યશાયા
૪૨ જુઓ મારો સેવક,+ જેને હું સાથ આપું છું!
મારો પસંદ કરેલો,+ જેનો હું સ્વીકાર કરું છું!+
મેં તેના પર મારી પવિત્ર શક્તિ રેડી છે.+
તે પ્રજાઓનો ઇન્સાફ કરશે.+
૨ તે મોટેથી પોકારશે નહિ કે અવાજ ઊંચો કરશે નહિ.
રસ્તાઓમાં તેનો અવાજ સંભળાશે નહિ.+
તે વફાદારીથી લોકોનો ઇન્સાફ કરશે.+
૪ તે ધરતી પર ઇન્સાફ લાવે ત્યાં સુધી, ન તે હોલવાશે, ન તે છૂંદાશે.+
તેના નિયમ* માટે ટાપુઓ પણ રાહ જોઈને બેઠા છે.
૫ યહોવા સાચા ઈશ્વર અને આકાશોના સર્જનહાર છે.
તે જ મહાન ઈશ્વર છે, જે આકાશોને ફેલાવે છે.+
તેમણે પૃથ્વી અને એની પેદાશ બનાવી* છે.+
તે પૃથ્વીના લોકોને જીવન આપે છે+
અને જીવન ટકાવી રાખવા શ્વાસ આપે છે.+
તે આવું કહે છે:
૬ “મેં સચ્ચાઈથી ચાલનાર યહોવાએ તને બોલાવ્યો છે.
મેં તારો હાથ પકડી રાખ્યો છે.
કેદીઓને અંધારી કોટડીમાંથી બહાર કાઢીશ
અને અંધકારમાં બેઠેલાને કેદમાંથી છોડાવીશ.+
૮ હું યહોવા છું. એ જ મારું નામ છે.
૯ જરા જુઓ, મેં પહેલેથી જે જણાવ્યું હતું એ પૂરું થયું છે.
હવે હું નવા બનાવો વિશે જણાવું છું.
એ બન્યા પહેલાં હું તમને એના વિશે જણાવું છું.”+
૧૦ દરિયામાં જનારા અને એમાં રહેનારાઓ,
ટાપુઓ અને એમાં રહેનારાઓ,+
યહોવા માટે નવું ગીત ગાઓ,+
આખી પૃથ્વી તેમનો જયજયકાર કરો!+
ખડકોમાં રહેનારાઓ, ખુશીથી પોકારો!
પર્વતોની ટોચ પરથી મોટેથી પોકારો!
૧૨ તેઓ યહોવાને મહિમા આપે
અને ટાપુઓમાં તેમની સ્તુતિ કરે.+
૧૩ યહોવા શૂરવીર માણસની જેમ નીકળી આવશે.+
તે બળવાન યોદ્ધાની જેમ પૂરા જોશથી આવશે.+
તે બૂમ પાડશે, તે યુદ્ધનો પોકાર કરશે.
તે પોતાના દુશ્મનો કરતાં શક્તિશાળી સાબિત થશે.+
૧૪ તે કહે છે: “હું લાંબા સમયથી ચૂપચાપ બેઠો છું.
મેં શાંત રહીને પોતાને રોક્યો છે.
પણ હવે બાળકને જન્મ આપનાર સ્ત્રીની જેમ,
હું ઊંડા શ્વાસ લઈને હાંફતાં હાંફતાં બૂમ પાડીશ.
૧૫ હું પર્વતો અને ડુંગરોને ઉજ્જડ કરી નાખીશ,
એનાં બધાં ઝાડપાન સૂકવી નાખીશ.
૧૬ હું આંધળાઓને એવા રસ્તે ચલાવીશ, જે તેઓ જાણતા નથી.+
હું તેઓને એવા રસ્તે ચલાવીશ, જે તેઓને ખબર નથી.+
હું તેઓ માટે આવું કરીશ અને તેઓને ત્યજી દઈશ નહિ.”
તેઓ હારશે અને ખૂબ લજવાશે.
૧૮ ઓ બહેરાઓ, સાંભળો.
ઓ આંધળાઓ, જુઓ અને ધ્યાન આપો.+
૧૯ મારા સેવક* સિવાય બીજો કોણ આંધળો છે?
મારો સંદેશો લઈ જનારા જેવો બીજો કોણ બહેરો છે?
મેં જેને ઇનામ આપ્યું છે, એના જેવો બીજો કોણ આંધળો છે?
યહોવાના સેવક જેવો બીજો કોણ આંધળો છે?+
૨૦ તમે ઘણું જુઓ છો, પણ ધ્યાન આપતા નથી.
તમે કાન ખુલ્લા રાખો છો, પણ સાંભળતા નથી.+
૨૧ યહોવાએ પોતાની સચ્ચાઈને લીધે,
ખુશીથી પોતાનો નિયમ* મહાન અને ભવ્ય બનાવ્યો છે.
૨૨ પણ આ લોકો તો લૂંટાઈ ગયેલા અને બરબાદ થયેલા છે.+
તેઓ બધા તો ખાડામાં ફસાયેલા અને કેદમાં પુરાયેલા છે.+
તેઓ લૂંટાઈ ગયા છે અને કોઈ બચાવનાર નથી.+
તેઓ બરબાદ થયા છે અને કોઈ કહેતું નથી કે, “તેઓને પાછા લાવો!”
૨૩ તમારામાંથી કોણ આ સાંભળશે?
કોણ ધ્યાન આપશે અને ભાવિ માટે કોણ શીખશે?
૨૪ યાકૂબને કોણે બરબાદ થવા દીધો?
ઇઝરાયેલને કોણે લુટારાઓના હાથમાં સોંપ્યો?
શું એ યહોવા નથી, જેમની સામે તેઓએ પાપ કર્યું છે?
૨૫ એટલે તેમણે તેઓ પર ગુસ્સો અને ક્રોધ રેડી દીધો,
તેઓ પર યુદ્ધની આફત ઉતારી.+
એની જ્વાળાઓથી તેઓની આસપાસનું બધું ભસ્મ થઈ ગયું, પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ.+
તેઓની સામે જ્વાળાઓ ભભૂકી ઊઠી, પણ તેઓએ વિચાર કર્યો નહિ.+