અયૂબ
૩૭ “હવે મારું દિલ કાંપે છે,
અને જોરથી ધબકે છે.
૨ ઈશ્વરના અવાજનો ગડગડાટ,
અને તેમના મોંમાંથી નીકળતી ગર્જના ધ્યાનથી સાંભળો.
૩ તેમનો પોકાર આકાશ નીચે બધે સંભળાય છે,
તે પૃથ્વીના છેડા સુધી વીજળી મોકલે છે.+
૪ એ પછી ભયાનક કડાકો સંભળાય છે;
તે પ્રચંડ અવાજ સાથે ગડગડાટ કરે છે,+
તે બોલે છે ત્યારે વીજળી ચમક્યા કરે છે.
૮ જંગલી જાનવરો પોતપોતાની ગુફામાં ભરાઈ જાય છે,
અને પોતાની બોડમાં છુપાઈ જાય છે.
૧૧ હા, તે વાદળોને પાણીનાં ટીપાંથી ભરી દે છે;
અને વાદળોમાં વીજળી ફેલાવે છે;+
૧૨ તેમના ઇશારે વાદળો આમતેમ જાય છે;
અને પૃથ્વી પર તેમના હુકમ પ્રમાણે કામ પૂરું કરે છે.+
૧૫ શું તમે જાણો છો, ઈશ્વર કઈ રીતે વાદળોને કાબૂમાં રાખે છે?*
તે કઈ રીતે એમાં વીજળી ચમકાવે છે?
૧૬ શું તમે જાણો છો, વાદળો કઈ રીતે અધ્ધર તરે છે?+
એ બધાં અદ્ભુત કામો તેમનાં છે, જેમની પાસે સંપૂર્ણ જ્ઞાન છે.+
૧૭ દક્ષિણના પવનને લીધે પૃથ્વી પર કેમ સન્નાટો છવાઈ જાય છે?+
તમારાં કપડાં કેમ ગરમ થઈ જાય છે?
૧૮ ઈશ્વરની જેમ શું તમે આકાશોને ફેલાવી શકો?+
શું એને ટીપીને ધાતુના અરીસા જેટલા મજબૂત બનાવી શકો?
૧૯ તમે જ જણાવો, અમે ઈશ્વરને શું કહીએ.
અંધારામાં હોવાને લીધે અમને કોઈ જવાબ સૂઝતો નથી.
૨૦ શું કોઈ તેમને કહી શકે, ‘મારે તમને કંઈક કહેવું છે’?
અથવા શું કોઈને એવી ખાસ વાત ખબર છે, જે તે જાણતા ન હોય?+
૨૨ ઉત્તરથી સોનેરી કિરણો નીકળે છે;
ઈશ્વરનું ગૌરવ+ અજાયબ છે.