નીતિવચનો
૫ મારા દીકરા, હું તને બુદ્ધિની જે વાતો કહું છું, એના પર ધ્યાન આપ,
સમજશક્તિ વિશે જે કંઈ શીખવું છું, એ કાને ધર.+
૬ તે જીવનના માર્ગ વિશે જરાય વિચારતી નથી.
તે આમતેમ ભટક્યા કરે છે,
પણ જાણતી નથી કે ક્યાં જઈ રહી છે.
૭ મારા દીકરા,* મારું સાંભળ,
મારી વાતોથી મોં ન ફેરવ.
૮ તું એ સ્ત્રીથી દૂર રહેજે,
તેના ઘરના બારણે ફરકતો પણ નહિ,+
૯ નહિતર તું તારું માન-સન્માન ગુમાવીશ+
અને તારા દિવસો દુઃખ-તકલીફોમાં વીતશે;+
૧૦ પારકાઓ તારી ધનદોલતથી લીલાલહેર કરશે,+
મહેનત તું કરીશ, પણ ઘર બીજાનાં* ભરાશે.
૧૧ એવું થશે તો તારા જીવનના છેલ્લા દિવસોમાં,
જ્યારે તારું બળ ઘટી જશે અને તારું શરીર કમજોર થઈ જશે, ત્યારે તું નિસાસા નાખીશ.+
૧૨ તું કહીશ: “મેં કેમ શિસ્તનો* નકાર કર્યો?
મારા દિલે કેમ ઠપકો ન સ્વીકાર્યો?
૧૩ મેં કેમ મારા સલાહકારોનું માન્યું નહિ?
મેં કેમ મારા શિક્ષકોનું સાંભળ્યું નહિ?
૧૬ તારા ઝરાઓનું પાણી કેમ બહાર વહી જાય?
તારી નદીઓનું પાણી કેમ ચોકમાં વહી જાય?+
૧૭ એ ફક્ત તારા માટે જ રહે,
બીજા લોકો માટે નહિ.+
૧૯ તે પ્રેમાળ હરણી જેવી અને સુંદર પહાડી બકરી જેવી છે.+
તેનાં સ્તનોથી તને હંમેશાં સંતોષ મળે.
તું તેના પ્રેમમાં કાયમ ડૂબેલો રહે.+
૨૨ દુષ્ટના અપરાધો તેના માટે ફાંદા જેવા છે,
તે પોતાનાં જ પાપના દોરડાથી બંધાઈ જશે.+
૨૩ શિસ્ત ન સ્વીકારવાને લીધે તે માર્યો જશે,
અતિશય મૂર્ખાઈને લીધે તે માર્ગથી ભટકી જશે.