યહોવાના સેવકો તરીકે આપણું જીવન
અનેક ભાષા બોલાતી હોય એવા વિસ્તારમાં પ્રચારમાં સહકાર આપીએ
લોકો પોતાની ભાષામાં ખુશખબર સાંભળે છે ત્યારે, એ તેઓના દિલને વધારે સ્પર્શી જાય છે. કદાચ એટલે જ યહોવાએ સાલ ૩૩માં પચાસમા દિવસે એક ગોઠવણ કરી હતી. “દરેક દેશમાંથી આવેલા ધાર્મિક યહુદીઓ” કદાચ યરૂશાલેમમાં બોલાતી હિબ્રૂ કે ગ્રીક ભાષા જાણતા હતા. તોપણ તેઓ “પોતપોતાની માતૃભાષા”માં ખુશખબર સાંભળે એવી યહોવાએ ગોઠવણ કરી. (પ્રેકા ૨:૫, ૮) આજે અમુક વિસ્તારોમાં અલગ અલગ ભાષાના લોકો રહે છે. ત્યાં અલગ અલગ ભાષાનાં મંડળો એક જ પ્રચાર વિસ્તારમાં કામ કરે છે. એવા સંજોગોમાં બની શકે કે અલગ અલગ મંડળનાં ભાઈ-બહેનો વારંવાર કે થોડા જ સમયમાં કોઈ એક ઘરે સંદેશો જણાવવા પહોંચી જાય. એનાથી ઘરમાલિક ગુસ્સે થઈ શકે છે. એવું ન થાય માટે ભાઈ-બહેનો શું કરી શકે?
સાથે મળીને નક્કી કરો (નીતિ ૧૫:૨૨): એ મંડળોના સેવા નિરીક્ષકોએ એકબીજા સાથે વાત કરવી જોઈએ. ખુશખબર સારી રીતે ફેલાવવા તેઓએ ભેગા મળીને બધાને માફક આવે એવી ગોઠવણ કરવી જોઈએ. તેઓ કદાચ નક્કી કરે કે, તમે બીજા મંડળની ભાષાનું ઘર છોડી દો. પણ બની શકે કે એ ભાષા બોલતા લોકો છૂટાછવાયા રહે છે. અથવા વિસ્તાર મોટો હોવાથી એ ભાષાનું મંડળ એને નિયમિત આવરી શકતું નથી. એવા કિસ્સામાં, મંડળ કદાચ તમને દરેક ઘરે સંદેશો જણાવવાનું અને એ ભાષાની કોઈ વ્યક્તિ રસ બતાવે તો મંડળને એની જાણ કરવાનું કહે. (od ૯૩ ¶૩૭) તેઓ કદાચ એવું પણ કહે કે, તેઓના મંડળની ભાષા બોલતા લોકોને શોધવા તમે તેઓને મદદ કરો, જેથી તેઓના સરનામાં એ મંડળની યાદીમાં આવી શકે. (km ૨/૧૪ ૫, બૉક્સ) એ પણ યાદ રાખો કે અમુક કિસ્સામાં એક જ ઘરમાં અનેક ભાષા બોલાતી હોય શકે. પ્રચાર વિસ્તારને આવરવા મંડળો વ્યક્તિની માહિતી એકબીજાને આપે ત્યારે, જે તે દેશના કાયદા-કાનૂનોના સુમેળમાં એ થવું જોઈએ.
સાથ-સહકાર આપો (એફે ૪:૧૬): તમારા સેવા નિરીક્ષકે આપેલા માર્ગદર્શન પ્રમાણે ચાલો. શું તમે એવી કોઈ વ્યક્તિનો બાઇબલ અભ્યાસ લો છો, જેની ભાષા તમારા મંડળની ભાષાથી અલગ હોય? જો તમે એ અભ્યાસને તેની માતૃભાષામાં હોય એવા નજીકના કોઈ મંડળ કે ગ્રૂપને સોંપી દેશો, તો વિદ્યાર્થી જલદી પ્રગતિ કરી શકશે.
તૈયારી કરો (નીતિ ૧૫:૨૮; ૧૬:૧): તમારા વિસ્તારમાં બીજી ભાષા બોલતી વ્યક્તિ ઘરે મળે, તો તેને ખુશખબર જણાવવા બનતું બધું કરો. એ માટે અગાઉથી તૈયારી કરો. વિચાર કરો કે તમારા પ્રચાર વિસ્તારમાં કઈ ભાષા બોલતા લોકો રહે છે. પછી, તમારા મોબાઇલ કે ટેબ્લેટમાં એ ભાષાનું બાઇબલ અને બીજા વીડિયો ડાઉનલોડ કરી શકો. તમે JW લેંગ્વેજ ઍપની મદદથી એ પણ શીખી શકો કે એ ભાષાઓમાં વ્યક્તિના ખબરઅંતર કઈ રીતે પૂછવા.