૧૪
કદી દુઃખના કાંટા નહિ ખૂંચે
૧. પ્રભુનું નગર ઝગમગી ઊઠ્યું
રાજાઓના રાજા બન્યા ઈસુ
લીધી છે તરવાર હાથમાં ઈસુએ
શેતાનને હરાવી દીધો તેમણે
(ટેક)
એ નગરીમાંથી વહેશે
પ્રેમની ધારા સદા માટે
કદી દુઃખના કાંટા નહિ ખૂંચે
મોતના ડંકા માથે નહિ વાગે
એ નગરી ધરતી પર રોશની લાવશે
સાચું સુખ હવે લાવશે
૨. પ્રભુની નગરી સોના-રૂપા જેવી
દેખાય છે એક સુંદર દુલહન જેવી
સજાયેલી છે સુંદર રત્નોથી
રાજા ઈસુને છે અતિ વ્હાલી
(ટેક)
એ નગરીમાંથી વહેશે
પ્રેમની ધારા સદા માટે
કદી દુઃખના કાંટા નહિ ખૂંચે
મોતના ડંકા માથે નહિ વાગે
એ નગરી ધરતી પર રોશની લાવશે
સાચું સુખ હવે લાવશે
૩. યહોવાની નગરીમાં નથી અંધેર
સુખ લાવવામાં નહિ કરે એ દેર
ચમકે એમાંથી સત્યનાં કિરણ
સૌના ચહેરા એ કરે રોશન
(ટેક)
એ નગરીમાંથી વહેશે
પ્રેમની ધારા સદા માટે
કદી દુઃખના કાંટા નહિ ખૂંચે
મોતના ડંકા માથે નહિ વાગે
એ નગરી ધરતી પર રોશની લાવશે
સાચું સુખ હવે લાવશે
(માથ. ૧૬:૩; પ્રકટી. ૧૨:૭-૯; ૨૧:૨૩-૨૫ પણ જુઓ.)