ગીતશાસ્ત્ર
૩૩ હે નેક લોકો, યહોવાને લીધે આનંદથી પોકારો.+
સચ્ચાઈથી ચાલનારા લોકો તેમની સ્તુતિ કરે એ સારું છે.
૨ વીણા વગાડીને યહોવાનો આભાર માનો,
દસ તારવાળા વાજિંત્ર સાથે તેમની સ્તુતિનાં ગીતો ગાઓ.*
૩ તેમના માટે નવું ગીત ગાઓ.+
આનંદનો પોકાર કરતાં કરતાં પૂરા દિલથી વાજિંત્ર વગાડો.
૪ યહોવાના શબ્દો સાચા છે,+
તે જે કંઈ કરે છે એ ભરોસાપાત્ર છે.
૫ તે સચ્ચાઈ અને ન્યાય ચાહે છે.+
પૃથ્વી યહોવાના અતૂટ પ્રેમથી ભરપૂર છે.+
૭ બંધ બાંધ્યો હોય એમ તેમણે દરિયાનું પાણી રોકી રાખ્યું છે.+
ઊછળતાં મોજાઓને તેમણે કોઠારોમાં ભરી રાખ્યા છે.
૮ આખી પૃથ્વી યહોવાનો ડર રાખે.+
ધરતીના બધા લોકો તેમની આરાધના કરે.
૧૦ યહોવાએ દેશોના ઇરાદા ઊંધા વાળ્યા છે.+
તેમણે લોકોની યોજનાઓ પર પાણી ફેરવી દીધું છે.+
૧૧ યહોવાના નિર્ણયો સદા ટકી રહે છે.+
તેમના મનના વિચારો પેઢી દર પેઢી રહે છે.
૧૨ ધન્ય છે એ પ્રજાને જેના ઈશ્વર યહોવા છે!+
એ પ્રજાને તેમણે પોતાની અમાનત બનાવી છે.+
૧૩ યહોવા સ્વર્ગમાંથી નીચે જુએ છે.
તેમની નજર બધા મનુષ્યો પર છે.+
૧૪ તે પોતાના રહેઠાણમાંથી પૃથ્વીના રહેવાસીઓને ધ્યાનથી નિહાળે છે.
૧૫ સર્વ દિલોને ઘડનાર તે જ છે.
લોકોનાં કામોની પરખ કરનાર તે છે.+
૧૬ કોઈ રાજા મોટા લશ્કરને લીધે બચી જતો નથી.+
કોઈ શૂરવીર પુષ્કળ તાકાતના જોરે બચતો નથી.+
૧૭ જીતવા* માટે ઘોડા પર આશા રાખવી નકામી છે.+
તેનું મહાબળ કોઈને ઉગારી શકતું નથી.
૨૦ આપણે યહોવાની રાહ જોઈએ છીએ.
તે આપણને સહાય કરનાર અને આપણી ઢાલ છે.+
૨૧ આપણું દિલ તેમનામાં આનંદ કરે છે,
કેમ કે આપણને તેમના પવિત્ર નામ પર ભરોસો છે.+