શું તમને યાદ છે?
શું તમને ચોકીબુરજના તાજેતરના અંકો ગમ્યા હતા? એમ હોય તો, તમને નીચેના પ્રશ્નોના જવાબ આપવાનું ગમશે:
• દયા શું છે અને શા માટે ખ્રિસ્તીઓએ દયાળુ બનવું જોઈએ?
દયા એટલે સામેની વ્યક્તિના સંજોગો અને લાગણીને સમજીને, પૂરા દિલથી તેઓના દુઃખમાં સહભાગી થવું. ખ્રિસ્તીઓને અરજ કરવામાં આવી છે કે તેઓએ ‘બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં અને કરુણાળુ કે દયાળુ’ થવું જોઈએ. (૧ પીતર ૩:૮) યહોવાહ ખુદ દયાના સાગર છે, જે આપણા માટે સૌથી સારો દાખલો બેસાડે છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪; ઝખાર્યાહ ૨:૮) બીજાઓને દયા બતાવવામાં આપણે તેઓનું સાંભળવું જોઈએ અને તેઓનું ધ્યાન રાખીને ચિંતા બતાવવી જોઈએ.—૪/૧૫, પાન ૨૪-૬.
• સાચું સુખ મેળવવા, અપંગતાથી સાજા થતાં પહેલાં શા માટે આપણે પરમેશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવો જોઈએ?
આજે ઘણા તંદુરસ્ત લોકો દુઃખી જોવા મળે છે. જ્યારે બીજી બાજુ, ઘણા ખ્રિસ્તીઓ અપંગ હોવા છતાં, રાજી-ખુશીથી યહોવાહને ભજે છે. તેઓએ યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધ્યો હોવાથી, ભાવિમાં તેઓ પર આશીર્વાદનો વરસાદ વરસાવવામાં આવશે. અને ત્યારે તેઓ પૂરેપૂરા સાજા થઈ જશે.—૫/૧, પાન ૬-૭.
• શા માટે હેબ્રી ૧૨:૧૬માં એસાવના પાપને, વ્યભિચાર સાથે સરખાવવામાં આવ્યું છે?
બાઇબલ જણાવે છે કે એસાવનું વલણ ખરાબ હતું. તેણે યહોવાહની પવિત્ર બાબતોની કદર કરવાને બદલે, હમણાં જ જોઈતી હોય એવી વસ્તુઓ પર પોતાનું મન લગાડ્યું હતું. જો ખ્રિસ્તીઓ આજે એવું વલણ વિકસાવવા લાગે તો, તેઓ વ્યભિચાર જેવા પાપોમાં પડી જઈ શકે.—૫/૧, પાન ૧૦-૧૧.
• ટર્ટુલિયન કોણ હતો એને તે શાના માટે જાણીતો હતો?
આજથી લગભગ ૧૮૦૦ વર્ષ પહેલાં, ટર્ટુલિયન એક લેખક અને ધર્મશાસ્ત્રી હતો. તેણે કહેવાતા ખ્રિસ્તીઓના બચાવમાં ઘણા પુસ્તકો લખ્યા હતા, જેના કારણે તે જાણીતો છે. ખ્રિસ્તીઓને ટેકો આપતા, તે પોતે ફિલસૂફી અને મન ફાવે એવા વિચારો બોલવા લાગ્યો. એક વાર તેના આવા જ વિચારથી ત્રૈક્ય કે ત્રિમૂર્તિ જેવી જૂઠી ધાર્મિક માન્યતાઓ પ્રખ્યાત બની. પછી બધાને એ શીખવવામાં આવ્યું.—૫/૧૫, પાન ૨૯-૩૧.
• આપણું વર્તન ખરાબ હોય, કે રોગો અને મરણનો શિકાર બનીએ તો, શું એ જિન્સનો વાંક કહેવાય?
વૈજ્ઞાનિકો કહે છે કે જિન્સ આપણા વર્તનને ઘણી અસર કરે છે અને આપણા જિન્સમાં એવું કંઈક છે કે જેનાથી આપણને ઘણા રોગો થાય છે. પરંતુ, બાઇબલ સમજાવે છે કે માણસ ક્યાંથી આવ્યો, અને શા માટે આપણે બધા પાપી છીએ. મોટા થઈએ તેમ, આપણા જિન્સ આપણને અસર તો કરે જ છે. પરંતુ, આપણે કેવા સંજોગો અને લોકો વચ્ચે રહીએ છીએ એની પણ આપણા પર ઘણી અસર થાય છે.—૬/૧, પાન ૯-૧૧.
• ઇજીપ્તના ઑક્ઝઇન્ચસમાંથી મળી આવેલો પપાઈરસનો ટૂકડો કઈ રીતે પરમેશ્વરના નામ પર ભાર મૂકે છે?
ગ્રીકમાં અનુવાદ કરેલ અયૂબ ૪૨:૧૧, ૧૨મી કલમો ટાંકેલા આ સેપ્ટઆજીંટના ટૂકડામાં, ચાર હેબ્રી મૂળાક્ષરોમાં (ટેટ્રાગ્રમેટનમાં) પરમેશ્વરનું નામ જોવા મળે છે. આ વધુ સાબિતી આપે છે કે હેબ્રીમાં લખેલું પરમેશ્વરનું નામ, ગ્રીક શાસ્ત્રવચનોમાં પણ વાપરવામાં આવ્યું હતું.—૬/૧, પાન ૩૦.
• રૂમી રાજમાં થતી ગ્લેડીયેટરોની ખતરનાક લડાઈને આજે શેની સાથે સરખાવી શકાય?
થોડા સમય અગાઉ ઈટાલીમાં, રોમના કોલોસિયમ નામના સ્ટેડિયમમાં વિડીયો બતાવવામાં આવ્યો. એમાં આજની રમતોને, જેમ કે બળદ સાથે કુસ્તી, બૉક્સિંગની મુક્કામૂક્કી, મોટરો અને મોટર સાયકલની રેસ અને ખેલાડીઓ વચ્ચે મારામારીને પ્રાચીન ગ્લેડીયેટરોની લડાઈ સાથે સરખાવવામાં આવી. શરૂઆતના ખ્રિસ્તીઓ પૂરા દિલથી માનતા કે યહોવાહ હિંસાને અને હિંસા ઇચ્છતા લોકોને ધિક્કારે છે. તો શું આપણે પણ એમ જ ન વિચારવું જોઈએ? (ગીતશાસ્ત્ર ૧૧:૫)—૬/૧૫, પાન ૨૯.
• આપણે સારા શિક્ષકો બનવા મહેનત કરીએ તેમ, આપણે એઝરાના દાખલામાંથી શું શીખી શકીએ?
એઝરા ૭:૧૦માં અમુક બાબતો કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જે પ્રમાણે કરીને આપણે એઝરાને અનુસરી શકીએ. એ કલમ કહે છે કે “યહોવાહના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં, તથા ઈસ્રાએલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું.”—૭/૧, પાન ૨૦.
• કયા બે સંજોગોમાં ખ્રિસ્તી બહેનોએ તેમના માથે ઓઢવું જ જોઈએ?
એક તો કુટુંબમાં અને બીજું મંડળમાં અમુક સંજોગોમાં તેણે માથે ઓઢવું જોઈએ. જો તે બાળકો સાથે બાઇબલ અભ્યાસ ચલાવે કે પ્રાર્થના કરે અને તેનો વિધર્મી પતિ ત્યાં હાજર હોય ત્યારે, તેણે માથે ઓઢવું જોઈએ. એમ કરવાથી તે બતાવે છે કે તે શિરની જવાબદારીમાં માને છે. ખ્રિસ્તી બહેન મંડળમાં શિક્ષણ આપે કે પ્રાર્થના કરે ત્યારે તેણે ઓઢવું જોઈએ. આ રીતે માથે ઓઢીને તે બતાવે છે કે શાસ્ત્ર પ્રમાણે આગેવાની અને શિક્ષણ આપવાની જવાબદારી ફક્ત બાપ્તિસ્મા પામેલા ભાઈઓ માટે જ છે. (૧ કોરીંથી ૧૧:૩-૧૦)—૭/૧૫, પાન ૨૬-૭.
• ખ્રિસ્તીઓ શા માટે કહે છે કે યોગ એ ફક્ત કસરત નથી, પણ ખરેખર હાનિકારક છે?
યોગ કે ધ્યાન ધરવાનો મુખ્ય હેતુ, કોઈક મહાશક્તિ સાથે એકાકાર થઈ જવાનો છે. યોગ એવું શીખવે છે કે તમે ફક્ત એક બાબત પર જ તમારું ધ્યાન કેંદ્રિત કરો. પરંતુ, એ તો પરમેશ્વરના વિચારોથી તદ્દન અલગ છે. (રૂમીઓને પત્ર ૧૨:૧, ૨) યોગ કરવાથી વ્યક્તિ ભૂતપિશાચ કે મેલીવિદ્યાના જોખમમાં પડી શકે. (પુનર્નિયમ ૧૮:૧૦, ૧૧)—૮/૧, પાન ૨૦-૨.