દાઉદનું ગીત.
૧૫ હે યહોવા, તમારા મંડપમાં કોણ મહેમાન બની શકે?
તમારા પવિત્ર પર્વત પર કોણ રહી શકે?+
૨ એવો માણસ જે નિર્દોષ રીતે ચાલે છે,+
જે ખરું હોય એ જ કરે છે,+
પોતાના દિલમાં પણ સાચું બોલે છે.+
૩ તે પોતાની જીભે નિંદા કરતો નથી,+
પોતાના પડોશીનું કંઈ જ બૂરું કરતો નથી+
અને પોતાના દોસ્તોને બદનામ કરતો નથી.+
૪ નીચ માણસોથી તે દૂર રહે છે,+
પણ યહોવાનો ડર રાખનારાઓને માન આપે છે.
તે વચન આપીને ફરી જતો નથી, પછી ભલેને પોતાનું નુકસાન થાય.+
૫ તે પોતાના પૈસા વ્યાજે આપતો નથી+
અને નિર્દોષને દોષિત ઠરાવવા લાંચ લેતો નથી.+
આવો માણસ હંમેશાં અડગ રહેશે.+