-
યશાયા ૩૩:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ એ માણસ જે સાચા માર્ગે ચાલતો રહે છે,+
જે સાચું બોલે છે,+
જે બેઈમાન બનતો નથી, દગો દેતો નથી,
જેના હાથ લાંચ લેવાની ના પાડે છે,+
હિંસાની વાતો સાંભળવી ન પડે માટે જે કાન બંધ કરે છે,
બૂરાઈ જોવી ન પડે માટે જે આંખો બંધ કરે છે.
૧૬ તે ઊંચાણમાં રહેશે.
ખડક પર બનેલા કિલ્લાઓ તેનો સલામત આશરો બનશે,
તેને રોટલી આપવામાં આવશે
અને તેના માટે પાણી કદી ખૂટશે નહિ.”+
-