કોલોસીઓને પત્ર
૨ હું ચાહું છું કે તમે જાણો કે તમારા લાભ માટે અને લાવદિકિયાનાં+ ભાઈ-બહેનોના લાભ માટે અને જેઓએ મને જોયો નથી, એ સર્વના લાભ માટે હું કેટલી સખત મહેનત કરું છું. ૨ મારી મહેનતનું કારણ એ છે કે, તેઓનાં હૃદયોને દિલાસો મળે+ અને તેઓ પ્રેમમાં એક થાય.+ આમ તેઓ એ આશીર્વાદો* મેળવે, જે ઈશ્વરના પવિત્ર રહસ્યના ખરા જ્ઞાનથી અને સાચી સમજણથી મળે છે. એ રહસ્ય તો ખ્રિસ્ત છે.+ ૩ સર્વ ડહાપણ અને જ્ઞાનનો ખજાનો ખ્રિસ્તમાં સંતાડી રાખવામાં આવ્યો છે.+ ૪ હું તમને આ જણાવું છું જેથી કોઈ તમને છેતરામણી વાતોથી* મૂર્ખ ન બનાવે. ૫ ભલે હું હાજર નથી, પણ મારું દિલ તમારી સાથે છે. તમારી સારી ગોઠવણ+ અને ખ્રિસ્તમાં તમારી મક્કમ શ્રદ્ધા+ જોઈને મને ઘણો આનંદ થાય છે.
૬ તમે આપણા માલિક ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા મૂકી છે, એટલે તેમના પગલે ચાલતા રહો. ૭ તમને શીખવવામાં આવ્યું છે તેમ, તેમનામાં મૂળ ઊંડાં ઉતારો, પ્રગતિ કરતા રહો+ અને શ્રદ્ધામાં સ્થિર થતા જાઓ.+ એટલું જ નહિ, શ્રદ્ધામાં ખૂબ મક્કમ બનો અને હંમેશાં ઈશ્વરનો આભાર માનો.+
૮ સાવધ રહો, કોઈ તમને ફિલસૂફી અને છેતરામણી વાતોથી* ફસાવે નહિ.*+ એ વાતો માણસોની માન્યતાઓ અને દુનિયાના વિચારો* પ્રમાણે છે, ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે નથી. ૯ કેમ કે ખ્રિસ્તમાં તો ઈશ્વરના બધા ગુણો વસે છે.+ ૧૦ એટલે તેમના દ્વારા તમે ભરપૂર થયા છો, જે બધી સરકારો અને સત્તાઓના આગેવાન* છે.+ ૧૧ તેમની સાથેના તમારા સંબંધને લીધે તમારી સુન્નત* થઈ. પણ એ સુન્નત માણસોના હાથથી નહિ, પણ પાપી શરીરની ઇચ્છાઓને ઉતારીને થઈ હતી.+ ખ્રિસ્તના સેવકોની એવી જ સુન્નત થવી જોઈએ.+ ૧૨ તમને ખ્રિસ્તના બાપ્તિસ્મામાં* તેમની સાથે દફનાવવામાં આવ્યા+ અને તેમની સાથેના સંબંધને લીધે તમને મરણમાંથી ઉઠાડવામાં પણ આવ્યા.+ કેમ કે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડનાર ઈશ્વરનાં શક્તિશાળી કામો પર તમને શ્રદ્ધા હતી.+
૧૩ વધુમાં, તમે તમારા અપરાધોને લીધે મરી ચૂક્યા હતા અને શરીરની સુન્નત વગરના હતા. છતાં ખ્રિસ્ત સાથે એકતામાં લાવવા ઈશ્વરે તમને જીવતા કર્યા.+ ઈશ્વરે દયા બતાવીને આપણા બધા અપરાધો માફ કર્યા+ ૧૪ અને એ લખાણ* ભૂંસી નાખ્યું,+ જેમાં આપણી વિરુદ્ધ નિયમો હતા.+ તેમણે એને વધસ્તંભ પર ખીલા મારીને આપણી સામેથી હટાવી દીધું.+ ૧૫ તેમણે વધસ્તંભ* દ્વારા સરકારો અને અધિકારીઓને ઉઘાડાં પાડ્યાં અને તેઓ હારેલા લોકો હોય એમ બધાની સામે તેઓનો તમાશો કર્યો.+ તેમણે વિજયકૂચ કરીને બતાવ્યું કે તેઓને હરાવવામાં આવ્યા છે.
૧૬ તેથી ખાવા-પીવા વિશે,+ તહેવાર કે ચાંદરાત*+ ઊજવવા વિશે કે સાબ્બાથ*+ પાળવા વિશે બીજો કોઈ માણસ તમારા માટે નિર્ણય ન લે. ૧૭ કેમ કે એ બધું તો આવનાર બાબતોનો પડછાયો છે,+ પણ હકીકત તો ખ્રિસ્ત છે.+ ૧૮ જે માણસ નમ્રતાનો ઢોંગ કરવામાં અને દૂતોની* ભક્તિ કરવામાં ખુશ થાય છે અને પોતે જોયેલા દર્શનને “પકડી રાખે છે,”* એવા માણસને તમારું ઇનામ છીનવી લેવા ન દો.+ તે પોતાના પાપી મનને લીધે કોઈ કારણ વગર ફુલાઈ જાય છે. ૧૯ તે શિરને* વળગી રહેતો નથી,+ જેના દ્વારા આખા શરીરનું પોષણ થાય છે અને સાંધા તથા સ્નાયુઓથી શરીર એકસાથે જોડાયેલું રહે છે. એ શિર દ્વારા જ શરીર વધતું જાય છે અને એ વૃદ્ધિ ઈશ્વર પાસેથી છે.+
૨૦ તમે દુનિયાના વિચારોનો*+ ત્યાગ કરીને ખ્રિસ્ત સાથે મરી ચૂક્યા છો. તો પછી તમે કેમ હજુ પણ દુનિયાનો ભાગ છો? તમે કેમ આવા નિયમો હજુ પાળો છો:+ ૨૧ “આને લેશો નહિ, એને ચાખશો નહિ, પેલું અડકશો નહિ”? ૨૨ આ નિયમો એવી વસ્તુઓ માટે છે, જેનો ઉપયોગ કર્યા પછી નાશ થઈ જાય છે. એ તો માણસોની આજ્ઞાઓ અને શિક્ષણ છે.+ ૨૩ આ નિયમો લોકોને પોતાની રીતે ભક્તિ કરવા, નમ્ર હોવાનો ડોળ કરવા અને પોતાના શરીરને હાનિ પહોંચાડવા ઉશ્કેરે છે.+ ભલે એ નિયમો ડહાપણભર્યા લાગે, પણ એનાથી પાપી શરીરની ઇચ્છાઓ સામે લડવા કોઈ મદદ મળતી નથી.