ગીતશાસ્ત્ર
૯૪ હે બદલો લેનાર ઈશ્વર યહોવા,+
હે બદલો લેનાર ઈશ્વર, તમારો પ્રકાશ પાથરો!
૨ હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊભા થાઓ.+
ઘમંડી લોકોને તેઓનાં કામ પ્રમાણે સજા આપો.+
૩ દુષ્ટો ક્યાં સુધી આનંદ મનાવતા રહેશે?+
હે યહોવા, ક્યાં સુધી?
૪ તેઓ બકવાસ કરે છે અને ડંફાસ મારે છે.
બધા ગુનેગારો પોતાના વિશે બડાઈ હાંકે છે.
૫ હે યહોવા, તેઓ તમારા લોકોને કચડી નાખે છે,+
તમારા લોકો પર જુલમ ગુજારે છે.
૬ તેઓ વિધવાઓની અને પરદેશીઓની કતલ કરે છે,
તેઓ અનાથ બાળકોનું ખૂન કરે છે.
૭ તેઓ કહે છે: “યાહ જોતા નથી.+
યાકૂબના ઈશ્વરને એની કંઈ પડી નથી.”+
૮ હે અક્કલ વગરનાઓ, જરા સમજો.
હે મૂર્ખો, તમારામાં ક્યારે સમજ આવશે?+
૯ જે કાનના ઘડનાર છે, તે શું સાંભળી નહિ શકે?
જે આંખના રચનાર છે, તે શું જોઈ નહિ શકે?+
૧૦ પ્રજાઓને જે સુધારે છે, તે શું ઠપકો નહિ આપે?+
તે જ લોકોને જ્ઞાન આપે છે!+
૧૧ યહોવા જાણે છે કે માણસોના વિચારો
સાવ નકામા છે.+
૧૨ હે યાહ, સુખી છે એ માણસ, જેને તમે સુધારો છો+
અને જેને તમારો નિયમ શીખવો છો,+
૧૩ જેથી આફતના દિવસોમાં તેને શાંતિ મળે,
હા, દુષ્ટ માટે ખાડો ન ખોદાય ત્યાં સુધી તેને શાંતિ મળે.+
૧૪ યહોવા પોતાના લોકોને તરછોડી દેશે નહિ,+
તે પોતાના લોકોને ત્યજી દેશે નહિ,+
૧૫ કેમ કે ફરી એક વાર સાચો ચુકાદો આપવામાં આવશે.
અને બધા નેક દિલ લોકો એ પ્રમાણે કરશે.
૧૬ મારા માટે દુષ્ટો વિરુદ્ધ કોણ ઊભો થશે?
મારા માટે ગુનેગારો વિરુદ્ધ કોણ ઊઠશે?
૧૭ જો યહોવાએ મને મદદ કરી ન હોત,
તો હું ક્યારનોય ધૂળભેગો થઈ ગયો હોત.+
૧૮ જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,”
ત્યારે હે યહોવા, તમારા અતૂટ પ્રેમે મને સાથ આપ્યો.+
૨૧ તેઓ સચ્ચાઈથી ચાલનાર પર જુલમ ગુજારે છે.+
તેઓ નિર્દોષને મોતની સજા ફટકારે છે.+
૨૨ પણ યહોવા મારા માટે સલામત આશરો* બનશે.
મારા ઈશ્વર મને આશરો આપનાર ખડક છે.+
૨૩ તે દુષ્ટોનાં કામોનો બદલો વાળી આપશે.+
તેઓનાં જ ખોટાં કામોથી તે તેઓનો નાશ કરશે.
યહોવા આપણા ઈશ્વર તેઓનો સર્વનાશ કરશે.+