ગીતોનું ગીત
૮ “કાશ! તું મારો ભાઈ હોત,
મારી માનાં સ્તનોએ તું ધાવ્યો હોત!
પછી જો તું મને બહાર મળ્યો હોત, તો મેં તને ચુંબન કર્યું હોત+
અને કોઈએ મને તુચ્છ ગણી ન હોત.
મેં તને દ્રાક્ષદારૂ* આપ્યો હોત,
દાડમનો તાજો રસ પાયો હોત.
૩ તેનો ડાબો હાથ મારા માથા નીચે હોત,
તેના જમણા હાથે મને બાથમાં લીધી હોત.+
૪ હે યરૂશાલેમની દીકરીઓ, સમ ખાઓ,
મારા દિલમાં પ્રેમ ન જાગે ત્યાં સુધી, મારામાં પ્રેમ જગાડવાની કોશિશ કરશો નહિ.”+
૫ “પોતાના વાલમના ખભે માથું ટેકવીને
વેરાન પ્રદેશમાંથી આ કોણ આવી રહ્યું છે?”
“સફરજનના ઝાડ નીચે મેં તને જગાડ્યો.
ત્યાં જ તારી જનેતાને પ્રસવપીડા ઊપડી હતી.
ત્યાં જ તેણે કણસતાં કણસતાં તને જન્મ આપ્યો હતો.
૬ મહોરની* જેમ મને તારા દિલ પર અંકિત કરી દે,
મુદ્રાની જેમ મને તારા હાથ પર લગાવી દે,
કેમ કે પ્રેમ મોત જેવો બળવાન છે,+
એની જ્વાળા ધગધગતી આગ છે, એ યાહની* જ્વાળા છે.+
પ્રેમ ખરીદવા ભલે કોઈ પોતાની સઘળી દોલત આપી દે,
તોપણ એ દોલતને* ઠુકરાવી દેવામાં આવશે.”
૮ “આપણી એક નાની બહેન છે,+
તેને હજી સ્તન પણ ઊપસ્યાં નથી.
આપણી બહેનનું માંગું લઈને કોઈ આવશે,
એ દિવસે આપણે તેના માટે શું કરીશું?”
૯ “જો તે દીવાલ હોય,
તો આપણે તેના પર ચાંદીની પાળ બાંધીશું,
પણ જો તે દરવાજો હોય,
તો આપણે દેવદારના પાટિયાથી તેને બંધ કરી દઈશું.”
૧૦ “હું દીવાલ છું,
અને મારાં સ્તન મિનારા જેવાં છે.
એટલે મારા પ્રિયતમની નજરમાં
હું શાંતિ પામેલી છું.
૧૧ બઆલ-હામોનમાં સુલેમાનની એક દ્રાક્ષાવાડી હતી.+
તેમણે એ વાડી રખેવાળોના હાથમાં સોંપી હતી.
એનાં ફળો માટે દરેક જણ તેમને ચાંદીના હજાર ટુકડા આપતો.
૧૨ હે સુલેમાન, ચાંદીના એ હજાર ટુકડા તમને મુબારક,
ફળોના રખેવાળોને બસો ટુકડા મુબારક,
પણ હું મારી દ્રાક્ષાવાડીથી ખુશ છું.”
૧૩ “હે બાગોમાં રહેનારી,+
મારા સાથીઓ તારો મધુર અવાજ સાંભળવા આતુર છે.
મારા કાને પણ તારો સાદ પડવા દે.”+
૧૪ “હે મારા વાલમ, ઉતાવળ કર,
હરણની જેમ દોડીને આવ.+
હા, સાબરની જેમ
સુગંધી છોડવાઓના પહાડો ઓળંગીને આવ.”