ગીતોનું ગીત
૨ “કાંટાઓ વચ્ચે ફૂલ ખીલ્યું હોય,
તેમ બધી યુવતીઓમાં મારી સજની છે.”
૩ “વનનાં વૃક્ષોમાં સફરજનનું વૃક્ષ હોય,
તેમ બધા યુવાનોમાં મારો સાજન છે.
હું તેની છાયામાં બેસવા ઝંખું છું,
તેના ફળનો મીઠો સ્વાદ હજી મારી જીભે છે.
૪ તે મને મિજબાનીના ઘરમાં* લાવ્યો,
તેણે મારા પર પ્રીતની ધજા લહેરાવી.
મારા દિલમાં પ્રેમ ન જાગે ત્યાં સુધી, મારામાં પ્રેમ જગાડવાની કોશિશ કરશો નહિ.+
૮ જુઓ! મારો વાલમ આવી રહ્યો છે!
તેનાં પગલાંનો સાદ મારા કાને પડી રહ્યો છે!
તે પહાડો ચઢીને, હા, ટેકરીઓ ઓળંગીને ઊછળતો-કૂદતો આવી રહ્યો છે.
૯ મારો પ્રેમી હરણ જેવો છે, સાબર જેવો છે.+
તે આપણી ભીંત પાછળ ઊભો રહીને
બારીમાંથી ડોકિયું કરે છે,
ઝરૂખામાંથી નજર કરે છે.
૧૦ મારો પ્રીતમ મને કહે છે:
‘હે મારી પ્રિયતમા, ઊભી થા,
મારી રૂપસુંદરી, મારી સાથે ચાલ.
૧૧ જો! શિયાળો* વીતી ગયો છે,
વરસાદ આવીને જતો રહ્યો છે.
૧૨ સીમમાં ફૂલો ખીલવા લાગ્યાં છે,+
દ્રાક્ષાવેલાની કાપકૂપ કરવાની મોસમ આવી છે,+
હોલાનાં સુરીલાં ગીતોથી સીમ ગુંજી રહી છે.+
૧૩ અંજીરનાં પહેલાં ફળ પાક્યાં છે;+
દ્રાક્ષાવેલા પર ફૂલો આવ્યાં છે અને એની મહેક ચોતરફ ફેલાઈ છે.
મારી પ્રેમિકા, મારી સુંદરી, ઊઠ,
ચાલ, મારી સાથે ચાલ.
૧૪ હે મારી કબૂતરી, ગુફાની બખોલમાંથી,+
હા, ખડકના ગોખલામાંથી બહાર આવ,
મને તારા રૂપની એક ઝલક માણવા દે, તારો અવાજ સાંભળવા દે,+
તારો કંઠ મધુર ને તારું મુખડું ખૂબસૂરત છે.’”+
૧૫ “શિયાળનાં બચ્ચાં દ્રાક્ષાવાડીને ખેદાન-મેદાન કરી દે
એ પહેલાં તમે તેઓને પકડો,
કેમ કે આપણી વાડીઓ ફૂલોથી લહેરાઈ રહી છે.”
૧૬ “મારો સાજન ફક્ત મારો છે અને હું તેની જ છું.+
તે પોતાનાં ટોળાંને ફૂલોની વચ્ચે ચરાવે છે.+