ગીતશાસ્ત્ર
૧૩૬ યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+
તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+
૩ પ્રભુઓના પ્રભુનો આભાર માનો,
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૬ તેમણે ધરતીને પાણી ઉપર ફેલાવી,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૭ તેમણે મોટી મોટી જ્યોતિઓ બનાવી,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૧૦ તેમણે ઇજિપ્તના પ્રથમ જન્મેલાઓને મારી નાખ્યા,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૧૧ તે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૧૨ પરાક્રમી અને બળવાન હાથથી+ તે તેઓને બહાર કાઢી લાવ્યા,
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૧૩ તેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૧૪ એની વચ્ચેથી તે ઇઝરાયેલીઓને પાર લઈ ગયા,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૧૫ તેમણે ઇજિપ્તના રાજાને અને તેના સૈન્યને લાલ સમુદ્રમાં ડુબાડી દીધાં,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૧૬ તે પોતાના લોકોને વેરાન પ્રદેશમાંથી દોરી ગયા,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૧૭ તેમણે મોટા મોટા રાજાઓને મારી નાખ્યા,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૧૮ તેમણે શૂરવીર રાજાઓનો સંહાર કર્યો,
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૧૯ તેમણે અમોરીઓના રાજા સીહોનને+ મારી નાખ્યો,
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૨૦ તેમણે બાશાનના રાજા ઓગને+ મારી નાખ્યો,
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૨૧ તેમણે એ રાજાઓનો વિસ્તાર પોતાના લોકોને વારસા તરીકે આપ્યો,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૨૨ તેમણે એ વિસ્તાર પોતાના સેવક ઇઝરાયેલને વારસા તરીકે આપ્યો,
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૨૪ તેમણે આપણને દુશ્મનોના હાથમાંથી વારંવાર છોડાવ્યા,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૨૫ તે સર્વ સજીવોને ખોરાક પૂરો પાડે છે,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
૨૬ સ્વર્ગના ઈશ્વરનો આભાર માનો,
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.