યશાયા
૬ ઉઝ્ઝિયા રાજાનું મરણ થયું+ એ વર્ષે મેં એક દર્શન જોયું. મેં યહોવાને ભવ્ય અને ઊંચા રાજ્યાસન પર બિરાજેલા જોયા.+ તેમના લાંબા ઝભ્ભાથી આખું મંદિર ભરાઈ ગયું હતું. ૨ તેમની આસપાસ સરાફો* ઊભા હતા. એ દરેકને છ પાંખો હતી. તેઓ બે પાંખોથી મોં ઢાંકતા, બે પાંખોથી પગ ઢાંકતા અને બે પાંખોથી ઊડતા.
૩ તેઓ એકબીજાને પોકારીને કહેતા હતા:
“પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, સૈન્યોના ઈશ્વર યહોવા!+
તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરાઈ ગઈ છે.”
૪ તેઓના પોકારથી મંદિરની બારસાખો કાંપવા લાગી અને આખું મંદિર ધુમાડાથી ભરાઈ ગયું.+
૫ મેં કહ્યું: “મને અફસોસ!
હું ચોક્કસ માર્યો જઈશ,
કેમ કે મારા મોંમાંથી અશુદ્ધ વાતો નીકળે છે.
હું જે લોકો વચ્ચે રહું છું, તેઓનાં મોંમાંથી પણ અશુદ્ધ વાતો નીકળે છે.+
મેં રાજાને, સૈન્યોના ઈશ્વર યહોવાને નજરોનજર જોયા છે!”
૬ એક સરાફ ઊડીને મારી પાસે આવ્યો. તેના હાથમાં સળગતો અંગારો હતો,+ જે તેણે ચીપિયા વડે વેદી* પરથી લીધો હતો.+ ૭ તેણે મારા હોઠે એ અંગારો અડાડ્યો અને કહ્યું:
“જો, મેં આ તારા હોઠને અડાડ્યો છે.
તારા અપરાધો દૂર થયા છે
અને ઈશ્વરે તારાં પાપ માફ કર્યાં છે.”
૮ મેં યહોવાને આમ કહેતા સાંભળ્યા: “હું કોને મોકલું? આપણા માટે કોણ જશે?”+ મેં કહ્યું: “હું જઈશ! મને મોકલો!”+
તમે અનેક વાર જોશો,
પણ તમને કંઈ સૂઝશે નહિ.’+
એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ,
કાનથી સાંભળે નહિ,
હૃદયથી સમજે નહિ
અને પાછા ફરે નહિ કે તેઓ સાજા થાય.”+
૧૧ મેં પૂછ્યું: “હે યહોવા, એવું ક્યાં સુધી રહેશે?” તેમણે જવાબ આપ્યો:
“શહેરો વસ્તી વગરનાં થઈને જમીનદોસ્ત થાય,
ત્યાંનાં ઘરોમાં કોઈ વસે નહિ
અને આખો દેશ ખંડેર અને ઉજ્જડ થાય ત્યાં સુધી.+
૧૩ “પણ દેશનો દસમો ભાગ રહી જશે. એને ફરીથી બાળી નાખવામાં આવશે. જેમ મોટું અને ઘટાદાર વૃક્ષ* કાપ્યા પછી એનું થડ બચે છે, તેમ પવિત્ર વંશ દેશમાં થડની જેમ રહી જશે.”