બૉક્સ ૧૩-ક
બે અલગ અલગ મંદિરથી શું શીખવા મળે છે?
હઝકિયેલે જોયેલું મંદિર
હઝકિયેલે એના વિશે બાબેલોનની ગુલામીમાં ગયેલા યહૂદીઓને જણાવ્યું
એમાં એક વેદી હતી, જેના પર ઘણાં બલિદાનો ચઢાવવામાં આવતાં હતાં
એનાથી જોવા મળે છે કે ભક્તિ માટે યહોવાનાં ધોરણો કેટલાં ઊંચાં છે
૧૯૧૯થી ફરી શરૂ થયેલી શુદ્ધ ભક્તિ પર એ આપણું ધ્યાન દોરે છે
પાઉલે જણાવેલું ભવ્ય મંદિર
પાઉલે એના વિશે હિબ્રૂ ભાઈ-બહેનોને જણાવ્યું
એમાં એક વેદી હતી, જેના પર “એક જ વાર અને હંમેશ માટે” એક જ બલિદાન ચઢાવવામાં આવ્યું હતું (હિબ્રૂ. ૧૦:૧૦)
એ ભક્તિ માટેની યહોવાની ગોઠવણ છે, જે ઈસુના બલિદાનના આધારે છે. મુલાકાતમંડપ અને યરૂશાલેમનાં બંને મંદિરો એ ગોઠવણને રજૂ કરતાં હતાં
૨૯-૩૩ની સાલ સુધી ઈસુએ પ્રમુખ યાજક તરીકે જે કામ કર્યું, એના પર એ આપણું ધ્યાન દોરે છે