જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
મે ૪-૧૦
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૬-૩૭
“યુસફ ઈર્ષાનો શિકાર બને છે”
(ઉત્પત્તિ ૩૭:૩, ૪) હવે ઈસ્રાએલ તેના સર્વ દીકરાઓ કરતાં યુસફ પર વિશેષ પ્રીતિ કરતો હતો, કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો; અને તેણે તેને માટે એક રંગિત ઝભ્ભો સિવડાવ્યો હતો. ૪ અને તેના ભાઈઓએ જોયું કે તેઓનો બાપ તેના સર્વ ભાઈઓ કરતાં તેના પર વિશેષ પ્રીતિ કરે છે; અને તેઓ તેનો દ્વેષ કરતા, ને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા.
w૧૪-E ૮/૧ ૧૨-૧૩
‘મેં સપનામાં જે જોયું એ સાંભળો’
બાઇબલ જણાવે છે: ‘યુસફના ભાઈઓએ જોયું કે તેઓના પિતા તેના સર્વ ભાઈઓ કરતાં તેના પર વિશેષ પ્રીતિ કરે છે; અને તેઓ તેનો દ્વેષ કરતા, ને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા.’ (ઉત્પત્તિ ૩૭: ૪) તેઓની ઈર્ષા સમજી શકાય. પણ તેઓએ દિલમાં ઈર્ષા ભરી રાખવાની ન હતી. (નીતિવચનો ૧૪:૩૦; ૨૭:૪) કોઈને વધારે માન-સન્માન મળે ત્યારે શું તમને પણ ઈર્ષા થાય છે કે, ‘મને એવું સન્માન કેમ ન મળ્યું?’ યુસફના ભાઈઓનો વિચાર કરો. ઈર્ષાને લીધે તેઓ એવા ખોટાં કામો કરી બેઠા જેનો તેઓને પાછળથી ખૂબ પસ્તાવો થયો. તેઓના દાખલા પરથી આપણને શીખવા મળે છે કે “આનંદ કરનારાઓની સાથે આનંદ” કરવામાં જ સમજદારી છે.—રોમનો ૧૨:૧૫.
યુસફને ખબર હશે કે તેમના ભાઈઓ તેમની ઈર્ષા કરે છે. એટલે શું યુસફ તેમનો સુંદર ઝભ્ભો પોતાના ભાઈઓથી સંતાડી રાખતા હતા? કદાચ તેમને એવો વિચાર આવ્યો હોય શકે. પણ યાકૂબ યુસફને ખૂબ પ્રેમ કરતા હતા. તેથી તે ચાહતા હતા કે તેમણે આપેલો ઝભ્ભો યુસફ હંમેશા પહેરે. યુસફ પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવા ચાહતા હતા. એટલે, તે હંમેશા એ ઝભ્ભો પહેરતા. આપણે તેમના દાખલામાંથી ઘણું શીખી શકીએ. આપણા પિતા યહોવા કદી પક્ષપાત કરતા નથી. તેમ છતાં, ક્યારેક તે અમુક વફાદાર સેવકોને કોઈ ખાસ કામ માટે પસંદ કરે છે. અને તેમને કૃપા બતાવે છે. એટલું જ નહિ, યહોવા ચાહે છે કે તેઓ આ ભ્રષ્ટ અને અનૈતિક જગતથી દૂર રહે. યુસફ પોતાના ખાસ ઝભ્ભાને લીધે અલગ દેખાતા હતા. એવી જ રીતે, આજે યહોવાના ભક્તો પોતાના સારા વલણને લીધે દુનિયાના લોકોથી અલગ તરી આવે છે. એના લીધે કદાચ લોકો તેઓને નફરત કરે અને તેઓ સાથે ખરાબ રીતે વર્તે. (૧ પીતર ૪:૪) શું એના લીધે યહોવાના ભક્તોએ પોતાની ઓળખ છુપાવવી જોઈએ? ના, જરાય નહિ. યુસફે પણ પોતાનો ઝભ્ભો ક્યારેય છુપાવ્યો ન હતો.—લુક ૧૧:૩૩.
(ઉત્પત્તિ ૩૭:૫-૯) અને યુસફને સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહી સંભળાવ્યું; અને તેઓ તેના પર વત્તો દ્વેષ કરતા હતા. ૬ અને તેણે તેઓને કહ્યું, કે આ સ્વપ્નમાં મેં જે દીઠું છે તે સાંભળો: ૭ જુઓ, આપણે ખેતરમાં પૂળીઓ બાંધતા હતા, ને જુઓ, મારી પૂળી ઊઠીને ઊભી રહી; અને જુઓ, તમારી પૂળીઓ ચારેગમ ઊભી રહી, ને મારી પૂળીની આગળ નમી. ૮ તેના ભાઈઓએ તેને કહ્યું, શું તું ખચીત અમારા પર સત્તા ચલાવશે? ૯ અને ફરી તેને બીજું સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહ્યું ને બોલ્યો, જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું; અને જુઓ, સૂર્ય તથા ચંદ્ર તથા અગિયાર તારા મારી આગળ નમ્યા.
(ઉત્પત્તિ ૩૭:૧૧) અને તેના ભાઈઓએ તેના પર અદેખાઇ કરી; પણ તેના બાપે તે વાત મનમાં રાખી.
w૧૪-E ૮/૧ ૧૩ ¶૨-૪
‘મેં સપનામાં જે જોયું એ સાંભળો’
યુસફે જોયેલા સપનાં યહોવા ઈશ્વર તરફથી હતાં. એ સપનાંમાં તો ભવિષ્યવાણીઓ હતી. ઈશ્વરની ઇચ્છા હતી કે યુસફ એ સપનાંમાં મળેલો સંદેશો બીજાઓને જણાવે. એક રીતે યુસફે એમ જ કર્યું. તેમના પછી આવનાર પ્રબોધકોએ પણ એમ જ કર્યું હતું. તેઓએ બેવફા લોકોને ઈશ્વરના સંદેશા અને ન્યાયચુકાદા સંભળાવ્યા હતા.
યુસફે સમજી-વિચારીને તેમના ભાઈઓ સાથે વાત કરી: ‘મેં જે સપનું જોયું છે તે સાંભળો.’ એ સપનાની વાત તેમના ભાઈઓને જરાય ન ગમી. તેઓએ કહ્યું: ‘શું તું સાચે અમારા પર સત્તા ચલાવશે? શું તું ખરેખર અમારો ધણી થશે?’ બાઇબલ આગળ જણાવે છે: ‘તેઓ તેનાં સપનાંને લીધે તથા તેની વાતને લીધે તેના પર વધારે નફરત કરવા લાગ્યા.’ યુસફે બીજું સપનું તેમના પિતા અને ભાઈઓને જણાવ્યું. આ વખતે પણ તેઓનું વલણ સારું ન હતું. અહેવાલ જણાવે છે: ‘તેના પિતાએ તેને ધમકાવ્યો, ને તેને કહ્યું, “જે સપનું તને આવ્યું તે શું છે? તારી આગળ ભૂમિ સુધી નમવાને હું તથા તારી મા તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?”’ જોકે યાકૂબે આ વાત મનમાં રાખી. એવું બની શકે કે યહોવા યુસફ સાથે વાત કરી રહ્યા હતા?—ઉત્પત્તિ ૩૭:૬, ૮, ૧૦, ૧૧.
ઘણી વાર ભવિષ્યવાણીનો સંદેશો લોકપ્રિય નથી હોતો. અરે, એનાથી સતાવણી પણ થતી. એવો સંદેશા જણાવવામાં યુસફ પહેલા કે છેલ્લા ન હતા. એવો સંદેશો જણાવવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો હતો. તેમણે શિષ્યોને કહ્યું: ‘જો તેઓએ મારી સતાવણી કરી, તો તેઓ તમારી સતાવણી પણ કરશે.’ (યોહાન ૧૫:૨૦) યુવાન યુસફની શ્રદ્ધા અને હિંમતથી બધી ઉંમરના ઈશ્વરભક્તોને ઘણું શીખવા મળે છે.
(ઉત્પત્તિ ૩૭:૨૩, ૨૪) અને એમ થયું, કે યુસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે યુસફનો ઝભ્ભો, એટલે જે રંગિત ઝભ્ભો તેના અંગ પર હતો, તે તેઓએ ઉતારી લીધો; ૨૪ અને તેઓએ તેને પકડ્યો, ને તેને ખાડામાં નાખી દીધો; તે ખાડો ખાલી હતો, ને તેમાં પણી નહોતું.
(ઉત્પત્તિ ૩૭:૨૮) અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા; અને તેઓએ યુસફને ખાડામાંથી ખેંચી કાઢ્યો, ને તેઓએ વીસ રૂપિયે યુસફને ઇશ્માએલીઓને વેચી દીધો. અને તેઓ યુસફને મિસરમાં લઈ ગયા.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૩૬:૧) અને એસાવ (એટલે અદોમ)ની વંશાવળી આ છે.
it-૧-E ૬૭૮
અદોમ
(અદોમ) [લાલ], અદોમીઓ.
યાકૂબના જોડિયા ભાઈ એસાવનું બીજું પણ એક નામ હતું, અદોમ. (ઉત ૩૬:૧) લાલ શાક માટે તેણે પ્રથમ જન્મેલા દીકરા તરીકેનો પોતાનો હક વેચી દીધો હતો. એ માટે તેને એ નામ મળ્યું હતું. (ઉત ૨૫:૩૦-૩૪) અહેવાલ જણાવે છે કે, એસાવનો જન્મ થયો ત્યારે તે એકદમ લાલ દેખાતો હતો. (ઉત ૨૫:૨૫) એસાવ અને તેના વંશજો જ્યાં રહેવા ગયા, ત્યાંની જમીન અને પથ્થરો પણ લાલ રંગના જ હતા.
(ઉત્પત્તિ ૩૭:૨૯-૩૨) અને રેઉબેન ખાડાની પાસે પાછો આવ્યો; અને જુઓ, યુસફ તો ખાડામાં નહોતો; અને તેણે પોતાનાં લૂગડાં ફાડ્યાં. ૩૦ અને તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, છોકરો તો નથી; અને હું ક્યાં જઉં? ૩૧ અને તેઓએ યુસફનો ઝભ્ભો લીધો, ને એક બકરું કાપીને તેના રક્તમાં તે ઝભ્ભો બોળ્યો; ૩૨ અને તેઓએ તે રંગિત ઝભ્ભો તેમના બાપની પાસે મોકલાવીને કહ્યું, આ અમને જડ્યો છે; તે તારા દીકરાનો ઝભ્ભો છે કે નહિ એ તું ઓળખી લેજે.
it-૧-E ૫૬૧-૫૬૨
સંભાળ
જો કોઈ ઘેટાંપાળક કે ભરવાડ બીજાના જાનવરોની દેખરેખ રાખવાની જવાબદારી લે, તો એ એક કાનૂની કબૂલાત ગણાતી. જવાબદારી લેનાર વ્યક્તિ જાનવરોના માલિકને ખાતરી આપતો કે તે તેના જાનવરોની સંભાળ રાખશે. પણ જો એમ ન કરે અથવા જાનવર ચોરાઈ જાય તો માલિકને ભરપાઈ કરી આપશે. આવી જવાબદારીની પણ એક હદ હતી. કોઈ એવા અણધાર્યા સંજોગો ઊભા થાય જેમાં જાનવરને બચાવવું વ્યક્તિના ગજા બહારની વાત હોય ત્યારે સંભાળ રાખનાર નિર્દોષ ગણાતો. જેમ કે, હિંસક પ્રાણી તેના જાનવરને ફાડી ખાય તો તે કંઈ ના કરી શકે. પણ સંભાળ રાખનારે એ જવાબદારીથી મુક્ત થવા ફાડી ખાધેલા જાનવરનો કોઈ પુરાવો રજૂ કરવો પડતો. માલિક એ પુરાવો તપાસીને સંભાળ રાખનારને નિર્દોષ જાહેર કરતો.
સામાન્ય રીતે આ સિદ્ધાંત એવી દરેક બાબતમાં લાગુ પડતો જેની વ્યક્તિએ સંભાળ રાખવાની જવાબદારી લીધી હોય. અરે, એ સિદ્ધાંત કુટુંબમાં પણ લાગુ પડતો. દાખલા તરીકે, સૌથી મોટો ભાઈ કાનૂની રીતે નાના ભાઈ-બહેનોની સંભાળ રાખનાર ગણાતો. એનાથી આપણે રૂબેનની લાગણી સમજી શકીએ છીએ. કારણ કે, મોટા ભાઈ તરીકે તેની જવાબદારી હતી કે તે યુસફની સંભાળ રાખે. ઉત્પત્તિ ૩૭:૧૮-૩૦માં જોવા મળે છે કે બીજા ભાઈઓએ યુસફને મારી નાખવાની વાત કરી. ત્યારે રૂબેને કહ્યું: ‘આપણે તેનો જીવ ન લેવો. તેનું રક્ત ન વહેવડાવો. અને તેના પર હાથ ન નાખો.’ યુસફે પોતાના ભાઈઓના હાથમાંથી છોડાવીને પિતાને સોંપવા સારું રૂબેને આમ કર્યું હતું. યુસફને ખાડામાં ન જોયો ત્યારે રૂબેનને એટલી બધી ચિંતા થઈ કે “તેણે પોતાના લૂગડાં ફાડયાં” અને કહ્યું: “છોકરો તો નથી. અને હું ક્યાં જઉં?” તે જાણતો હતો કે પોતે યુસફ માટે જવાબદાર છે. એ જવાબદારીમાંથી છટકવા તેના ભાઈઓએ ચાલાકી વાપરી. તેઓ બતાવવા ચાહતા હતા કે યુસફને જંગલી જાનવરે મારી નાખ્યો છે. એ માટે તેઓએ યુસફના ખાસ ઝભ્ભાને બકરાના લોહીમાં બોળ્યો. પછી તેઓએ પોતાના પિતા અને કુટુંબના ન્યાયાધીશ એટલે કે યાકૂબને લોહીમાં બોળેલો યુસફનો ઝભ્ભો પુરાવા તરીકે બતાવ્યો. આ પુરાવાથી યાકૂબે માન્યું કે કોઈ જાનવરે યુસફને ફાડી ખાધો છે. આમ, રૂબેન પોતાની જવાબદારીમાંથી મુક્ત થયો.—ઉત ૩૭:૩૧-૩૩.
બાઇબલ વાંચન
મે ૧૧-૧૭
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૮-૩૯
“યહોવાએ યુસફનો સાથ કદી ન છોડ્યો”
(ઉત્પત્તિ ૩૯:૧) અને તેઓએ યુસફને મિસરમાં આણ્યો; અને ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને ઊતરી ગયા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારૂનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો.
w૧૪-E ૧૧/૧ ૧૨ ¶૪-૫
‘હું આવું મોટું પાપ કેવી રીતે કરી શકું?’
‘ઇશ્માએલીઓ યુસફને ઇજિપ્તમાં લઈ આવ્યા; અને તેમને ઇજિપ્તના પોટીફાર નામના માણસને વેચી દીધા. તે ફારૂનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો.’ (ઉત્પત્તિ ૩૯:૧) બાઇબલના આ અહેવાલની કલ્પના કરો. યુવાન યુસફને બે વાર વેચી દેવામાં આવ્યા હતા. તેમને કેટલું ખરાબ લાગ્યું હશે. જાણે તે કોઈ મામૂલી વસ્તુ હોય! જરા વિચારો, યુસફ તેમના નવા માલિક, ઇજિપ્તના એક પ્રધાનની પાછળ પાછળ ચાલી રહ્યા છે. એ શોર બકોરવાળા શહેરના બજારોની ખીચોખીચ વસ્તીવાળી ગલીઓમાં થઈને તેમના નવા ઘર તરફ જઈ રહ્યા છે.
યુસફનું નવું ઘર તેમના જૂના ઘરથી સાવ અલગ હતું. યુસફનું કુટુંબ તો તંબુઓમાં રહેતું, ઘેટા-બકરાની સંભાળ રાખતું, વારંવાર એકથી બીજી જગ્યાએ રહેવા જતું. એ હતું યુસફનું ઘર. પણ અહીં ઇજિપ્તમાં પોટીફાર જેવા ધનવાન લોકો રાચરચીલાવાળા ઘરોમાં રહેતા. પુરાતત્ત્વશાસ્ત્રીઓ જણાવે છે કે જૂના જમાનામાં ઇજિપ્તના લોકોના ઘરોમાં આવી સગવડો હતી: લીલાંછમ બગીચા, એને ફરતી દીવાલ, છાંયડો આપે એવા ઝાડ અને નેતર જેવા છોડ, કમળ અને પાણીમાં ઊગતા બીજા છોડ માટે તળાવ હતું. અમુક ઘરમાં તો મોટા મોટા બગીચા હતા. ઠંડા પવનનો આનંદ માણવા મોટું આંગણું હતું. હવાની અવરજવર માટે ઊંચી જગ્યાએ બારીઓ હતી. એ ઘરોમાં ઘણા રૂમો હતા. જમવાના અલગ રૂમ. અરે, નોકરોને રહેવા માટે પણ રૂમ હતા.
(ઉત્પત્તિ ૩૯:૧૨-૧૪) ત્યારે તેણે તેનું વસ્ત્ર પકડ્યું, ને કહ્યું, મારી સાથે સૂ; પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં મૂકી દઈને નાઠો, ને બહાર નીકળી ગયો. ૧૩ અને એમ થયું, કે જ્યારે તેણે જોયું કે તે પોતાનું વસ્ત્ર મારા હાથમાં મૂકી દઈને બહાર નાસી ગયો છે, ૧૪ ત્યારે તેણે પોતાના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, જુઓ, આપણું અપમાન કરવાને તેણે આ હેબ્રી માણસને આપણી પાસે આણ્યો છે; અને તે મારી સાથે સૂવાને મારી પાસે આવ્યો, ને મેં મોટે સાદે બૂમ પાડી;
(ઉત્પત્તિ ૩૯:૨૦) અને યુસફના શેઠે તેને પકડ્યો, ને જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા, તે કેદખાનામાં તેણે તેને નાખ્યો; અને તે ત્યાં કેદખાનામાં રહ્યો.
w૧૪-E ૧૧/૧ ૧૪-૧૫
‘હું આવું મોટું પાપ કેવી રીતે કરી શકું?’
એ સમયના ઇજિપ્તના કેદખાના વિશે આપણે બહુ જાણતા નથી. પુરાતત્ત્વશાસ્ત્રીઓને કેદખાના જેવી જગ્યાના ખંડેર મળ્યા છે. એ કેદખાનાની દીવાલો ઘણી મજબૂત હતી. એ ભોંયરા જેવું હતું. એમાં નાની નાની ઓરડીઓ હતી. આ જગ્યા વિશે જણાવતી વખતે યુસફ “તુરંગ” શબ્દ વાપરે છે. એનો અર્થ થાય, ખાડો કે ટાંકી જેવી જગ્યા. એ બતાવે છે કે ત્યાં અંધારું જ રહેતું અને છટકવું અશક્ય હતું. (ઉત્પત્તિ ૪૦:૧૫) ગીતશાસ્ત્રના પુસ્તકમાં જાણવા મળે છે યુસફને એનાથી વધારે પીડા સહન કરવી પડી હતી. તેને લોખંડની સાંકળોથી બાંધવામાં આવ્યો હતો. ‘તેના પગોમાં બેડીઓ પહેરાવવામાં આવી હતી.’ (ગીતશાસ્ત્ર ૧૦૫:૧૭, ૧૮) ઇજિપ્તના લોકો કેદીઓને કાબૂમાં રાખવા તેમના હાથ પીઠ પાછળ કોણી પાસેથી બાંધતા. અમુક લોકો કેદીઓના ગળે લોઢાનો પટ્ટો બાંધતા. આવા ક્રૂર વર્તનથી યુસફને કેટલું દુઃખ થયું હશે. યુસફે તો એવું કંઈ કર્યું ન હતું કે તેમને આવી સજા ભોગવવી પડે!
આ કોઈ એકાદ બે દિવસની વાત ન હતી. બાઇબલ કહે છે કે યુસફ ‘કેદખાનામાં જ રહ્યો.’ તેમણે આવી ખરાબ જગ્યામાં ઘણાં વર્ષો કાઢ્યા! તે તો જાણતા પણ ન હતા કે તેમને છોડવામાં આવશે કે નહિ. ધીરે ધીરે દિવસો, અઠવાડિયાઓ અને મહિનાઓ વીતવા લાગ્યા. યુસફ કઈ રીતે નિરાશામાંથી બહાર આવી શક્યા હશે?
આ અહેવાલમાંથી આશ્વાસન મળે છે, જે કહે છે: ‘યહોવા યુસફની સાથે હતા, ને તેમણે તેના પર દયા કરી.’ (ઉત્પત્તિ ૩૯:૨૧) યહોવાના પ્રેમને પોતાના સેવકો સુધી પહોંચતા કોઈ રોકી શકતું નથી. ભલે પછી એ કેદની દીવાલો હોય, સાંકળો હોય કે અંધારી કોટડીઓ હોય. (રોમનો ૮:૩૮, ૩૯) યુસફે ચોક્કસ પ્રેમાળ પિતા યહોવાની આગળ પ્રાર્થનામાં પોતાની લાગણીઓ ઠાલવી હશે. અને તેમને જે શાંતિ અને રાહત મળી હશે તે “દિલાસો આપનાર ઈશ્વર” જ આપી શકે છે. (૨ કોરીંથીઓ ૧:૩, ૪; ફિલિપીઓ ૪:૬, ૭) યહોવાએ યુસફ માટે બીજું શું કર્યું? અહેવાલ જણાવે છે કે યહોવાએ યુસફને “કેદખાનાના દરોગાની દૃષ્ટિમાં કૃપા પમાડી.”
(ઉત્પત્તિ ૩૯:૨૧-૨૩) પણ યહોવા યુસફની સાથે હતો, ને તેણે તેના પર દયા કરી, ને તેને કેદખાનાના દરોગાની દૃષ્ટિમાં કૃપા પમાડી. ૨૨ અને જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને દરોગાએ યુસફના હાથમાં સોંપ્યા; અને ત્યાં જે કામ તેઓ કરતા તેનો કરાવનાર તે જ હતો. ૨૩ અને કેદખાનાનો દરોગો તેને સોંપેલા કોઈ પણ કામ પર દેખરેખ રાખતો નહોતો, કેમ કે યહોવા તેની સાથે હતો; અને તે જે કંઈ કામ કરતો તેમાં યહોવા તેને ફતેહ પમાડતો.
w૧૪-E ૧૧/૧ ૧૫ ¶૨
‘હું આવું મોટું પાપ કેવી રીતે કરી શકું?’
આ અહેવાલમાંથી આશ્વાસન મળે છે, જે કહે છે: ‘યહોવા યુસફની સાથે હતા, ને તેમણે તેના પર દયા કરી.’ (ઉત્પત્તિ ૩૯:૨૧) યહોવાના પ્રેમને પોતાના સેવકો સુધી પહોંચતા કોઈ રોકી શકતું નથી. ભલે પછી એ કેદની દીવાલો હોય, સાંકળો હોય કે અંધારી કોટડીઓ હોય. (રોમનો ૮:૩૮, ૩૯) યુસફે ચોક્કસ પ્રેમાળ પિતા યહોવાની આગળ પ્રાર્થનામાં પોતાની લાગણીઓ ઠાલવી હશે. અને તેમને જે શાંતિ અને રાહત મળી હશે તે “દિલાસો આપનાર ઈશ્વર” જ આપી શકે છે. (૨ કોરીંથીઓ ૧:૩, ૪; ફિલિપીઓ ૪:૬, ૭) યહોવાએ યુસફ માટે બીજું શું કર્યું? અહેવાલ જણાવે છે કે યહોવાએ યુસફને “કેદખાનાના દરોગાની દૃષ્ટિમાં કૃપા પમાડી.”
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૩૮:૯, ૧૦) અને ઓનાને જાણ્યું કે સંતાન મારું ગણાશે નહિ; અને એમ થયું, કે જ્યારે તે તેની ભાભીની પાસે ગયો, ત્યારે તેણે પોતાના ભાઈને સંતાન ન આપવાને તે ભૂમિ પર પાડ્યું. ૧૦ અને તેણે જે કર્યું તે યહોવાની દૃષ્ટિમાં ભૂંડું હતું; તેથી તેણે તેને પણ મારી નાખ્યો.
it-૨-E ૫૫૫
ઓનાન
(ઓનાન) [જેનો મૂળ અર્થ થાય “ઉત્પન કરવાની તાકાત; અજોડ શક્તિ”].
તે યહુદાનો બીજા નંબરનો દીકરો હતો, જે તેને શૂઆ નામના કનાની માણસની દીકરીથી થયો હતો. (ઉત ૩૮:૨-૪; ૧કા ૨:૩) ઓનાનના મોટા ભાઈનું નામ એર હતું. તેને કોઈ બાળક ન હતું. તેણે યહોવાની નજરમાં કંઈક ખોટું કામ કર્યું હોવાથી ઈશ્વરે તેને મારી નાખ્યો. પછી યહુદાએ તેના પ્રથમ જન્મેલા દીકરા ઓનાનને કહ્યું, કે તે તેના ભાઈ એરની વિધવા પત્ની સાથે લગ્ન કરે. પછી તે છોકરાને જન્મ આપે તો, એ ઓનાનના કુટુંબનો નહિ પણ એરના કુટુંબનો ગણાય. એ છોકરો એરનો વારસદાર થાય અને તેને પ્રથમ જન્મેલાનો વારસો મળે. પણ જો એરને વારસદાર ન જન્મે તો પ્રથમ જન્મેલાનો વારસો ઓનાનને મળે. એટલે, ઓનાન પોતાના ભાઈની પત્ની તામાર સાથે સંબંધ બાંધતી વખતે, વીર્ય તેને આપવાને બદલે જમીન પર પાડી નાખતો. એવું ન હતું કે ઓનાન હસ્તમૈથુન કરીને એમ કરતો હતો. અહેવાલ જણાવે છે કે તે પોતાના ભાઈની પત્ની સાથે ‘સંબંધ બાંધતી વખતે, વીર્ય જમીન પર પાડી નાખતો.’ એ બતાવે છે કે સંબંધ બાંધતી વખતે તે જાણીજોઈને તામારની યોનીમાં વીર્ય જવા દેતો નહિ. આમ, તે હસ્તમૈથુનથી નહિ, પણ જાતીય સંબંધ બાંધતી વખતે વીર્ય જમીન પર પાડી નાખતો. ઓનાને પોતાના સ્વાર્થને લીધે પિતાની આજ્ઞા ન માની અને લગ્નની ગોઠવણ સામે આ રીતે પાપ કર્યું. એટલે, તે પણ સંતાન વગરનો રહ્યો ને યહોવાએ તેને મારી નાખ્યો.—ઉત ૩૮:૬-૧૦; ૪૬:૧૨; ગણ ૨૬:૧૯.
(ઉત્પત્તિ ૩૮:૧૫-૧૮) અને યહુદાહે તેને જોઈ, ત્યારે તેને વેશ્યા જાણી; કેમ કે તેણે પોતાનું મુખ ઢાંક્યું હતું. ૧૬ અને માર્ગની બાજુએ વળીને તે તેની પાસે ગયો, ને કહ્યું, હવે મને તારી પાસે આવવા દે; કેમ કે એ મારી પુત્રવધૂ છે એમ તે જાણતો નહોતો. અને તે બોલી, મારી પાસે આવવા માટે તું મને શું આપીશ? ૧૭ અને તેણે કહ્યું, ટોળામાંથી બકરીનું એક બચ્ચું હું તારી પાસે મોકલીશ. અને તેણે કહ્યું, તું મોકલે ત્યાં સુધી તું મને હડપ આપીશ? ૧૮ અને તેણે તેને કહ્યું, શી હડપ આપું? તેણે કહ્યું, તારી મુદ્રા તથા તારો અછોડો તથા તારા હાથમાંની કાઠી. અને તેણે તે આપ્યાં, ને તે તેની પાસે ગયો, ને તેનાથી તે ગર્ભવતી થઈ.
વાચકો તરફથી પ્રશ્નો
યહુદાહે અમુક મોટી ભૂલો કરી હતી. એક તો વચન પ્રમાણે શેલાહ અને તામારના લગ્ન કરાવ્યા નહિ. બીજું કે, તેમણે યહોવાહનો નિયમ ભંગ કર્યો અને પોતાની પત્ની ન હતી, એવી સ્ત્રી સાથે શરીર સંબંધ બાંધ્યો. (ઉત્પત્તિ ૨:૨૪) પરંતુ, યહુદાહે ખરેખર વેશ્યા સાથે પાપ કર્યું ન હતું. હકીકતમાં તેમણે શેલાહના બદલે દિયરવટાની ફરજ બજાવી હતી.
વળી તામાર પણ વેશ્યા ન હતી, કેમ કે તેના જોડિયા બાળકો પેરેસ અને ઝેરાહને પાપનું ફળ ગણવામાં ન આવ્યા. વર્ષો બાદ બોઆઝ અને રૂથે દિયરવટાના રિવાજ પ્રમાણે લગ્ન કર્યા ત્યારે, બેથલેહેમના વડીલોએ આશીર્વાદ આપતા કહ્યું: “આ જુવાન સ્ત્રીથી યહોવાહ તને જે ફરજંદ આપશે, તેથી તારૂં ઘર યહુદાહથી તામારને પેટે થએલા પેરેસના ઘર જેવું થાઓ.” (રૂથ ૪:૧૨) વળી, ઈસુ પેરેસના કુટુંબમાંથી આવ્યા હતા.—માત્થી ૧:૧-૩; લુક ૩:૨૩-૩૩.
બાઇબલ વાંચન
મે ૧૮-૨૪
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૪૦-૪૧
“યહોવા યુસફને છોડાવે છે”
(ઉત્પત્તિ ૪૧:૯-૧૩) અને મુખ્ય પાત્રવાહકે ફારૂનને કહ્યું, આજ મને મારો અપરાધ યાદ આવે છે. ૧૦ ફારૂનને પોતાના દાસો પર ક્રોધ ચઢ્યો હતો, ને મને તથા મુખ્ય ભઠિયારાને તુરંગમાં, એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં, કેદ કર્યા હતા; ૧૧ અને એક જ રાતે અમને સ્વપ્ન આવ્યું; દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું. ૧૨ અને એક હેબ્રી જુવાન, જે પહેરેગીરોના ઉપરીનો દાસ હતો, તે ત્યાં અમારી સાથે હતો; તેને અમે કહ્યું, ને તેણે અમારાં સ્વપ્નોનો અર્થ કરી બતાવ્યો; દરેકને પોતાના સ્વપ્ન પ્રમાણે તેણે અર્થ કરી બતાવ્યો. ૧૩ અને એમ થયું કે તેણે અમને જે અર્થ કહ્યો તે પ્રમાણે જ થયું; તેણે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો, ને તેણે એને ફાંસી દીધી.
w૧૫-E ૨/૧ ૧૪ ¶૪-૫
“અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી?”
પાત્રવાહક યુસફને ભૂલી ગયો હશે પણ યહોવા ભૂલ્યા નહિ. એક રાતે યહોવાએ ફારૂનને કદી ન ભૂલાય એવા બે સપનાં બતાવ્યાં. પહેલા સપનામાં રાજાએ નાઈલ નદીમાંથી સાત સુંદર અને તાજી-માજી ગાયો નીકળતી જોઈ. તેની પાછળ સાત કદરૂપી અને દુબળી ગાયો નીકળી. પછી દુબળી ગાયો પેલી તાજી-માજી ગાયોને ગળી ગઈ. ત્યાર બાદ ફારૂને સપનામાં એક સાંઠા પર સારાં અને ભરેલા દાણાવાળા સાત કણસલાં જોયા. પછી બીજાં સાત કણસલાં ઊગ્યા જે પાતળા અને પૂર્વના ગરમ પવનથી સુકાઈ ગયેલા હતા. પાતળા અને સુકાઈ ગયેલા કણસલાં, સારાં અને ભરેલા કણસલાંને ગળી ગયા. ફારૂન સવારમાં ઊઠ્યો ત્યારે એ સપનાંઓને લીધે બહુ બેચેન થઈ ગયો. એ સપનાંઓનો અર્થ જાણવા તેણે બધા જ્ઞાનીઓ અને જાદુગરોને બોલાવ્યા. પણ અર્થ જણાવવામાં તેઓ નિષ્ફળ ગયા. (ઉત્પત્તિ ૪૧:૧-૮) આપણે નથી જાણતા કે તેઓના વિચારો જુદા જુદા હતા કે પછી તેઓ મૂંઝાઈ ગયા હતા. પણ તેઓ અર્થ ન જણાવી શક્યા એટલે ફારુન નિરાશ થઈ ગયો. એ સપનાંઓનો અર્થ જાણવા હવે તે પહેલાં કરતાં વધારે અધીરો બની ગયો.
છેવટે પાત્રવાહકને યુસફ યાદ આવ્યો! તેનું અંતઃકરણ તેને ડંખવા લાગ્યું. તેણે ફારૂનને એ યુવાન કેદી વિશે જણાવ્યું જેણે બે વર્ષ પહેલાં તેના અને ભઠિયારાના સપનાનો અર્થ જણાવ્યો હતો. એટલે, ફારુને તરત જ યુસફને કેદમાંથી બહાર કઢાવ્યો.—ઉત્પત્તિ ૪૧:૯-૧૩.
(ઉત્પત્તિ ૪૧:૧૬) અને યુસફે ફારૂનને ઉત્તર આપ્યો, હું તો નહિ; પણ ઈશ્વર ફારૂનને શાંતિકારક ઉત્તર આપશે.
(ઉત્પત્તિ ૪૧:૨૯-૩૨) જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવશે; ૩૦ અને ત્યાર પછી દુકાળનાં સાત વર્ષ આવશે; અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે; અને દુકાળ દેશનો નાશ કરશે; ૩૧ અને તે આવનાર દુકાળને લીધે દેશમાં પુષ્કળતા જણાશે નહિ; કેમ કે તે બહુ ભારે થશે. ૩૨ અને ફારૂનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે ઈશ્વરે એ વાત નક્કી ઠરાવી છે, ને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરશે.
w૧૫-E ૨/૧ ૧૪-૧૫
“અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી?”
યહોવા નમ્ર અને વફાદાર લોકોને પ્રેમ કરે છે. એટલે યહોવાએ યુસફને એ વાત જણાવી, જે જ્ઞાનીઓ અને જાદુગરો ક્યારેય જાણી શક્યા ન હોત. યુસફે સમજાવ્યું કે ફારૂનના બંને સપનાનો અર્થ એક જ હતો. એ ફરી જણાવીને યહોવા જાહેર કરી રહ્યા હતા કે આ વાત “નક્કી ઠરાવી છે.” તે પૂરી થઈને જ રહેશે. તાજી-માજી ગાયો અને ભરેલા કણસલાં એ વાતને રજૂ કરે છે કે ઇજિપ્તમાં સાત વર્ષ પુષ્કળ અનાજ પાકશે. દુબળી ગાયો અને પાતળા કણસલાં એ વાતને રજૂ કરે છે કે સાત વર્ષ સુધી દુકાળ પડશે. એ દુકાળ પુષ્કળ પાકના સાત વર્ષ પછી આવશે. એનાથી દેશનો પુષ્કળ પાક ખતમ થઈ જશે.—ઉત્પત્તિ ૪૧:૨૫-૩૨.
(ઉત્પત્તિ ૪૧:૩૮-૪૦) અને ફારૂને તેના દાસોને કહ્યું, જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે? ૩૯ અને ફારૂને યુસફને કહ્યું, ઈશ્વરે આ સર્વ તને દેખાડ્યું છે, તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ નથી; ૪૦ તું મારા ઘરનો ઉપરી થા, ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે; એકલા રાજ્યાસન પર હું તારા કરતાં મોટો હોઈશ.
w૧૫-E ૨/૧ ૧૫ ¶૩
“અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી?”
ફારૂન પોતાના શબ્દોને વળગી રહ્યો. યુસફને બારીક શણનાં કીમતી કપડાં પહેરાવ્યાં, પોતાની વીંટી, સોનાનો હાર, રાજવી રથ આપ્યા. આખા દેશમાં ફરવાનો અને પોતાની યોજના અમલમાં મૂકવાનો પૂરો અધિકાર આપ્યો. (ઉત્પત્તિ ૪૧:૪૨-૪૪) આમ, એક જ દિવસમાં યુસફ કેદમાંથી મહેલમાં પહોંચી ગયો. તે જાગ્યો ત્યારે એક ગુનેગાર હતો અને સૂઈ ગયો ત્યારે રાજા પછીના બીજા સ્થાને હતો. સાફ જોઈ શકાય છે કે યહોવામાં મૂકેલી યુસફની શ્રદ્ધા ખોટી ન હતી! વર્ષો સુધી તેમના સેવકે સહન કરેલા બધા અન્યાય યહોવાએ જોયા હતા. એનો યહોવાએ યોગ્ય રીતે અને સમયે જવાબ આપ્યો. યહોવા ફક્ત યુસફને થયેલા અન્યાય માટે જ નહિ, પણ આખી ઇઝરાયેલ પ્રજાને બચાવવા આ પગલાં ભરી રહ્યા હતા. કેવી રીતે? આપણે આવનાર લેખોમાં એ જોઈશું.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૪૧:૧૪) અને ફારૂને માણસો મોકલીને યુસફને તેડાવ્યો, ને તેઓ તેને તુરંગમાંથી ઉતાવળે કાઢી લાવ્યા; અને તેણે હજામત કરીને પોતાનાં લૂગડાં બદલ્યાં, ને ફારૂનની હજૂરમાં આવ્યો.
w૧૫-E ૧૧/૧ ૯ ¶૧-૩
શું તમે જાણો છો?
ફારૂનને મળવા જતા પહેલાં યુસફે શા માટે દાઢી કરી?
ઉત્પત્તિનો અહેવાલ જણાવે છે કે ફારૂને તેના સપનાનો અર્થ જાણવા હિબ્રૂ કેદી યુસફને ઉતાવળે બોલાવ્યા. યુસફ વર્ષોથી કેદમાં હતા. તેમ છતાં, તરત દોડી જવાને બદલે, દાઢી કરવા યુસફે સમય કાઢ્યો. (ઉત્પત્તિ ૩૯:૨૦-૨૩; ૪૧:૧, ૧૪) લેખકની આ ઝીણામાં ઝીણી વિગત બતાવે છે કે તે ઇજિપ્તના રિવાજો સારી રીતે જાણતા હતા.
જૂના જમાનામાં ઘણા દેશોમાં દાઢી રાખવાનો રિવાજ હતો. હિબ્રૂઓ પણ દાઢી રાખતા. બીજી બાજુ, મિકલ્ટિંટોક અને સ્ટ્રોંગે લખેલા સાઇક્લોપીડિયા ઑફ બિબલિકલ, થીઓલોજિકલ, ઍન્ડ ઈકલિસિઆસતિકલ લિટરેચર જણાવે છે કે “મધ્યપૂર્વ દેશોમાં પ્રાચીન ઇજિપ્ત જ એક એવો દેશ હતો જેમાં દાઢી રાખવાનો રિવાજ ન હતો.”
શું ફક્ત દાઢી જ કરવામાં આવતી? બિબ્લિકલ આર્કિઓલોજી રિવ્યુ નામનું મૅગેઝિન જણાવે છે કે, ઇજિપ્તના અમુક રિવાજો પ્રમાણે ફારૂન આગળ હાજર થવા વ્યક્તિએ કેટલીક તૈયારીઓ કરવી પડતી. એ તો જાણે મંદિરમાં જવા બરાબર હતું. યુસફે પણ માથાના અને શરીરના વાળ ઉતારવા પડ્યા હશે.
(ઉત્પત્તિ ૪૧:૩૩) તે માટે હવે ફારૂને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો.
ઈશ્વરના ભક્તો તરીકે સારી રીતભાત રાખીએ
૧૪ બાઇબલ સમયમાં બાળકોને સારા સંસ્કાર માબાપ આપતા હતા. ઉત્પત્તિ ૨૨:૭માં જોવા મળે છે કે ઇબ્રાહીમ અને ઇસ્હાકે એકબીજા સાથે માનથી વાત કરી. યુસફને પણ તેના માબાપે સારા સંસ્કાર આપ્યા હતા. એટલે તે કેદખાનામાં હતા ત્યારે બીજા કેદીઓ સાથે સારું વર્તન રાખ્યું. (ઉત. ૪૦:૮, ૧૪) ઇજિપ્તના રાજા સાથે પણ માનથી વાત કરી. એ બતાવે છે કે યુસફમાં નાનપણથી સારા સંસ્કાર હતા.—ઉત. ૪૧:૧૬, ૩૩, ૩૪.
બાઇબલ વાંચન
મે ૨૫-૩૧
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૪૨-૪૩
“યુસફે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો”
(ઉત્પત્તિ ૪૨:૫-૭) અને ઈસ્રાએલના દીકરા બીજા લોકોની સાથે વેચાતું લેવાને આવ્યા; કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો. ૬ અને તે દેશનો અધિપતિ યુસફ હતો; તે દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો; અને યુસફના ભાઈઓ આવ્યા, ને તેઓએ ભોંય લગી માથાં નમાવીને તેને સાષ્ટાંત દંડવત્ પ્રણામ કર્યા. ૭ અને યુસફે પોતાના ભાઈઓને જોઈને તેઓને ઓળખ્યા; પણ તે પારકાની પેઠે તેઓની સાથે વર્ત્યો, ને તેઓની સાથે કઠોરતાથી વાત કરીને તેઓને પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા? અને તેઓએ તેને કહ્યું, કનાન દેશથી અનાજ વેચાતું લેવાને અમે આવ્યા છીએ.
‘શું હું ઈશ્વર છું?’
યુસફ વિશે શું? તે પોતાના ભાઈઓને તરત ઓળખી ગયા. ભાઈઓ તેમની આગળ નમ્યા ત્યારે, તેમને પોતાના બાળપણની વાત યાદ આવી ગઈ. અહેવાલ જણાવે છે કે, ‘યુસફને તેઓ વિશે જે સ્વપ્ન આવ્યાં એ તેમને તરત યાદ આવ્યાં.’ તે નાના હતા ત્યારે યહોવાએ તેમને સ્વપ્નમાં બતાવ્યું હતું કે ભાઈઓ પોતાની આગળ નમશે અને અત્યારે તેઓએ એમ જ કર્યું હતું. (ઉત્પત્તિ ૩૭:૨, ૫-૯; ૪૨:૭, ૯) યુસફે શું કર્યું? શું તેઓને પ્રેમથી ગળે લગાડ્યા કે બદલો લીધો?
‘શું હું ઈશ્વર છું?’
તમે કદાચ આવી પરિસ્થિતિ સહન નહિ કરી હોય. જોકે, આજે દરેક ઘરમાં ઝઘડા અને ભાગલા જોવા મળે છે. આપણી જોડે એવું બને ત્યારે, આપણે લાગણીઓમાં તણાઈને વગર વિચાર્યું પગલું ભરી શકીએ. તેથી, સારું રહેશે કે આપણે યુસફના દાખલાને અનુસરીએ. તેમ જ, સંજોગો હાથ ધરવા ઈશ્વરનું માર્ગદર્શન સ્વીકારીએ. (નીતિવચનો ૧૪:૧૨) યાદ રાખીએ કે, કુટુંબ સાથે શાંતિ રાખવી ખૂબ જરૂરી છે. યહોવા અને તેમના દીકરા સાથે શાંતિ રાખવી એનાથી પણ વધારે જરૂરી છે.—માથ્થી ૧૦:૩૭.
(ઉત્પત્તિ ૪૨:૧૪-૧૭) અને યુસફે તેઓને કહ્યું, જેમ મેં તમને કહ્યું, કે તમે જાસૂસ છો, તેમ જ છે; ૧૫ આથી તમારી પરીક્ષા કરવામાં આવશે: ફારૂનના જીવના સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમે અહીંથી જવા પામશો નહિ.૧૬ તમે તમારામાંથી એકને મોકલો, તે તમારા ભાઈને લઈ આવે, પણ તમને કેદમાં રાખવામાં આવશે, ને તમારી વાતની પરીક્ષા થશે કે તમારામાં સત્ય છે કે નહિ; નહિ તો ફારૂનના જીવના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો. ૧૭ અને ત્રણ દહાડા લગી તેણે તેઓને તુરંગમાં રાખ્યા.
‘શું હું ઈશ્વર છું?’
યુસફે પોતાના ભાઈઓના હૃદયમાં શું છે એ જાણવા અમુક યોજનાઓ ઘડી. સૌ પ્રથમ તો, તેમણે દુભાષિયાની મદદથી તેઓ સાથે ગુસ્સામાં વાત કરી. તેઓ દેશની જાસૂસી કરવા આવ્યા છે, એવો આરોપ પણ મૂક્યો. તેઓએ પોતાના બચાવમાં યુસફને પોતાના કુટુંબ વિશે અને હજી એક નાનો ભાઈ ઘરે છે એ જણાવ્યું. યુસફે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો. તેમને થયું કે શું મારો નાનો ભાઈ હજી જીવે છે? હવે શું કરવું એ યુસફ જાણતા હતા. તેમણે કહ્યું: “તમારી પરીક્ષા કરવામાં આવશે.” એ પણ કહ્યું કે પોતે નાના ભાઈને જોવા માંગે છે. તેમ જ, તેઓમાંનો એક કેદખાનામાં રહે તો, બાકીના ઘરે પાછા જઈને પોતાના નાના ભાઈને લઈ આવે એવી મંજૂરી આપી.—ઉત્પત્તિ ૪૨:૯-૨૦.
(ઉત્પત્તિ ૪૨:૨૧, ૨૨) અને તેઓએ માંહોમાંહે કહ્યું, ખરેખર આપણે આપણા ભાઈ વિશે અપરાધી છીએ, કેમ કે જ્યારે તેણે કાલાવાલા કર્યા, ને આપણે તેના જીવનું દુઃખ જોયું, ત્યારે આપણે તેનું સાંભળ્યું નહિ; તે માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે. ૨૨ અને રેઉબેને તેઓને ઉત્તર દીધો, શું મેં તમને નહોતું કહ્યું, કે આ છોકરા સંબંધી તમે પાપ ન કરો? પણ તમે માન્યું નહિ; તેથી હવે જુઓ, તેના રક્તનો બદલો લેવામાં આવે છે.
it-૨-E ૧૦૮ ¶૪
યુસફ
આ બનાવોને ધ્યાનમાં રાખતા યુસફના સાવકા ભાઈઓને લાગ્યું કે તેઓએ વર્ષો પહેલા યુસફને ગુલામ તરીકે વેચી દીધા હતા. એટલે ઈશ્વરે તેઓને આ સજા કરી. યુસફના ભાઈઓ તેમને ઓળખી ન શક્યા. એટલે તેઓ યુસફની સામે પોતે કરેલા ગુના વિશે વાત કરવા લાગ્યા. યુસફને તેઓની વાતમાં પસ્તાવો દેખાતો હતો. તેઓની વાત સાંભળીને યુસફનું હૈયું એટલું ભરાય આવ્યું કે તે એકાંતમાં જઈને રડવા લાગ્યા. પાછા આવીને તેમણે સૌથી નાના ભાઈને લઈ આવવા કહ્યું. એ ન આવે ત્યાં સુધી શિમયોનને બંદી બનાવ્યો.—ઉત ૪૨:૨૧-૨૪.
બાઇબલમાં રહેલો ખજાનો
(ઉત્પત્તિ ૪૨:૨૨) અને રેઉબેને તેઓને ઉત્તર દીધો, શું મેં તમને નહોતું કહ્યું, કે આ છોકરા સંબંધી તમે પાપ ન કરો? પણ તમે માન્યું નહિ; તેથી હવે જુઓ, તેના રક્તનો બદલો લેવામાં આવે છે.
(ઉત્પત્તિ ૪૨:૩૭) અને રેઉબેને તેના બાપને કહ્યું, તેને તારી પાસે પાછો ન લાવું તો મારા બે દીકરાને મારી નાખજે; તેને મારા હાથમાં સોંપ, ને હું તેને તારી પાસે પાછો લાવીશ.
it-૨-E ૭૯૫
રૂબેન
રૂબેને તેમના નવ ભાઈઓને મનાવવાની કોશિશ કરી કે યુસફને મારી નાખવાના બદલે ખાડામાં ફેંકી દે. રૂબેનનો ઇરાદો હતો કે તે પછીથી આવીને ખાનગીમાં યુસફને બચાવશે. એમાં આપણને રૂબેનના સારા ગુણો જોવા મળે છે. (ઉત ૩૭:૧૮-૩૦) ૨૦થી વધારે વર્ષો પછી ઇજિપ્તમાં તેઓની ઉપર જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારે રૂબેનના ભાઈઓ દલીલ કરતા હતા કે તેઓએ યુસફ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. એટલે, આ ખરાબ પરિણામ આવ્યું. ત્યારે રૂબેને તેઓને યાદ કરાવ્યું કે યુસફને મારી નાખવામાં તેમનો હાથ ન હતો. (ઉત ૪૨:૯-૧૪, ૨૧, ૨૨) ઇજિપ્તની બીજી વખતની મુસાફરી કરતી વખતે યાકૂબે બિન્યામીનને સાથે લઈ જવાની ના પાડી, ત્યારે રૂબેને તેના બે દીકરા આપતા કહ્યું: ‘બિન્યામીનને તમારી પાસે પાછો ન લાવું તો મારા બે દીકરાને મારી નાખજો.’—ઉત ૪૨:૩૭.
(ઉત્પત્તિ ૪૩:૩૨) અને દાસોએ તેને માટે તથા તેઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમતા હતા તેઓને માટે જુદું જુદું પીરસ્યું; કેમ કે હેબ્રીઓ સાથે મિસરીઓ જમતા નથી, કેમ કે મિસરીઓને તે ધિક્કારપાત્ર લાગે છે.
ઉત્પત્તિના મુખ્ય વિચારો—૨
૪૩:૩૨—શા માટે હેબ્રી લોકો સાથે જમવાને મિસરીઓ પાપ ગણતા હતા? મિસરીઓ અને હેબ્રીઓ વચ્ચે ભેદભાવ હતો. વળી, તેઓ હેબ્રીઓને નીચી જાતિના ગણીને, બહુ જ નફરત કરતા. (ઉત્પત્તિ ૪૬:૩૪) એમ પણ હોય શકે કે મિસરીઓ પાસે ખેતી કરવાની બહુ ઓછી જમીન હતી, અને એ પણ હેબ્રીઓ લઈ લેવા માગતા હતા.
બાઇબલ વાંચન