દાનિયેલ
૧૨ “એ સમય દરમિયાન મુખ્ય આગેવાન+ મિખાયેલ*+ ઊભો થશે, જે તારા લોકો* વતી ઊભો છે. સૌથી પહેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી લઈને એ સમય સુધીમાં કદી આવ્યો ન હોય એવો આફતનો સમય આવશે. તારા લોકોમાંથી જેઓનાં નામ પુસ્તકમાં લખેલાં છે,+ તેઓ એ સમય દરમિયાન બચી જશે.+ ૨ જેઓ માટીમાં ભળી ગયા છે, મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓ જાગી ઊઠશે. અમુકને હંમેશ માટેનું જીવન મળશે અને બીજાઓએ અપમાન અને કાયમ માટેના તિરસ્કારનો ભોગ બનવું પડશે.
૩ “જેઓમાં ઊંડી સમજણ છે, તેઓ આકાશની જેમ પ્રકાશશે. જેઓ ઘણાને સત્યના* માર્ગે દોરી લાવે છે, તેઓ તારાઓની જેમ સદાને માટે ચમકતા રહેશે.
૪ “પણ હે દાનિયેલ, તું આ શબ્દોને ગુપ્ત રાખ અને અંતના સમય સુધી પુસ્તક પર મહોર કર.+ ઘણા લોકો એ પુસ્તકનો ખંતથી અભ્યાસ કરશે* અને સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે.”+
૫ પછી મેં* જોયું તો મને બે જણ ત્યાં ઊભેલા દેખાયા, એક નદીના આ કિનારે અને બીજો નદીના પેલા કિનારે.+ ૬ હવે શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ+ નદીના પાણી ઉપર ઊભો હતો. પેલા બેમાંથી એક જણે તેને પૂછ્યું: “આ અદ્ભુત બાબતોનો અંત આવતાં કેટલો સમય લાગશે?” ૭ પછી મેં શણનાં વસ્ત્ર પહેરેલા માણસને બોલતા સાંભળ્યો, જે નદીના પાણી ઉપર ઊભો હતો. તે જવાબ આપતો હતો ત્યારે તેણે પોતાનો જમણો અને ડાબો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો અને સદા જીવતા ઈશ્વરના સમ ખાઈને કહ્યું:+ “એ ઠરાવેલા સમય, ઠરાવેલા સમયો અને અડધા સમય* માટે હશે. પવિત્ર લોકોની શક્તિ તોડી પાડવાનું પૂરું થશે+ કે તરત એ બાબતોનો અંત આવશે.”
૮ મેં એ સાંભળ્યું, પણ મને કંઈ સમજાયું નહિ.+ મેં કહ્યું: “મારા માલિક, આ બધાનું શું પરિણામ આવશે?”
૯ તેણે કહ્યું: “દાનિયેલ, તું તારા રસ્તે ચાલ્યો જા, આ શબ્દો ગુપ્ત રાખવામાં આવ્યા છે અને અંતના સમય સુધી એના પર મહોર કરવામાં આવી છે.+ ૧૦ ઘણા લોકો પોતાને સાફ અને ઊજળા કરશે અને તેઓને શુદ્ધ કરવામાં આવશે.+ દુષ્ટ લોકો દુષ્ટતાથી વર્તશે. કોઈ દુષ્ટ એ વાતો સમજી નહિ શકે, પણ જેઓમાં ઊંડી સમજણ છે તેઓ એ સમજશે.+
૧૧ “દરરોજનું અર્પણ+ બંધ કરવામાં આવે અને વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુ ઊભી કરવામાં આવે+ એ સમયથી ૧,૨૯૦ દિવસ વીતશે.
૧૨ “સુખી છે એ માણસ, જે આતુરતાથી રાહ જુએ છે* અને ૧,૩૩૫ દિવસ સુધી ટકી રહે છે!
૧૩ “પણ હે દાનિયેલ, તું અંત સુધી વફાદાર રહે. તું ભરઊંઘમાં સરી જઈશ, પણ નક્કી કરેલા સમયે* તારો હિસ્સો મેળવવા* તું ઊભો થઈશ.”+