અયૂબ
૧૦ “હું મારા જીવનથી ત્રાસી ગયો છું.+
હું મારા મનનો ઊભરો ઠાલવીશ.
હા, મારા અંતરની પીડા ઠાલવીને જ રહીશ.
૨ હું ઈશ્વરને કહીશ: ‘મને દોષિત ન ઠરાવો.
મને જણાવો, તમે મારી સાથે કેમ લડો છો?
૩ મને સતાવીને,
તમારા જ હાથના કામને ધિક્કારીને તમને શું મળશે?+
દુષ્ટનાં કાવતરાંને સાથ આપીને તમને શો ફાયદો થશે?
૪ શું તમારી આંખો માણસના જેવી છે?
શું તમે નાશવંત માણસની જેમ જુઓ છો?
૫ શું તમારા દિવસો નાશવંત માણસોના જેટલા છે,
અને તમારાં વર્ષો મનુષ્યોનાં વર્ષો જેટલાં છે કે,+
૬ તમે મારો વાંક કાઢતા રહો છો,
અને મારાં પાપ શોધતા રહો છો?+
૮ તમે પોતાને હાથે મને ઘડ્યો છે અને મને બનાવ્યો છે,+
હવે શું તમે જ મારા ચૂરેચૂરા કરવા માંગો છો?
૧૦ શું તમે મને* દૂધની જેમ રેડ્યો ન હતો?
શું તમે મને* પનીરની જેમ જમાવ્યો ન હતો?
૧૧ તમે મને હાડકાં અને સ્નાયુઓથી ગૂંથ્યો,
મને માંસ અને ચામડીનાં કપડાં પહેરાવ્યાં.+
૧૩ પણ તમે જ મને પીડા આપવાની યોજના તમારા અંતરમાં રચી.
મને ખબર છે કે આ બધું તમે જ કર્યું છે.
૧૪ જો મેં પાપ કર્યું હોત, તો તમે જોયું હોત,+
અને મને સજા કર્યા વગર છોડ્યો ન હોત.
૧૫ જો હું દોષિત હોઉં, તો મને અફસોસ!
હું નિર્દોષ હોઉં તોપણ, મારું માથું ઊંચું કરી શકતો નથી,+
શરમ અને અપમાનને લીધે મારું માથું નમી ગયું છે.+
૧૬ જો હું મારું માથું ઊંચું કરું, તો તમે સિંહની જેમ મારા પર તરાપ મારો છો,+
અને ફરી મને તમારી તાકાત બતાવી આપો છો.
૧૭ તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ ઊભા કરો છો,
મારા પર તમારો ગુસ્સો વધતો ને વધતો જાય છે,
એક પછી એક આફત બસ આવતી જ રહે છે.
૧૮ તો પછી તમે કેમ મને ગર્ભમાંથી બહાર કાઢ્યો?+
કાશ! કોઈ મને જુએ એ પહેલાં જ હું મરી ગયો હોત.
૧૯ મને ગર્ભમાંથી સીધો કબરમાં જ લઈ ગયા હોત,
અને હું હતો ન હતો થઈ ગયો હોત તો કેવું સારું થાત!’
૨૦ શું મારા દિવસો થોડા જ નથી?+ તો હે ઈશ્વર, તમે કેમ મારો પીછો છોડતા નથી?
કૃપા કરીને મારા પરથી તમારી નજર હટાવી લો, જેથી મને થોડી રાહત* મળે!+