સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બીજી ભાષા બોલતા લોકોને ઈશ્વરનો સંદેશો જણાવીએ
કેમ મહત્ત્વનું: યહોવા ચાહે છે કે ‘દરેક દેશના’ લોકો તેમની ભક્તિ કરે. (પ્રે.કૃ. ૧૦:૩૪, ૩૫) એટલે જ, ઈસુએ કહ્યું હતું કે રાજ્યની ખુશખબર “આખા જગતમાં” અને “સર્વ પ્રજાઓને” જણાવવી જોઈએ. (માથ. ૨૪:૧૪) ઝખાર્યાએ ભવિષ્યવાણી કરી હતી કે, ‘દરેક ભાષા બોલનારી પ્રજાઓ’ ઈશ્વરનો સંદેશો સાંભળશે. (ઝખા. ૮:૨૩) પ્રેરિત યોહાનને થયેલા દર્શન પ્રમાણે “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના” લોકો મોટી વિપત્તિમાંથી બચી જશે. (પ્રકટી. ૭:૯, ૧૩, ૧૪) એટલે, સેવાકાર્યમાં બીજી ભાષા બોલતા લોકો મળે ત્યારે, તેઓને ઈશ્વરનો સંદેશો જણાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ.
આ મહિને આમ કરો:
કુટુંબ તરીકે ભક્તિની સાંજે પ્રૅક્ટિસ કરો કે, બીજી ભાષા બોલતી વ્યક્તિને કઈ રીતે સાક્ષી આપી શકાય.