યશાયા
૪૧ “ઓ ટાપુઓ, ચૂપ રહીને મારું સાંભળો.*
પ્રજાઓ પોતાની તાકાત ભેગી કરે.
તેઓ મારી આગળ આવે અને બોલે.+
તેઓ મારી પાસે આવે અને હું ફેંસલો સંભળાવીશ.
૨ કોણ એક માણસને પૂર્વથી* ઊભો કરે છે?+
કોણ ઇન્સાફ કરવા તેને પોતાના ચરણે બોલાવે છે?*
કોણ તેના હાથમાં પ્રજાઓ સોંપી દે છે
અને રાજાઓ પર જીત અપાવે છે?+
કોણ પોતાની તલવારથી તેઓને ધૂળભેગા કરી નાખે છે?
કોણ પોતાના ધનુષ્યથી તેઓને ફોતરાં જેવા કરી નાખે છે?
૩ તે કોઈ રોકટોક વગર તેઓની પાછળ પડે છે.
જે માર્ગે તેનાં પગલાં પડ્યાં નથી, એ માર્ગે તે જાય છે.
૪ આ બધું કોણે કર્યું છે, કોણે પગલાં ભર્યાં છે?
કોણે શરૂઆતથી એક પછી એક પેઢીને બોલાવી છે?
૫ ટાપુઓએ જોયું અને ગભરાયા.
પૃથ્વીના દૂર દૂરના વિસ્તારો કાંપવા લાગ્યા.
તેઓ બધા ભેગા થયા.
૬ દરેક પોતાના સાથીદારને મદદ કરે છે
અને પોતાના ભાઈને કહે છે: “હિંમત રાખ.”
૭ કારીગર સોનીને હિંમત આપે છે.+
હથોડીથી ધાતુને લીસી બનાવનાર,
એરણ પર હથોડો મારનારની હોંશ વધારે છે.
તે કહે છે કે સાંધો મજબૂત થયો છે.
પછી મૂર્તિને ખીલા મારીને બેસાડવામાં આવી, જેથી એ પડી ન જાય.
૮ “પણ હે ઇઝરાયેલ, તું મારો સેવક છે.+
૯ છેક પૃથ્વીના છેડેથી હું તને લાવ્યો છું.+
દૂર દેશમાંથી મેં તને બોલાવ્યો છે.
૧૦ તું ગભરાઈશ નહિ, હું તારી સાથે છું.+
તું ચિંતામાં ડૂબી જઈશ નહિ, હું તારો ઈશ્વર છું.+
હું તને હિંમત આપીશ, હા, તને મદદ કરીશ.+
હું સચ્ચાઈના મારા જમણા હાથથી તને પકડી રાખીશ.’
૧૧ તારા પર રોષ કરનારાનું નાક કપાશે, તેઓની બદનામી થશે.+
તારી સામે લડનારાનું નામનિશાન નહિ રહે, તેઓ ખતમ થઈ જશે.+
૧૨ તારી સાથે તકરાર કરનારા માણસોને તું શોધીશ, પણ તેઓ નહિ મળે.
તારી સામે યુદ્ધ કરનારા માણસોની કોઈ વિસાત નહિ રહે, તેઓનો સર્વનાશ થશે.+
૧૩ હું યહોવા તારો ઈશ્વર, તારો જમણો હાથ પકડી રાખું છું.
હું તને કહું છું: ‘ડરીશ નહિ, હું તને મદદ કરીશ.’+
૧૪ હે યાકૂબ, તું કીડા જેવો કમજોર છે, પણ ગભરાઈશ નહિ.+
હે ઇઝરાયેલના માણસો, હું તમને મદદ કરીશ,” ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર યહોવા, તમારા છોડાવનાર*+ એવું કહે છે.
૧૫ “જો, મેં તને અનાજ ઝૂડવાનું પાટિયું બનાવ્યો છે,+
મેં તને દાંતાવાળું નવું પાટિયું બનાવ્યો છે.
તું પર્વતોને કચડીને ચૂરેચૂરા કરી નાખીશ
અને ડુંગરોને ફોતરાં જેવા બનાવી દઈશ.
૧૬ તું તેઓને ઝાટકી નાખીશ
અને પવન તેઓને ઉડાવી લઈ જશે.
તોફાન તેઓને વિખેરી નાખશે.
૧૭ “લાચાર અને ગરીબ લોકો પાણી માટે તલપે છે, પણ પાણી નથી.
તેઓની જીભ તરસથી સુકાઈ ગઈ છે.+
હું યહોવા તેઓનો પોકાર સાંભળીશ.+
હું ઇઝરાયેલનો ઈશ્વર તેઓને પડતા મૂકીશ નહિ.+
૧૯ રણમાં હું દેવદારનું ઝાડ રોપીશ,
બાવળ, મેંદી અને ચીડનું ઝાડ પણ રોપીશ.+
૨૦ એનાથી બધા લોકો જોશે અને જાણશે,
ધ્યાન આપશે અને સમજશે કે
આ બધા પાછળ યહોવાનો હાથ છે.
એ તો ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરના હાથની કરામત છે.”+
૨૧ યહોવા કહે છે: “તમારો મુકદ્દમો રજૂ કરો.”
યાકૂબના રાજા કહે છે: “તમારી દલીલો રજૂ કરો.
૨૨ ઓ મૂર્તિઓ, પુરાવો લાવો અને જણાવો કે શું બનવાનું છે.
અગાઉ બનેલા બનાવો વિશે જણાવો,
જેથી અમે એના પર વિચાર કરીએ અને એનું પરિણામ જાણીએ.
અથવા અમને જણાવો કે ભાવિમાં શું બનશે.+
૨૩ ભાવિમાં જે જે બનવાનું છે એ જો તમે કહો,
તો અમને ખબર પડે કે તમે દેવો છો.+
હા, સારું કે ખરાબ કંઈક તો કરો,
જે જોઈને અમને નવાઈ લાગે.+
૨૪ અરે, તમે તો સાવ નકામા છો,
તમે કશું કરી શકો એમ નથી.+
તમને પસંદ કરનાર પણ ધિક્કારપાત્ર છે.+
૨૫ મેં ઉત્તર દિશામાંથી જેને ઊભો કર્યો છે તે આવશે.+
પૂર્વથી* આવનાર માણસ+ મારું નામ પોકારશે.
૨૬ કોણે શરૂઆતથી આના વિશે જણાવ્યું કે અમને ખબર પડે?
કોણે અગાઉથી એ બતાવ્યું, જેથી અમે કહીએ કે ‘તે ખરો છે’?+
કોઈએ જણાવ્યું નથી!
કોઈએ જાહેર કર્યું નથી!
કોઈએ તમારી પાસેથી કશું સાંભળ્યું નથી!”+
૨૭ “આ બનાવો બનશે!” એવું સિયોનને સૌથી પહેલા કહેનાર તો હું હતો.+
હું યરૂશાલેમ પાસે ખુશખબર કહેનાર મોકલીશ.+
૨૮ હું રાહ જોતો રહ્યો, પણ તેઓનો કોઈ દેવ આવ્યો નહિ.
તેઓમાંથી સલાહ આપવા એક પણ આવ્યો નહિ.
મેં વારંવાર પૂછ્યું, પણ કોઈએ જવાબ આપ્યો નહિ.
૨૯ જુઓ, તેઓ બધા નકામા છે!*
તેઓનાં કામમાં કંઈ દમ નથી.