માર્ક
૧ ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત* વિશે ખુશખબરની શરૂઆત આ પ્રમાણે છે: ૨ પ્રબોધક* યશાયાએ લખેલું છે તેમ, “(જો! હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારો રસ્તો તૈયાર કરશે.)*+ ૩ વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો.’”+ ૪ બાપ્તિસ્મા આપનાર યોહાન વેરાન પ્રદેશમાં આવ્યો. તે લોકોને કહેવા લાગ્યો કે તેઓ પાપોનો પસ્તાવો કરે અને બાપ્તિસ્મા* લે, જેથી તેઓને પાપોની માફી મળે.+ ૫ યહૂદિયાના આખા વિસ્તારમાંથી અને યરૂશાલેમમાંથી બધા રહેવાસીઓ તેની પાસે જવા લાગ્યા. તેઓએ જાહેરમાં પોતાનાં પાપ કબૂલ કર્યાં અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.+ ૬ યોહાન ઊંટના વાળમાંથી બનેલાં કપડાં પહેરતો અને કમરે ચામડાનો પટ્ટો બાંધતો.+ તે તીડો અને જંગલી મધ ખાતો.+ ૭ તે પ્રચાર કરતો કે “મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. હું નીચો નમીને તેમનાં ચંપલ કાઢવાને* પણ યોગ્ય નથી.+ ૮ મેં તમને પાણીથી બાપ્તિસ્મા આપ્યું છે, પણ તે તમને પવિત્ર શક્તિથી* બાપ્તિસ્મા આપશે.”+
૯ એ દિવસોમાં ઈસુ ગાલીલના નાઝરેથ શહેરમાંથી યોહાન પાસે આવ્યા અને તેણે તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.+ ૧૦ ઈસુ તરત જ પાણીમાંથી બહાર આવ્યા અને તેમણે આકાશ ઊઘડી ગયેલું જોયું. તેમણે પોતાના પર કબૂતર જેવા આકારમાં પવિત્ર શક્તિ ઊતરતી જોઈ+ ૧૧ અને આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો: “તું મારો વહાલો દીકરો છે. મેં તને પસંદ કર્યો છે.”+
૧૨ તરત જ પવિત્ર શક્તિ તેમને વેરાન પ્રદેશમાં લઈ ગઈ. ૧૩ ઈસુ વેરાન પ્રદેશમાં ૪૦ દિવસ રહ્યા, જ્યાં જંગલી પ્રાણીઓ હતાં. ત્યાં શેતાને* તેમનું પરીક્ષણ કર્યું.+ પછી સ્વર્ગદૂતોએ* તેમની સેવા કરી.+
૧૪ યોહાનને પકડવામાં આવ્યા પછી ઈસુ ગાલીલ ગયા+ અને ઈશ્વરની ખુશખબર જણાવવા લાગ્યા.+ ૧૫ તેમણે કહ્યું: “નક્કી કરેલો સમય આવી ગયો છે અને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો+ અને ખુશખબરમાં ભરોસો મૂકો.”
૧૬ એકવાર ઈસુ ગાલીલ સરોવરને* કિનારે ચાલતા હતા. તેમણે સિમોન અને તેના ભાઈ આંદ્રિયાને+ સરોવરમાં જાળ નાખતા+ જોયા. તેઓ માછીમાર હતા.+ ૧૭ ઈસુએ તેઓને કહ્યું: “મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, માણસોને ભેગા કરશો.”+ ૧૮ તેઓ તરત જ પોતાની જાળ પડતી મૂકીને તેમની પાછળ ગયા.+ ૧૯ થોડે આગળ ગયા પછી ઈસુએ ઝબદીના બે દીકરા, યાકૂબ અને યોહાનને જોયા. તેઓ પોતાની હોડીમાં જાળ સાંધતા હતા.+ ૨૦ ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા. એટલે તેઓ પોતાના પિતા ઝબદીને મજૂરો સાથે હોડીમાં છોડીને તેમની પાછળ ગયા. ૨૧ તેઓ કાપરનાહુમ શહેરમાં ગયા.
સાબ્બાથનો* દિવસ શરૂ થયો ત્યારે, ઈસુ સભાસ્થાનમાં* ગયા અને શીખવવા લાગ્યા.+ ૨૨ ઈસુની શીખવવાની રીત જોઈને લોકો દંગ થઈ ગયા. તે શાસ્ત્રીઓની* જેમ નહિ પણ જેની પાસે અધિકાર હોય તેની જેમ શીખવતા હતા.+ ૨૩ એ સમયે તેઓના સભાસ્થાનમાં દુષ્ટ દૂતના* કાબૂમાં એક માણસ હતો. તેણે બૂમ પાડી: ૨૪ “ઓ નાઝરેથના ઈસુ, તારે ને અમારે શું લેવાદેવા?+ શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું બરાબર જાણું છું કે તું કોણ છે, તું ઈશ્વરનો પવિત્ર સેવક છે.”+ ૨૫ પણ ઈસુએ તેને ધમકાવતા કહ્યું: “ચૂપ થા અને તેનામાંથી બહાર નીકળ!” ૨૬ દુષ્ટ દૂતે એ માણસને સખત રીતે મરડી નાખ્યો અને મોટેથી ચીસ પાડીને તેનામાંથી નીકળી ગયો. ૨૭ લોકો એટલા દંગ થઈ ગયા કે તેઓ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા: “આ શું? આ તો જોરદાર રીતે શીખવે છે! અરે, તે દુષ્ટ દૂતોને પણ પૂરા અધિકારથી હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.” ૨૮ તેમના વિશેની વાત ઝડપથી ગાલીલ પ્રદેશમાં ચારે બાજુ ફેલાઈ ગઈ.
૨૯ એ પછી તેઓ સભાસ્થાનમાંથી નીકળીને સિમોન અને આંદ્રિયાના ઘરે ગયા.+ યાકૂબ અને યોહાન તેઓની સાથે હતા. ૩૦ સિમોનની સાસુ+ તાવને લીધે પથારીમાં સૂઈ ગઈ હતી. તેઓએ તરત ઈસુને તેના વિશે જણાવ્યું. ૩૧ ઈસુએ પાસે આવીને તેને હાથ પકડીને બેઠી કરી. એટલે તેનો તાવ ઊતરી ગયો અને તે તેઓની સેવા કરવા લાગી.
૩૨ પછી સૂરજ આથમ્યો અને સાંજ ઢળી ત્યારે, લોકો બીમાર અને દુષ્ટ દૂતોના વશમાં હતા તેઓને ઈસુ પાસે લાવવા લાગ્યા.+ ૩૩ આખું શહેર એ ઘરના બારણા આગળ ભેગું થયું. ૩૪ ઈસુએ જાતજાતના રોગોથી પીડાતા ઘણા લોકોને સાજા કર્યા.+ તેમણે લોકોને ઘણા દુષ્ટ દૂતોથી આઝાદ કર્યા. પણ તેમણે એ દૂતોને બોલવા ન દીધા, કેમ કે તેઓ જાણતા હતા કે તે ખ્રિસ્ત છે.*
૩૫ વહેલી સવારે હજુ તો અંધારું હતું ત્યારે, ઈસુ ઊઠીને બહાર ગયા. તે એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા.+ ૩૬ સિમોન અને તેની સાથેના બીજા શિષ્યો તેમને શોધવા નીકળી પડ્યા. ૩૭ તેઓએ તેમને શોધી કાઢીને કહ્યું: “બધા તમને શોધે છે.” ૩૮ ઈસુએ કહ્યું: “ચાલો આપણે બીજે ક્યાંક નજીકનાં નગરોમાં જઈએ, જેથી હું ત્યાં પણ પ્રચાર કરું. હું એ માટે જ આવ્યો છું.”+ ૩૯ તે ત્યાંથી નીકળીને આખા ગાલીલમાં ફર્યા. ત્યાંનાં સભાસ્થાનોમાં તે પ્રચાર કરવા લાગ્યા અને લોકોમાંથી દુષ્ટ દૂતો કાઢવા લાગ્યા.+
૪૦ પછી ઈસુ પાસે રક્તપિત્ત* થયેલો એક માણસ આવ્યો. તે તેમની આગળ ઘૂંટણિયે પડીને વિનંતી કરવા લાગ્યો: “જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.”+ ૪૧ એ જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. તે હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.”+ ૪૨ તરત જ તેનો રક્તપિત્ત જતો રહ્યો અને તે શુદ્ધ થયો. ૪૩ ઈસુએ તરત જ એ માણસને વિદાય આપી અને ચેતવણી આપી: ૪૪ “જોજે, કોઈને કશું કહેતો નહિ. પણ યાજક* પાસે જઈને બતાવ. તું શુદ્ધ થયો હોવાથી મૂસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ,+ જેથી તેઓ જુએ કે તું સાજો થયો છે.”+ ૪૫ પણ એ માણસ ત્યાંથી નીકળીને એ વાત બધે ફેલાવવા લાગ્યો. તેણે એ ખબર એટલી બધી ફેલાવી કે ઈસુ માટે ખુલ્લેઆમ કોઈ પણ શહેરમાં જવું અઘરું થઈ પડ્યું. એટલે તે શહેર બહાર એકાંત જગ્યાએ રહ્યા. તોપણ લોકો બધી બાજુએથી તેમની પાસે આવતા હતા.+