નીતિવચનો
૬ પ્રેમાળ* હોવાનો ઢોંગ તો ઘણા કરે છે,
પણ વફાદાર માણસ બહુ મુશ્કેલીથી મળે છે.
૧૨ સાંભળવા માટે કાન અને જોવા માટે આંખ,
એ બંને યહોવાએ જ બનાવ્યાં છે.+
૧૩ ઊંઘને વહાલી ન ગણ, નહિતર તું કંગાળ થઈ જઈશ.+
તારી આંખો ખુલ્લી રાખ, એટલે તું પેટ ભરીને રોટલી ખાઈશ.+
૧૪ વસ્તુ ખરીદનાર કહે છે, “એ એકદમ બેકાર છે! સાવ નકામી છે!”
પછી ત્યાંથી નીકળીને તે પોતાની ખરીદી વિશે બડાઈ હાંકે છે.+
૧૬ જો કોઈ માણસ અજાણ્યાનો જામીન બને,* તો તું તેનું વસ્ત્ર ગીરવે લે,+
પણ જો તે વ્યભિચારી સ્ત્રીને* લીધે કશું ગીરવે મૂકે, તો તેને એ પાછું ન આપ.+
૧૭ કપટથી મેળવેલી રોટલી માણસને સ્વાદિષ્ટ લાગે છે,
પણ પછી તેનું મોં કાંકરાથી ભરાઈ જશે.+
૧૮ સલાહ લેવાથી* યોજનાઓ સફળ* થાય છે+
અને ખરું માર્ગદર્શન* લઈને તું યુદ્ધ લડવા જા.+
૧૯ નિંદાખોર બીજાની ખાનગી વાતો બધાને કહેતો ફરે છે,+
જે બીજાઓ વિશે વાતો કર્યા કરતો હોય,* એની તું સંગત ન રાખ.
૨૦ જે પોતાનાં માબાપને શ્રાપ આપે છે,
તેનો દીવો ઘોર અંધકારમાં હોલવાઈ જશે.+
૨૧ ભલે કોઈ માણસ લાલચ કરીને વારસો મેળવે,
પણ ભાવિમાં તેને આશીર્વાદ નહિ મળે.+
૨૨ તું એવું ન કહે, “હું બૂરાઈનો બદલો લઈશ!”+
યહોવા પર ભરોસો રાખ,+ તે તને બચાવશે.+
૨૩ ખોટાં વજનિયાંને* યહોવા ધિક્કારે છે
અને જૂઠા વજનકાંટા વાપરવા યોગ્ય નથી.
૨૪ યહોવા જ માણસનાં પગલાં ખરા માર્ગે દોરી જાય છે.+
માણસને ક્યાં ખબર છે કે કયા માર્ગે જવું?*
૨૬ જેમ કણસલાં પર પૈડું ફેરવીને ફોતરાં છૂટાં પાડવામાં આવે છે,+
તેમ બુદ્ધિમાન રાજા દુષ્ટોને છૂટા પાડીને દૂર કરે છે.+
૨૭ માણસનો શ્વાસ યહોવાનો દીવો છે,
એ દીવો માણસના અંતરમાં શું છે એની તપાસ કરે છે.
૩૦ જખમ અને ઘા* દુષ્ટતા દૂર કરે છે+
અને ફટકા માણસના અંતરને શુદ્ધ કરે છે.