અને રોદાનીમ* હતા.
૮ હામના દીકરાઓ કૂશ,+ મિસરાઈમ, પૂટ અને કનાન+ હતા.
૯ કૂશના દીકરાઓ સેબા,+ હવીલાહ, સાબ્તાહ, રાઅમાહ+ અને સાબ્તેકા હતા.
રાઅમાહના દીકરાઓ શેબા અને દદાન+ હતા.
૧૦ કૂશથી નિમ્રોદ થયો.+ તે પૃથ્વી પર પહેલો બળવાન લડવૈયો બન્યો.
૧૧ મિસરાઈમથી લૂદીમ,+ અનામીમ, લહાબીમ, નાફતુહીમ,+ ૧૨ પાથરૂસીમ,+ કાસ્લુહીમ અને કાફતોરીમ+ થયા. કાસ્લુહીમથી પલિસ્તીઓ+ થયા હતા.
૧૩ કનાનનો પ્રથમ જન્મેલો* દીકરો સિદોન+ હતો. એ પછી તેને હેથ,+ ૧૪ યબૂસી,+ અમોરી,+ ગિર્ગાશી,+ ૧૫ હિવ્વી,+ આર્કી, સીની, ૧૬ આર્વાદી,+ સમારી અને હમાથી થયા.
૧૮ આર્પાકશાદથી શેલાહ+ થયો અને શેલાહથી એબેર થયો.
૧૯ એબેરને બે દીકરાઓ થયા. એકનું નામ પેલેગ*+ હતું, કેમ કે તેના સમયમાં પૃથ્વીની વસ્તીના ભાગલા* થયા. તેના ભાઈનું નામ યોકટાન હતું.
૨૦ યોકટાનથી આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,+ ૨૧ હદોરામ, ઉઝાલ, દિકલાહ, ૨૨ ઓબાલ, અબીમાએલ, શેબા, ૨૩ ઓફીર,+ હવીલાહ+ અને યોબાબ થયા. તેઓ યોકટાનના દીકરાઓ હતા.
૨૪ શેમના વંશજો:
૨૮ ઇબ્રાહિમના દીકરાઓ ઇસહાક+ અને ઇશ્માએલ+ હતા.
૨૯ તેઓના દીકરાઓનાં નામ તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમ જન્મેલો નબાયોથ,+ પછી કેદાર,+ આદબએલ, મિબ્સામ,+ ૩૦ મિશ્મા, દૂમાહ, માસ્સા, હદાદ, તેમા, ૩૧ યટૂર, નાફીશ અને કેદમાહ. આ ઇશ્માએલના દીકરાઓ હતા.
૩૨ કટૂરાહ+ ઇબ્રાહિમની ઉપપત્ની હતી. તેણે ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન,+ યિશ્બાક અને શૂઆહને+ જન્મ આપ્યો.
યોકશાનના દીકરાઓ શેબા અને દદાન+ હતા.
૩૩ મિદ્યાનના દીકરાઓ એફાહ,+ એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ હતા.
એ બધા કટૂરાહના દીકરાઓ હતા.
૩૪ ઇબ્રાહિમથી ઇસહાક+ થયો. ઇસહાકના દીકરાઓ એસાવ+ અને ઇઝરાયેલ+ હતા.
૩૫ એસાવના દીકરાઓ અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ અને કોરાહ હતા.+
૩૬ અલીફાઝના દીકરાઓ તેમાન,+ ઓમાર, સફો, ગાતામ અને કનાઝ હતા. તેને તિમ્નાથી અમાલેક+ થયો.
૩૭ રેઉએલના દીકરાઓ નાહાથ, ઝેરાહ, શામ્માહ અને મિઝ્ઝાહ હતા.+
૩૮ સેઈરના+ દીકરાઓ લોટાન, શોબાલ, સિબઓન, અનાહ, દીશોન, એસેર અને દિશાન હતા.+
૩૯ લોટાનના દીકરાઓ હોરી અને હેમામ હતા. લોટાનની બહેન તિમ્ના હતી.+
૪૦ શોબાલના દીકરાઓ આલ્વાન, માનાહાથ, એબાલ, શફો અને ઓનામ હતા.
સિબઓનના દીકરાઓ આયાહ અને અનાહ હતા.+
૪૧ અનાહનો દીકરો દીશોન હતો.
દીશોનના દીકરાઓ હેમ્દાન, એશ્બાન, યિથ્રાન અને ખરાન હતા.+
૪૨ એસેરના+ દીકરાઓ બિલ્હાન, ઝાઅવાન અને અકાન હતા.
દિશાનના દીકરાઓ ઉસ અને આરાન હતા.+
૪૩ ઇઝરાયેલીઓ* પર રાજાઓ રાજ કરવા લાગ્યા એ પહેલાં અદોમ દેશમાં+ આ રાજાઓ રાજ કરતા હતા:+ બયોરનો દીકરો બેલા; તેના શહેરનું નામ દીનહાબાહ હતું. ૪૪ બેલાના મરણ પછી, ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું. ઝેરાહ બોસરાહ+ શહેરનો હતો. ૪૫ યોબાબના મરણ પછી, હૂશામે તેની જગ્યાએ રાજ કર્યું, જે તેમાની લોકોના પ્રદેશમાંથી હતો. ૪૬ હૂશામના મરણ પછી, બદાદના દીકરા હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. હદાદે મિદ્યાનીઓને મોઆબના વિસ્તારમાં* હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું. ૪૭ હદાદના મરણ પછી, સામ્લાહે તેની જગ્યાએ રાજ કર્યું. તે માસ્રેકાહ વિસ્તારનો હતો. ૪૮ સામ્લાહના મરણ પછી, શાઊલે તેની જગ્યાએ રાજ કર્યું. તે નદી પાસેના રહોબોથનો હતો. ૪૯ શાઊલના મરણ પછી, આખ્બોરના દીકરા બઆલ-હાનાને તેની જગ્યાએ રાજ કર્યું. ૫૦ બઆલ-હાનાનના મરણ પછી, હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. હદાદના* શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, જે માટરેદની દીકરી હતી. માટરેદ મેઝાહાબની દીકરી હતી. ૫૧ પછી હદાદનું મરણ થયું.
અદોમના શેખ* આ હતા: શેખ તિમ્ના, શેખ આલ્વાહ, શેખ યથેથ,+ ૫૨ શેખ ઓહલીબામાહ, શેખ એલાહ, શેખ પીનોન, ૫૩ શેખ કનાઝ, શેખ તેમાન, શેખ મિબ્સાર, ૫૪ શેખ માગ્દીએલ અને શેખ ઇરામ. આ અદોમના શેખ હતા.