૧૩ ડાહ્યો દીકરો પોતાના પિતાની શિસ્ત સ્વીકારે છે,+
પણ નફ્ફટ દીકરો ઠપકાને ગણકારતો નથી.+
૨ માણસ પોતાના શબ્દોને લીધે સારી વસ્તુઓનો આનંદ માણશે,+
પણ દગાખોર તો હિંસાનો જ ભૂખ્યો હોય છે.
૩ જીભ પર લગામ રાખનાર પોતાના જીવનું રક્ષણ કરે છે,+
પણ જે પોતાનું મોઢું બંધ કરતો નથી, તે બરબાદ થાય છે.+
૪ ભલે આળસુ માણસ ઘણી ઇચ્છા રાખે, તે કશું મેળવતો નથી,+
પણ મહેનતુ માણસની ઇચ્છાઓ પૂરી થાય છે.+
૫ નેક માણસ જૂઠને ધિક્કારે છે,+
પણ દુષ્ટનાં કામો શરમ અને અપમાન લાવે છે.
૬ નેકી પ્રમાણિક માણસનું રક્ષણ કરે છે,+
પણ દુષ્ટતા પાપીને ખાડામાં નાખે છે.
૭ કોઈ માણસ અમીર હોવાનો દેખાડો કરે છે, પણ તે કંગાળ હોય છે,+
કોઈ ગરીબ હોવાનો દેખાડો કરે છે, પણ તે માલદાર હોય છે.
૮ ધનવાન માણસે પોતાનો જીવ બચાવવા ધન આપવું પડે છે,+
પણ ગરીબ માણસે એવી કોઈ ધમકી સાંભળવી પડતી નથી.+
૯ નેક માણસનો પ્રકાશ ઝળહળે છે,+
પણ દુષ્ટનો દીવો હોલવાઈ જશે.+
૧૦ અભિમાનથી ઝઘડા ઊભા થાય છે,+
પણ બીજાની સલાહ લેનાર પાસે બુદ્ધિ હોય છે.+
૧૧ રાતોરાત મેળવેલી દોલત ઘટી જશે,+
પણ ધીરે ધીરે ભેગી કરેલી દોલત વધતી ને વધતી જશે.
૧૨ આશા પૂરી થવામાં વાર લાગે તો માણસ નિરાશ થઈ જાય છે,+
પણ ઇચ્છા પૂરી થવી એ તો જીવનનું ઝાડ છે.+
૧૩ જે સલાહને ગણકારતો નથી, તેણે દંડ ભરવો પડશે,+
પણ જે આજ્ઞાને માન આપે છે, તેને ઇનામ મળશે.+
૧૪ બુદ્ધિમાને શીખવેલી વાતો જીવનનો ઝરો છે,+
જે માણસને મોતના ફાંદાથી બચાવે છે.
૧૫ જેની પાસે ઊંડી સમજણ છે, તે કૃપા મેળવે છે,
પણ કપટી લોકોનો જીવનમાર્ગ મુસીબતોથી ભરેલો છે.
૧૬ ચતુરનાં કામોમાં જ્ઞાન દેખાઈ આવે છે,+
પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ બતાવી આપે છે.+
૧૭ દુષ્ટ સંદેશવાહક મુસીબતમાં આવી પડે છે,+
પણ વિશ્વાસુ સંદેશવાહક તાજગી લાવે છે.+
૧૮ શિસ્ત ન માનનાર પર ગરીબી અને ફજેતી આવે છે,
પણ ઠપકો સ્વીકારનારને માન-મહિમા મળે છે.+
૧૯ ઇચ્છા પૂરી થાય ત્યારે દિલ ખુશ થઈ જાય છે,+
પણ મૂર્ખને દુષ્ટતા છોડવી જરાય ગમતું નથી.+
૨૦ બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે,+
પણ મૂર્ખનો સાથી બરબાદ થશે.+
૨૧ આફત પાપી માણસનો પીછો કરે છે,+
પણ સમૃદ્ધિ નેક માણસને ઇનામ આપે છે.+
૨૨ ભલો માણસ પોતાનાં પૌત્ર-પૌત્રીઓ માટે વારસો મૂકી જાય છે,
પણ પાપીની મિલકત નેક લોકો માટે સંઘરી રાખવામાં આવે છે.+
૨૩ ગરીબ માણસના ખેતરમાં ઘણું અનાજ પાકે છે,
પણ અન્યાયને લીધે એ બરબાદ થઈ જાય છે.
૨૪ જે પોતાના દીકરાને શિક્ષા કરતો નથી, તે તેને ધિક્કારે છે,+
પણ જે પોતાના દીકરાને પ્રેમ કરે છે, તે તેને શિક્ષા કરવાથી અચકાતો નથી.+
૨૫ સારો માણસ પેટ ભરીને ખાય છે,+
પણ દુષ્ટનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું જ રહે છે.+