યહોવાના સેવકો તરીકે આપણું જીવન
દરેકને ખુશખબર જણાવવા માટેની ગોઠવણ
યહોવાએ ઇઝરાયેલીઓ માટે સરસ ગોઠવણ કરી હતી, જેથી તેઓ સાચી ભક્તિ કરી શકે. આજે પણ યહોવાએ અમુક ગોઠવણો કરી છે, જેથી તેમના લોકો ખુશખબર ફેલાવવાનું કામ કરી શકે. એ માટે દુનિયાભરમાં અનેક શાખા કચેરી, સરકીટ, મંડળ અને પ્રચાર સમૂહની ગોઠવણ કરવામાં આવી છે. આપણે બધા લોકોને ખુશખબર જણાવીએ છીએ, બીજી ભાષાના લોકોને પણ.—પ્રક ૧૪:૬, ૭.
શું તમે નવી ભાષા શીખી શકો? એમ કરીને તમે લોકોને બાઇબલ શીખવા મદદ કરી શકો છો. ભલે તમે બહુ સમય આપી શકતા ન હો, પણ JW લૅંગ્વેજ ઍપની મદદથી સાદી રજૂઆત શીખી શકો છો. તમે બીજી ભાષામાં કોઈને ખુશખબર જણાવશો તો, તમને પણ પ્રથમ સદીનાં ભાઈ-બહેનો જેવી ખુશી મળશે. તેઓએ બીજા દેશથી આવેલા લોકોને તેઓની ભાષામાં “ઈશ્વરના મહિમાવંત કાર્યો” વિશે જણાવ્યું ત્યારે, તેઓ દંગ રહી ગયા હતા.—પ્રેકા ૨:૭-૧૧.
યહોવાના દોસ્ત બનો—બીજી ભાષા બોલતા લોકોને સંદેશો જણાવીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
તમે ક્યારે JW લૅંગ્વેજ ઍપ વાપરી શકો?
એની અમુક ખાસિયતો કઈ છે?
તમારા પ્રચારવિસ્તારમાં કઈ ભાષાઓ બોલાય છે?
બીજી ભાષાની વ્યક્તિ ખુશખબરમાં રસ બતાવે ત્યારે શું કરવું જોઈએ?—od ૯૪ ¶૩૯-૪૧