ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. આસાફનું ગીત.+
૩ તેમણે ત્યાં સળગતાં બાણો તોડી નાખ્યાં છે,
ઢાલ, તલવાર અને યુદ્ધનાં હથિયારો પણ ભાંગી નાખ્યાં છે.+ (સેલાહ)
૪ હે ઈશ્વર, તમે તેજથી ઝળહળો છો,*
તમારો મહિમા એવા પર્વતોથી પણ મોટો છે, જ્યાં જંગલી જાનવરો વસે છે.
૫ શૂરવીરો લૂંટાઈ ગયા છે.+
તેઓ મોતની નીંદરમાં સરી ગયા છે.
બધા યોદ્ધાઓ લાચાર થઈ ગયા છે.+
તમારા ધગધગતા ક્રોધ સામે કોણ ટકી શકે?+
૮ જ્યારે તમે સ્વર્ગમાંથી ન્યાયચુકાદો ફરમાવ્યો,+
ત્યારે પૃથ્વી ભયભીત બનીને શાંત રહી,+
૯ કેમ કે ઈશ્વર ન્યાયચુકાદો આપવા ઊભા થયા,
પૃથ્વીના બધા નમ્ર જનોને બચાવવા ઊભા થયા.+ (સેલાહ)
૧૦ માણસનો ક્રોધ તમારા જયજયકારનું કારણ બનશે.+
તેઓના ગુસ્સાના છેલ્લા તણખાથી પણ તમે પોતાનો મહિમા વધારશો.
૧૧ તમારા ઈશ્વર યહોવા આગળ માનતા માનો અને પૂરી કરો.+
ઈશ્વરની આસપાસના સર્વ લોકો, તેમનો ડર રાખો અને ભેટ-સોગાદો લાવો.+
૧૨ તે આગેવાનોનું ઘમંડ તોડી પાડશે.
પૃથ્વીના રાજાઓમાં તે ભય ફેલાવશે.