યોએલ
૧ પથુએલના દીકરા યોએલને* યહોવાનો* આ સંદેશો મળ્યો:
૨ “હે વડીલો, તમે સાંભળો,
હે પૃથ્વીના રહેવાસીઓ, તમે કાન ધરો.
શું તમારા કે તમારા બાપદાદાઓના દિવસોમાં
ક્યારેય આવું કંઈક બન્યું છે?+
૪ ભરખી જનાર તીડોએ જે બાકી રાખ્યું હતું, એ ઝુંડમાં રહેતા તીડો ખાઈ ગયા,+
ઝુંડમાં રહેતા તીડોએ જે બાકી રાખ્યું હતું, એ પાંખ વગરના તીડો ખાઈ ગયા
અને પાંખ વગરના તીડોએ જે બાકી રાખ્યું હતું, એ ખૂંખાર તીડો ખાઈ ગયા.+
૫ હે દારૂડિયાઓ,+ તમે ઊઠો અને વિલાપ કરો!
દ્રાક્ષદારૂ પીનારાઓ, તમે શોક કરો,
કેમ કે નવો દ્રાક્ષદારૂ તમારા હોઠોથી દૂર કરવામાં આવ્યો છે.+
૬ મારા દેશ પર એક સેના ચઢી આવી છે, એ શક્તિશાળી છે, એના લોકો અસંખ્ય છે.+
એના દાંત સિંહના દાંત જેવા+ અને જડબાં સિંહનાં જડબાં જેવાં છે.
૭ એણે મારો દ્રાક્ષાવેલો નષ્ટ કરી દીધો છે, મારી અંજીરીનું બસ ઠૂંઠું જ રહેવા દીધું છે,
છાલ છોલીને ડાળીઓ સફેદ કરી દીધી છે
અને આમતેમ ફેંકી દીધી છે.
૯ યહોવાના મંદિરમાં હવે અનાજ-અર્પણ*+ કે દ્રાક્ષદારૂ-અર્પણ*+ કોઈ લાવતું નથી.
યહોવાની સેવા કરતા યાજકો શોક કરે છે.
૧૦ ખેતર ખેદાન-મેદાન થઈ ગયું છે, ધરતી નિસાસો નાખે છે,+
કેમ કે અનાજ સડી ગયું છે, નવો દ્રાક્ષદારૂ સુકાઈ ગયો છે અને તેલ ખૂટી ગયું છે.+
૧૧ ખેડૂતો નિરાશામાં ગરક થઈ ગયા છે,
દ્રાક્ષાવાડીના માળીઓ પોક મૂકીને રડે છે,
કેમ કે ઘઉં અને જવ નષ્ટ થઈ ગયાં છે
અને ખેતરનો ઊભો પાક નાશ પામ્યો છે.
૧૨ દ્રાક્ષાવેલો સુકાઈ ગયો છે,
અંજીરી કરમાઈ ગઈ છે.
દાડમ, ખજૂર, સફરજન
અને સીમનાં બધાં વૃક્ષો સુકાઈ ગયાં છે.+
લોકોની ખુશી શરમમાં ફેરવાઈ ગઈ છે.
૧૩ યાજકો, તમે કંતાન પહેરીને છાતી કૂટો.
વેદીએ* સેવા કરનારાઓ, તમે પોક મૂકીને રડો.+
મારા ઈશ્વરના સેવકો, તમે મંદિરમાં આવો અને કંતાન પહેરીને રાત વિતાવો,
કેમ કે તમારા ઈશ્વરના મંદિરમાં હવે અનાજ-અર્પણ+ કે દ્રાક્ષદારૂ-અર્પણ+ લાવનાર કોઈ નથી.
૧૪ ઉપવાસનો ઢંઢેરો પિટાવો,* ખાસ સંમેલન રાખો.+
બધા વડીલો અને પૃથ્વીના રહેવાસીઓને ભેગા કરો,
તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં તેઓને એકઠા કરો,+
મદદ માટે યહોવાને પોકાર કરો.
૧૫ અફસોસ! એ દિવસ ખૂબ ભયંકર હશે!
યહોવાનો દિવસ નજીક છે,+
એ દિવસ સર્વશક્તિમાન ઈશ્વર તરફથી વિનાશની જેમ આવી પડશે!
૧૬ શું આપણી નજર સામે આપણો ખોરાક છીનવાઈ નથી ગયો?
શું આપણા ઈશ્વરના મંદિરમાંથી આનંદ-ઉલ્લાસ લૂંટાઈ નથી ગયો?
૧૭ પાવડા નીચે બી* સુકાઈ ગયાં છે,
કોઠારો ખાલી પડ્યા છે.
વખારો તોડી પાડવામાં આવી છે, કેમ કે ખેતરનો પાક નિષ્ફળ ગયો છે.
૧૮ ઢોરઢાંક પણ કણસે છે!
ટોળાં આમતેમ ફાંફાં મારે છે, જરાય ઘાસચારો રહ્યો નથી!
ઘેટાંનાં ટોળાં પણ પાપની સજા ભોગવે છે.
૧૯ હે યહોવા, હું તમને પોકાર કરીશ,+
કેમ કે અગ્નિએ વેરાન પ્રદેશનો ઘાસચારો ભસ્મ કરી દીધો છે,
આગની જ્વાળાએ ખેતરનાં બધાં વૃક્ષો બાળી નાખ્યાં છે.
૨૦ અરે, જંગલી જાનવર પણ તમને હાંક મારે છે!
કેમ કે નદીઓ સુકાઈ ગઈ છે
અને અગ્નિએ વેરાન પ્રદેશનો ઘાસચારો ભસ્મ કરી દીધો છે.”