ગીતશાસ્ત્ર
કોરાહના દીકરાઓનું ગીત.+ સંગીત સંચાલક માટે સૂચન: અલામોથના* રાગ પ્રમાણે ગાવું.
૨ એટલે આપણે જરાય નહિ ડરીએ, ભલેને પૃથ્વી ડગમગે
કે પછી પર્વતો દરિયાનાં ઊંડાણોમાં ગબડી પડે;+
૩ ભલેને દરિયો ગર્જના કરે અને એના પર ફીણ ફરી વળે+
કે પછી દરિયાના તોફાનથી પર્વતો ડોલી ઊઠે. (સેલાહ)
૪ એક નદી છે, જેનાં ઝરણાઓથી ઈશ્વરનું શહેર ઝૂમી ઊઠે છે,+
એ શહેર તો સર્વોચ્ચ ઈશ્વરનો ભવ્ય પવિત્ર મંડપ છે.
૫ એ શહેરમાં ઈશ્વર છે.+ એ શહેરને ક્યારેય ઊથલાવી નહિ શકાય.
એને મદદ કરવા ઈશ્વર વહેલી સવારે આવશે.+
૬ પ્રજાઓમાં ઊથલ-પાથલ મચી ગઈ, રાજ્યો ઊથલાવી નાખવામાં આવ્યાં.
ઈશ્વરે પોતાનો અવાજ ઊંચો કર્યો અને પૃથ્વી પીગળી ગઈ.+
૮ આવો અને યહોવાનાં કાર્યો પોતાની નજરે નિહાળો,
તેમણે પૃથ્વી પર કેવાં કેવાં મહાન કામો કર્યાં છે!
૯ તે આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત લાવે છે.+
તે ધનુષ્ય તોડી નાખે છે અને ભાલાના ચૂરેચૂરા કરી નાખે છે.
તે યુદ્ધના રથોને* બાળીને ભસ્મ કરી નાખે છે.
૧૦ તે કહે છે: “શરણે થઈ જાઓ અને જાણો કે હું જ ઈશ્વર છું.