સફાન્યા
૨ ચુકાદો અમલમાં આવે એ પહેલાં,
એ દિવસ ફોતરાંની જેમ ઊડી જાય એ પહેલાં,
યહોવાનો ક્રોધ તમારા પર ભભૂકી ઊઠે એ પહેલાં,+
યહોવાના કોપનો દિવસ તમારા પર આવી પડે એ પહેલાં,
૩ હે પૃથ્વીના નમ્ર* લોકો, ઈશ્વરનાં ન્યાયી ધોરણો પાળનારાઓ,*
સાચા માર્ગે* ચાલો, નમ્રતા* બતાવો,
કદાચ તમને યહોવાના કોપના દિવસે સંતાઈ રહેવાની જગ્યા મળે.+
૪ કેમ કે ગાઝાને ત્યજી દેવામાં આવશે,
આશ્કલોનને ખંડેર બનાવી દેવામાં આવશે.+
આશ્દોદને ભરબપોરે હાંકી કાઢવામાં આવશે
અને એક્રોનને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે.+
૫ “હે કરેથીઓ, દરિયા કાંઠે વસનાર લોકો, તમને અફસોસ!+
યહોવાએ તમને સજા ફટકારી છે.
હે કનાન, પલિસ્તીઓના દેશ,
હું તારો એવો વિનાશ કરીશ કે તારો એક પણ રહેવાસી બચશે નહિ.
૬ દરિયા કાંઠા તો ઢોરઢાંક ચરાવવાની જગ્યા બનશે,
ત્યાં ઘેટાંપાળકો માટે કૂવા અને ઘેટાં માટે પથ્થરના વાડા હશે.
૭ એ જગ્યા યહૂદાના ઘરના બાકીના લોકોની થશે,+
તેઓ ત્યાં ખાશે.
સાંજે તેઓ આશ્કલોનનાં ઘરોમાં નિરાંતે સૂઈ જશે.
૮ “મોઆબે મારા લોકોની નિંદા કરી છે,+ આમ્મોનીઓએ તેઓનું અપમાન કર્યું છે.+
તેઓએ મારા લોકોને મહેણાં માર્યાં છે, તેઓનો વિસ્તાર પચાવી પાડવાની બડાઈ હાંકી છે.+
આ બધું મારા કાને પડ્યું છે.”
૯ એટલે સૈન્યોના ઈશ્વર યહોવા,* ઇઝરાયેલના ઈશ્વર જાહેર કરે છે,
“હું મારા સમ* ખાઈને કહું છું,
મોઆબ સદોમ જેવું બનશે+
અને આમ્મોન ગમોરાહ જેવું બનશે,+
તેઓનો વિસ્તાર કુવેચ* અને મીઠાનો પ્રદેશ બનશે, એ કાયમ માટે ઉજ્જડ થઈ જશે.+
મારા બાકી રહેલા લોકો તેઓને લૂંટી લેશે,
મારી પ્રજાના બચી ગયેલા લોકો તેઓને હાંકી કાઢશે.
૧૦ તેઓના ઘમંડનો બદલો તેઓને મળશે.+
કારણ, તેઓએ સૈન્યોના ઈશ્વર યહોવાના લોકોને મહેણાં માર્યાં છે અને તેઓ આગળ બડાઈ હાંકી છે.
૧૧ યહોવા તેઓને બતાવશે કે તે કેટલા ભયાવહ છે,
કેમ કે તે પૃથ્વીના સર્વ દેવોને નકામા* બનાવી દેશે,
ટાપુઓ પર રહેતી બધી પ્રજાઓ તેમની આગળ નમશે,*+
તેઓ પોતપોતાની જગ્યાએથી તેમની આગળ નમશે.*
૧૨ હે ઇથિયોપિયાના લોકો, મારી તલવારથી તમારી પણ કતલ થશે.+
૧૩ તે* ઉત્તર તરફ પોતાનો હાથ લંબાવશે અને આશ્શૂરનો વિનાશ કરશે,
તે નિનવેહ નગરીને રણ જેવી સૂકી બનાવશે અને વેરાન કરશે.+
૧૪ સર્વ પ્રકારનાં જંગલી જાનવરોનાં* ટોળાં એમાં વસશે.
પેણ* અને શાહુડી સ્તંભોની ટોચ પર રાતવાસો કરશે.
બારીમાંથી ગીતનો અવાજ સંભળાશે.
ઉંબરા પર બધું ખેદાન-મેદાન હશે,
કેમ કે તે દેવદારનાં પાટિયાં ઉઘાડાં પાડશે.
૧૫ આ એ જ ઘમંડી નગરી છે, જે સલામતીની ગોદમાં બેસતી હતી.
તે પોતાના દિલમાં કહેતી હતી, ‘હું સૌથી મહાન છું, મારા જેવું બીજું કોઈ નથી.’
પણ જુઓ, હવે તેના હાલ જોઈને લોકો હચમચી ગયા છે.
તે જંગલી જાનવરોનું ઘર બની ગઈ છે!
ત્યાંથી પસાર થનાર દરેક જણ તેની મશ્કરી કરશે અને ગુસ્સામાં તેના તરફ આંગળી ચીંધશે.”*+