જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
ઑગસ્ટ ૩-૯
બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૩-૧૪
“ઊભા રહો ને યહોવા તમારો કેવો બચાવ કરે છે એ જુઓ”
(નિર્ગમન ૧૪:૧૩, ૧૪) અને મુસાએ લોકોને કહ્યું, બીહો મા, ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ; કેમ કે જે મિસરીઓને આજ તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી દેખશો નહિ. ૧૪ યહોવા તમારે માટે યુદ્ધ કરશે, ને તમારે શાંત રહેવું.
મુસાની શ્રદ્ધા મજબૂત હતી
મુસા કદાચ જાણતા નહિ હોય કે ઈસ્રાએલીઓના બચાવ માટે ઈશ્વર લાલ સમુદ્રના ભાગ કરીને માર્ગ ખોલશે. પણ તેમને ભરોસો હતો કે લોકોને બચાવવા ઈશ્વર ચોક્કસ કંઈ કરશે. મુસા ચાહતા હતા કે સાથી ઈસ્રાએલીઓ પણ એવો જ ભરોસો રાખે. બાઇબલ જણાવે છે: “મુસાએ લોકોને કહ્યું, બીહો મા, ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ.” (નિર્ગમન ૧૪:૧૩) શું ઈસ્રાએલીઓની શ્રદ્ધા મજબૂત કરવામાં મુસા સફળ થયા? મુસા અને બીજા ઈસ્રાએલીઓ વિશે બાઇબલ જણાવે છે કે “વિશ્વાસથી તેઓ, જેમ કોરી ભોંય પર ચાલતા હોય તેમ, લાલ સમુદ્રમાં થઈને પાર ગયા.” (હિબ્રૂ ૧૧:૨૯) મુસાની શ્રદ્ધાથી ફક્ત તેમને નહિ, પણ જેઓ એમાંથી શીખ્યા તેઓને પણ ફાયદો થયો.
(નિર્ગમન ૧૪:૨૧, ૨૨) અને મુસાએ પોતાનો હાથ સમુદ્ર ભણી લંબાવ્યો; અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી, ને તેના પાણીના બે વિભાગ થઈ ગયા. ૨૨ અને ઈસ્રાએલ પુત્રો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને ગયા; અને પાણી તેમને જમણે તથા તેમને ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયાં હતાં.
વિશ્વના માલિક બીજાઓની લાગણીઓનો વિચાર કરે છે
૧૩ નિર્ગમન ૧૪:૧૯-૨૨ વાંચો. જરા કલ્પના કરો, તમે ઇઝરાયેલીઓની સાથે છો. તમે ફસાઈ ગયા છો. તમારી પાછળ ધૂળ ઉડાડતું ઇજિપ્તનું લશ્કર આવી રહ્યું છે અને તમારી આગળ ઘુઘવાતો લાલ સમુદ્ર છે. એ સમયે ઈશ્વર પગલાં ભરવાનું શરૂ કરે છે. જે મેઘસ્તંભ તમારી આગળ હતો, એ હવે તમારી પાછળ જતો રહ્યો છે. એટલે હવે એ મેઘસ્તંભ ઇઝરાયેલીઓ અને ઇજિપ્તના લોકો વચ્ચે છે. તમારી છાવણી પ્રકાશથી ઝગમગી ઊઠી છે, જ્યારે કે તેઓ પર તો ઘોર અંધકાર છવાઈ ગયો છે. પછી તમે મુસાને સમુદ્ર તરફ હાથ લંબાવતા જુઓ છો. પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવા લાગે છે. ધીરે ધીરે સમુદ્રના બે ભાગ થાય છે અને વચ્ચે કોરી જમીન દેખાવા લાગે છે. એટલે પેલે પાર જવા તમે, તમારું કુટુંબ અને તમારાં ઢોરઢાંક તથા બીજા લોકો તમારી ટુકડીનો વારો આવે ત્યારે સમુદ્રની જમીન તરફ આગળ વધો છો. સમુદ્રની જમીન પોચી કે લપસી પડાય એવી નથી, એ જોઈને તમારી નવાઈનો પાર રહેતો નથી. જમીન સૂકી અને મજબૂત છે, જેથી સહેલાઈથી ચાલી શકાય. પરિણામે, ધીરામાં ધીરી વ્યક્તિ પણ સલામત રીતે સમુદ્રને પાર કરે છે.
(નિર્ગમન ૧૪:૨૬-૨૮) અને યહોવાએ મુસાને કહ્યું, કે તું તારો હાથ સમુદ્ર તરફ લંબાવ, એ માટે કે મિસરીઓ પર, તેઓના રથો પર તથા તેઓના સવારો પર પાણી ફરી વળે. ૨૭ અને મુસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો, ને પોહ ફાટતાં સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવ્યો; અને મિસરીઓ તેની સામેથી નાઠા; અને યહોવાએ મિસરીઓને સમુદ્રની મધ્યે ડુબાડી દીધા. ૨૮ અને પાણી પાછાં વળીને રથો તથા સવારો તથા તેમની પાછળ સમુદ્રમાં ગએલા ફારૂનના સઘળા સૈન્ય ઉપર ફરી વળ્યાં; તેઓમાંથી એક પણ બચ્યો નહિ.
w૦૯-E ૩/૧૫ ૭ ¶૨-૩
તમારે યહોવાને ભૂલવા નહિ
ઇજિપ્તનું લશ્કર પોતાના રથો સાથે સમુદ્રમાં ફસાઈ ગયું હતું. અને ઇઝરાયેલીઓ લાલ સમુદ્રના પૂર્વ કિનારે પહોંચી ગયા હતા. મુસાએ લાલ સમુદ્ર તરફ પોતાનો હાથ લંબાવ્યો અને યહોવાની મદદથી મોટી મોટી પાણીની દીવાલો ગર્જના સાથે ફારુન અને તેના લશ્કર પર ધસી પડી અને તેઓ એ પાણીમાં ડૂબી ગયા. ઇઝરાયેલીઓનો એક પણ દુશ્મન જીવતો રહ્યો નહિ. આમ, તેઓ સ્વતંત્ર હતા!—નિર્ગ. ૧૪:૨૬-૨૮; ગીત. ૧૩૬:૧૩-૧૫.
આ બનાવને લીધે આજુ-બાજુના દેશના લોકો વર્ષો સુધી ઇઝરાયેલીઓથી ડરતા હતા. (નિર્ગ. ૧૫:૧૪-૧૬) આ બનાવના ૪૦ વર્ષ પછી યરીખોમાં રહેતી રાહાબે બે ઇઝરાયેલી પુરુષોને આમ કહ્યું: ‘તમારો ધાક અમને લાગે છે, કેમ કે તમે મિસરમાંથી નીકળ્યા ત્યારે યહોવાએ તમારી આગળ લાલ સમુદ્રનું પાણી કેવી રીતે સૂકવી નાખ્યું, એ અમે સાંભળ્યું છે.‘ (યહો. ૨:૯, ૧૦) યહોવાએ જે રીતે પોતાના લોકોને છોડાવ્યા એ વાત બીજા દેવોને ભજતા દેશો ભૂલ્યા ન હતા. તો પછી, ઇઝરાયેલીઓ પાસે તો યહોવાને યાદ રાખવાના એનાથી પણ વધારે કારણો હતા.
કીમતી રત્નો શોધીએ
(નિર્ગમન ૧૩:૧૭) અને ફારૂને લોકોને જવા દીધા ત્યાર પછી એમ થયું, કે પલિસ્તીઓનો દેશ નજીક હતો તોપણ ઈશ્વરે તેઓને તે માર્ગે થઈને ચલાવ્યા નહિ; કેમ કે ઈશ્વરે કહ્યું, કે રખેને યુદ્ધ દેખીને લોકો પસ્તાય, ને મિસરમાં પાછા જાય.
it-૧-E ૧૧૧૭
મુખ્ય રસ્તો, માર્ગ
પ્રાચીન સમયના પેલેસ્તાઈનમાં એક શહેરથી બીજા શહેરમાં જવા અને એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા ઘણા રસ્તાઓ અને રાજમાર્ગો હતા. એમાંના અમુક રસ્તાઓ વેપાર માટે ઘણા વપરાતા. (ગણ ૨૦:૧૭-૧૯; ૨૧:૨૧, ૨૨; ૨૨:૫, ૨૧-૨૩; યહો ૨:૨૨; ન્યા ૨૧:૧૯; ૧શ ૬:૯, ૧૨; ૧૩:૧૭, ૧૮) વેપાર માટે સૌથી વધારે વપરાતો રસ્તો ઇજિપ્તથી લઈને દમસ્ક સુધી જતો. એ રસ્તો ઇજિપ્તથી નીકળીને પલિસ્તના ગાઝા અને આશ્કલોન શહેરોમાંથી થઈને જતો હતો. પછી એ ઉત્તર-પૂર્વની દિશામાં મગિદ્દો તરફ વળતો. એ પછી, હાસોરથી ગાલીલ સમુદ્રની ઉત્તરે થઈને એ દમસ્ક સુધી જતો. ઇજિપ્તથી વચનના દેશમાં જવું હોય તો પલિસ્તથી જતો આ રસ્તો સૌથી ટૂંકો હતો. પણ યહોવા ઇઝરાયેલીઓને બીજા રસ્તેથી લઈ ગયા, જેથી પલિસ્તીઓ તેઓ પર હુમલો ન કરે અને તેઓ નિરાશ ન થઈ જાય.—નિર્ગ ૧૩:૧૭.
(નિર્ગમન ૧૪:૨) ઈસ્રાએલ પુત્રોને કહે, કે તમે પાછા વળીને બાલસફોનની સામેના પીહાહીરોથની સામે મિગદોલ તથા સમુદ્રની વચમાં છાવણી કરો, એટલે તેની સામે સમુદ્રકાંઠે તમે છાવણી કરો.
it-૧-E ૭૮૨ ¶૨-૩
નિર્ગમન
ઇઝરાયેલીઓ લાલ સમુદ્ર પાર કરી શકે માટે એના કઈ જગ્યાએથી ભાગ કરવામાં આવ્યા?
ઇજિપ્તમાંથી નીકળ્યા પછી, ઇઝરાયેલીઓએ બીજી છાવણી એથામમાં ‘અરણ્યની સરહદે’ નાખી હતી. ત્યારે યહોવાએ મૂસાને કહ્યું: ‘તમે પાછા ફરીને પીહાહીરોથ સામે સમુદ્રકાંઠે છાવણી કરો.’ એનાથી ફારૂનને લાગશે કે ‘ઇઝરાયેલ પુત્રો ગૂંચવાઈ ગયા છે.’ (નિર્ગ ૧૩:૨૦; ૧૪:૧-૩) કેટલાક વિદ્વાનોનું માનવું છે કે ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી, ‘એલ-હજ’ માર્ગે પસાર થયા હતા. તેઓનું કહેવું છે કે ‘પાછા ફરવું’ ભાષાંતર થયેલા મૂળ હિબ્રૂ શબ્દનો અર્થ થોડો ઘણો રસ્તો બદલવો નહિ, પણ પૂરી રીતે પાછા ફરવું, એટલે કે આખે-આખી દિશા બદલવી થાય છે. વિદ્વાનોના કહેવા પ્રમાણે, ઇઝરાયેલીઓ સુવેઝના અખાતની ઉત્તરે પહોંચ્યા. ત્યાંથી દિશા બદલીને તેઓ અખાતની પશ્ચિમ તરફ પાછા ફર્યા. તેઓની એક બાજુ જેબેલ અતાકાની પર્વતમાળાનો પૂર્વ ભાગ હતો અને બીજી બાજુ સમુદ્ર હતો. ઇઝરાયેલીઓની સંખ્યા ઘણી મોટી હતી. એટલે જો ઇજિપ્તનું સૈન્ય ઉત્તર તરફથી તેઓ પર હુમલો કરે, તો તેઓ માટે નાસી છૂટવાનો કોઈ રસ્તો ન હતો. આમ, ઇઝરાયેલીઓ પૂરી રીતે ફસાઈ ગયા હતા.
પ્રથમ સદીના યહૂદીઓ પણ માનતા કે ઇઝરાયેલીઓ આ રસ્તેથી જ લાલ સમુદ્ર સુધી પહોંચ્યા હશે. સૌથી મહત્ત્વનું તો બાઇબલના અહેવાલ સાથે એ મળતું આવે છે, ભલે ઘણા વિદ્વાનો એની સાથે સહમત નથી. (નિર્ગ ૧૪:૯-૧૬) એ દેખીતું છે કે ઇઝરાયેલીઓએ સુવેઝના અખાતની ટોચ પરથી લાલ સમુદ્ર પાર કર્યો ન હતો. જો એમ હોત તો ફારુનની સેનાએ અખાતના કિનારે થઈને સમુદ્રની બીજી બાજુએથી તેઓને પકડી લીધા હોત.—નિર્ગ ૧૪:૨૨, ૨૩.
બાઇબલ વાંચન
ઑગસ્ટ ૧૦-૧૬
બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૫-૧૬
“ગીત ગાઈને યહોવાની સ્તુતિ કરો”(નિર્ગમન ૧૫:૧, ૨) તે પ્રસંગે મુસાએ તથા ઈસ્રાએલ પુત્રોએ યહોવાની આગળ આ ગીત ગાયું, એટલે, કે હું યહોવાની આગળ ગાયન કરીશ, કેમ કે તેણે મહાભારત ફતેહ મેળવી છે; તેણે ઘોડાને તથા તેના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે. ૨ યાહ મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયો છે; તે મારો ઈશ્વર છે, ને હું તેની સ્તુતિ કરીશ; તે મારા પિતાનો ઈશ્વર છે, ને હું તેને મોટો માનીશ;
w૯૫ ૧૦/૧૫ ૯ ¶૧૧
શા માટે હમણાં સાચા દેવનો ભય રાખવો?
૧૧ યહોવાહે મિસરનાં લશ્કરી દળોનો નાશ કર્યો, એનાથી તે તેમના ઉપાસકોની નજરમાં મોટા મનાવાયા અને તેમનું નામ વિસ્તૃતપણે જાણીતું થયું. (યહોશુઆ ૨:૯, ૧૦; ૪:૨૩, ૨૪) હા, તેમનું નામ મિસરના શક્તિહીન, જૂઠા દેવોથી ઉપર ઊંચું મનાવાયું, જેઓ પોતાના ઉપાસકોને છોડાવી શક્યા નહિ. દેવદેવીઓમાં અને મર્ત્ય માણસમાં તથા લશ્કરી શક્તિમાં મૂકેલો ભરોસો કારમી નિરાશામાં દોરી ગયો. (ગીતશાસ્ત્ર ૧૪૬:૩) એમાં નવાઈ નથી કે ઈસ્રાએલીઓ સ્તુતિ ગાવા પ્રેરાયા જેણે પોતાના લોકોને શક્તિશાળીપણે છોડાવનાર જીવંત દેવનો હિતકર ભય પ્રતિબિંબિત કર્યો!
(નિર્ગમન ૧૫:૧૧) હે યહોવા, દેવો મધ્યે તારા જેવો કોણ છે? તારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય, તથા આશ્ચર્યકર્મકર્તા બીજો કોણ છે?
(નિર્ગમન ૧૫:૧૮) યહોવા સદાસર્વકાળ રાજ કરશે.
w૯૫ ૧૦/૧૫ ૧૧-૧૨ ¶૧૫-૧૬
શા માટે હમણાં સાચા દેવનો ભય રાખવો?
૧૫ આપણે મુસા સાથે સલામત ઊભા હોત તો, આપણે પણ નિશ્ચે ગાવા પ્રેરાયા હોતઃ “હે યહોવાહ, દેવો મધ્યે તારા જેવો કોણ છે? તારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય, તથા આશ્ચર્યકર્મકર્તા બીજો કોણ છે?”(નિર્ગમન ૧૫:૧૧) ત્યારથી માંડીને આવી ભાવનાઓના સદીઓથી પડઘા પાડવામાં આવ્યા છે. બાઇબલના છેલ્લા પુસ્તકમાં, પ્રેષિત યોહાન દેવના વિશ્વાસુ અભિષિક્ત સેવકોના વૃંદનું વર્ણન કરે છેઃ “તેઓ દેવના સેવક મુસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાઈને કહે છે.” આ મહાન ગીત કયું છે? “હે સર્વશક્તિમાન પ્રભુ [“યહોવાહ,” NW] દેવ, તારાં કામો મહાન તથા અદ્ભુત છે; હે યુગોના રાજા, તારા માર્ગ ન્યાયી તથા સત્ય છે. હે પ્રભુ તારાથી કોણ નહિ બીશે, અને તારા નામની સ્તુતિ કોણ નહિ ગાશે? કેમકે એકલો તું પવિત્ર છે.”—પ્રકટીકરણ ૧૫:૨-૪.
૧૬ તેવી જ રીતે આજે પણ મુક્ત કરાયેલા ઉપાસકો છે જેઓ ફક્ત દેવના હાથના સર્જનાત્મક કામોની જ નહિ, પરંતુ તેમના આદેશોની પણ કદર કરે છે. સર્વ પ્રજાના લોકોને આત્મિક રીતે મુક્ત કરવામાં આવ્યા છે, તથા આ પ્રદૂષિત જગતથી અલગ કરવામાં આવ્યા છે કારણ કે તેઓ દેવના ન્યાયી આદેશો સમજે છે અને અમલમાં મૂકે છે. દર વર્ષે, આ દુષ્ટ જગતમાંથી લાખો લોકો યહોવાહના ઉપાસકોના શુદ્ધ, નેક સંગઠન સાથે રહેવા, બહાર નીકળી આવે છે. જલદી જ, જૂઠા ધર્મ અને બાકીની આ દુષ્ટ વ્યવસ્થા વિરુદ્ધ દેવના અગ્નિમય ન્યાયચુકાદાનો અમલ થશે પછી, તેઓ ન્યાયી નવી દુનિયામાં હંમેશ માટે જીવી શકશે.
(નિર્ગમન ૧૫:૨૦, ૨૧) અને હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ પોતાના હાથમાં એક ડફ લીધું; અને સર્વ સ્ત્રીઓ ડફ વગાડતાં ને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી. ૨૧ અને મરિયમે તેઓને પ્રત્યુત્તર દીધો, કે યહોવાની આગળ ગાયન કરો, કેમ કે તેણે મહિમાવાન ફતેહ મેળવી છે; તેણ ઘોડા તથા તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.
it-૨-E ૪૫૪ ¶૧
સંગીત
એવું લાગે છે કે, ઇઝરાયેલીઓ એક સાથે મળીને ગીતો ગાતા ત્યારે, ગાયકોનું જૂથ બે ભાગમાં વહેંચાઈ જતું. ગાયકોનું પહેલું જૂથ કંઈક ગાતું, પછી એના જવાબમાં બીજું જૂથ કંઈક ગાતું. અથવા કોઈ એક ગાયક ગાવાનું શરૂ કરે અને તેના જવાબમાં ગાયકોનું બીજું જૂથ ગાતું. તેઓ આ રીતે આખું ગીત ગાતા હતા. બાઇબલમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (નિર્ગ ૧૫:૨૧; ૧શ ૧૮:૬, ૭) ગીતશાસ્ત્રના અમુક ગીતો આ રીતે લખાયા હતા. જેમ કે, ગીતશાસ્ત્ર ૧૩૬. બાઇબલ જણાવે છે કે નહેમ્યાના સમયમાં યરૂશાલેમની દીવાલોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે આભાર માનવા માટે ગાયકોના બે મોટા સમૂહ હતા. કદાચ તેઓએ પણ આ રીતે ગીતો ગાયાં હશે.—નહે ૧૨:૩૧, ૩૮, ૪૦-૪૨.
it-૨-E ૬૯૮
પ્રબોધિકા
મરિયમ પહેલી એવી સ્ત્રી છે જેને બાઇબલમાં પ્રબોધિકા કહેવામાં આવી. મરિયમે કદાચ ઈશ્વરની પ્રેરણાથી અમુક ગીતો ગાયા હતા. એ દ્વારા ઈશ્વરે લોકો સુધી પોતાનો સંદેશો પહોંચાડ્યો હતો. (નિર્ગ ૧૫:૨૦, ૨૧) બાઇબલના અહેવાલ પ્રમાણે તેણે અને હારુને મૂસાને કહ્યું, ‘યહોવા અમારી મારફતે પણ બોલ્યા નથી શું?’ (ગી ૧૨: ૨) મીખાહ પ્રબોધક દ્વારા યહોવાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી છોડાવવા, તેમણે ‘મુસા, હારુન અને મરિયમને મોકલ્યાં હતાં.’ (મીખ ૬:૪) ખરું કે, મરિયમે યહોવાનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો. તોપણ, યહોવા સાથેનો મરિયમનો સંબંધ તેના ભાઈ મુસા જેટલો મજબૂત ન હતો. એ કઈ રીતે કહી શકાય? યહોવાએ મૂસાને આગેવાન તરીકે નીમ્યા હતા. તોપણ, મરિયમે તેમનો વિરોધ કર્યો. ત્યારે યહોવાએ મરિયમને સજા કરી.—ગણ ૧૨:૧-૧૫.
કીમતી રત્નો શોધીએ
(નિર્ગમન ૧૬:૧૩) અને સાંજે એમ થયું કે લાવરીઓએ ઊડી આવીને છાવણી ઢાંકી દીધી; અને સવારે છાવણીની આસપાસ ઝાકળ પડ્યું.
w૧૧-E ૯/૧ ૧૪
શું તમે જાણો છો?
યહોવાએ શા માટે વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓને ખાવા માટે લાવરીઓ આપી?
ઇજિપ્તમાંથી બહાર આવ્યા પછી ઈશ્વરે ઇઝરાયેલીઓને ખાવા માટે બે વખત લાવરીઓનું માંસ ભરપૂર રીતે પૂરું પાડ્યું હતું.—નિર્ગમન ૧૬:૧૩; ગણના ૧૧:૩૧.
લાવરી એક પ્રકારનું નાનું પક્ષી છે. એની લંબાઈ આશરે ૭ ઇંચ (૧૮ સે.મી.) અને એનું વજન આશરે ૧૦૦ ગ્રામ હોય છે. લાવરીઓ પશ્ચિમ એશિયા અને યુરોપના ઘણા દેશોમાં ઈંડાં મૂકે છે. તે પ્રવાસી પક્ષી હોય છે અને તેઓ ઉતર આફ્રિકા અને અરેબિયામાં શિયાળો વિતાવે છે. પ્રવાસ દરમિયાન, તેઓના ટોળેટોળાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારેથી અને સિનાઈના (દ્વીપકલ્પ) પાણીવાળા વિસ્તાર પરથી ઊડીને જાય છે.
ધ ન્યુ વેસ્ટમિન્સ્ટર ડિક્શનરી ઓફ ધી બાઇબલ મુજબ લાવરી ‘ઝડપથી ઊડે છે. ઘણી વાર તેઓ પવનનો સહારો લઈને ઊડે છે, પણ જો પવનની દિશા બદલાય જાય અથવા તેઓ ઊડતા ઊડતા થાકી જાય તો બની શકે કે તેઓનું ટોળું જમીન પર પડી જાય અને કેટલાક સમય માટે બેહોશ થઈ જાય છે.’ પોતાની મુસાફરી ચાલુ કરે એ પહેલા તેઓએ એક-બે દિવસ જમીન પર આરામ કરવો પડે છે. આવા સમયે શિકારીઓ આસાનીથી તેઓને પકડી શકે છે. ૨૦મી સદીની શરૂઆતમાં દર વર્ષે ઇજિપ્તથી આશરે ૩૦ લાખ લાવરીઓ ખાવા માટે બીજા દેશોમાં મોકલવામાં આવતી.
બંને વખતે યહોવાએ ઇઝરાયેલીઓને વસંત ઋતુમાં લાવરીઓ ખાવા આપી હતી. ખરું કે, એ સમયે લાવરીઓ સિનાઈ વિસ્તાર પરથી ઊડીને પસાર થતી હોય છે. પણ ‘યહોવાએ પવન ફૂંક્યો’ જેથી લાવરીઓ ઇઝરાયેલીઓની છાવણીમાં આવીને પડી.—ગણના ૧૧:૩૧.
(નિર્ગમન ૧૬:૩૨-૩૪) અને મુસાએ કહ્યું, કે યહોવાએ જે આજ્ઞા આપી છે તે એ છે, કે તમારા વંશજોને માટે તેમાંથી એક ઓમેરભર રાખી મૂકો; એ માટે કે હું તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો ત્યારે અરણ્યમાં મેં તમને જે અન્ન ખવડાવ્યું, તે તેઓ જુએ. ૩૩ અને મુસાએ હારુનને કહ્યું, કે એક વાસણ લઈને તેમાં એક ઓમેર માન્ના ભરીને તમારા વંશજોને માટે રાખી મૂકવા માટે તેને યહોવાની હજૂરમાં મૂક. ૩૪ યહોવાએ મુસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે હારુને સંઘરી રાખવા માટે સાક્ષ્યકોશની સામે તે મૂક્યું.
વાચકો તરફથી પ્રશ્નો
મિસર દેશની ગુલામીમાંથી છૂટ્યા પછી, થોડાં દિવસોમાં જ ઈસ્રાએલીઓ ખોરાક માટે કચકચ કરવા લાગ્યા. એટલે યહોવાહે તેઓને માન્ના આપ્યું. (નિર્ગમન ૧૨:૧૭, ૧૮; ૧૬:૧-૫) ‘મુસાએ હારૂનને કહ્યું, કે “એક વાસણ લઈને તેમાં એક ઓમેર માન્ના ભરીને તમારા વંશજોને માટે રાખી મૂકવા સારૂ તેને યહોવાહની હજૂરમાં મૂક.” યહોવાહે મુસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે હારૂને સંઘરી રાખવા સારૂ સાક્ષ્યકોશની [લાકડાના કોશની] સામે તે મૂક્યું.’ (નિર્ગમન ૧૬:૩૩, ૩૪) હારૂને વાસણમાં માન્ના ભેગું કર્યું અને લાકડાના કોશની સામે મૂક્યું. છતાં પણ મુસા કરાર કોશ ન બનાવે અને બે શિલાપાટીઓ એમાં ન મૂકે, ત્યાં સુધી માન્ના કરાર કોશમાં મૂકી ન શકાય.
બાઇબલ વાંચન
ઑગસ્ટ ૧૭-૨૩
બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૭-૧૮
“નમ્ર વ્યક્તિઓ બીજાઓને શીખવે છે અને જવાબદારી સોંપે છે”
(નિર્ગમન ૧૮:૧૭, ૧૮) અને મુસાના સસરાએ તેને કહ્યું, આ તું ઠીક નથી કરતો. ૧૮ તું નિશ્ચે આવી રહેશે, તું તથા તારી સાથેના આ લોકો પણ; કેમ કે આ કામનો બોજ તારાથી ઉપાડાય એમ નથી; તું એકલો એ કામ કરી શકે નહિ.
મુસા પ્રેમાળ હતામુસાએ સાથી ઈસ્રાએલીઓને પ્રેમ બતાવ્યો. ઈસ્રાએલીઓ જાણતા હતા કે યહોવા તેમના લોકોને મુસા દ્વારા દોરે છે, એટલે તેઓ પોતાની અનેક મુશ્કેલીઓ વિશે મુસા સાથે વાત કરતા. બાઇબલ જણાવે છે: “લોકો સવારથી તે સાંજ સુધી મુસાની આગળ ઊભા રહ્યા.” (નિર્ગમન ૧૮:૧૩-૧૬) કલ્પના કરો કે, કલાકોના કલાકો સુધી ઈસ્રાએલીઓ પોતાની ચિંતાઓ મુસાની આગળ કહેતા. એ સાંભળીને મુસા કેટલા થાકી ગયા હશે! તોપણ લોકો માટે પ્રેમ હોવાથી, તેઓને મદદ કરવા તે ખુશ હતા.
(નિર્ગમન ૧૮:૨૧, ૨૨) વળી તું સર્વ માણસોમાંથી હોશિયાર માણસોને, એટલે ઈશ્વરનો ડર રાખનાર સત્ય પુરુષોને તથા સ્વાર્થદ્વેષકોને શોધી કાઢીને તેઓને હજાર હજારના ઉપરીઓ, સો સોના ઉપરીઓ, પચાસ પચાસના ઉપરીઓ, તથા દશ દશના ઉપરીઓ તેઓના ઉપર ઠરાવ; ૨૨ કે તેઓ સર્વ પ્રસંગે લોકોનો ન્યાય કરે; અને એમ થાય, કે પ્રત્યેક મોટો મુકદ્દમો તેઓ તારી પાસે લાવે, ને પ્રત્યેક નાનો મુકદ્દમો તેઓ પોતે ચૂકવે; તેથી તને વધારે સહેલ પડશે, ન કામના બોજમાં તેઓ તારા ભાગીદાર થશે.
સુખી જીવન માટે ભરોસો મહત્ત્વનો છે
જવાબદારી આપવામાં આવેલા આ માણસો સદ્ગુણોથી ભરેલા હતા. તેઓ પરમેશ્વરનો ડર રાખતા હતા. એટલું જ નહિ, તેઓ પરમેશ્વરના ઊંચા ધોરણો પ્રમાણે જીવન જીવતા હતા. તેઓમાં સારા સંસ્કાર હોવાથી, તેઓ લોભ જેવા પાપને ધિક્કારતા હતા. તેમ જ તે લાંચ લેવા-દેવાને નફરત કરતા હતા. વળી, તેઓ ભલા હતા, એટલે તેઓ કદી પોતાના કે મિત્રોના લાભને લીધે બીજાઓને દગો કરવાના ન હતા.
(નિર્ગમન ૧૮:૨૪, ૨૫) અને મુસાએ તેના સસરાનું કહેવું સાંભળીને તેણે જે કહ્યું હતું તે સઘળું તેણે કર્યું. ૨૫ અને મુસાએ સર્વ ઈસ્રાએલ પુત્રોમાંથી હોશિયાર માણસોને ચૂંટી કાઢીને તેઓને લોકોના અધિકારીઓ ઠરાવ્યા, એટલે હજાર હજારના ઉપરીઓ, સો સોના ઉપરીઓ, પચાસ પચાસના ઉપરીઓ, તથા દશ દશના ઉપરીઓ.
સાચા માણસના પગલે પગલે પ્રમાણિકતા હોય છે
મુસા પણ નમ્ર હતા. જ્યારે તે બીજાઓનું ધ્યાન રાખવામાં થાકી ગયા ત્યારે તેમના સસરા, યિથ્રોએ સલાહ આપી કે, જવાબદારી ઉપાડવા માટે બીજા હોંશીયાર માણસો તેમને સાથ આપે. મુસાએ એ સલાહ સ્વીકારી લીધી. (નિર્ગમન ૧૮:૧૭-૨૬; ગણના ૧૨:૩) નમ્ર વ્યક્તિ બીજાઓને જવાબદારી આપવામાં અચકાતો નથી. અથવા એમ નથી ધારતો કે બીજાઓને જવાબદારી આપવામાં, તેનું માન ઓછું થઈ જશે. (ગણના ૧૧:૧૬, ૧૭, ૨૬-૨૯) એને બદલે તે હોંશથી બીજાઓને સત્યમાં પ્રગતી કરવામાં મદદ કરે છે. (૧ તીમોથી ૪:૧૫) આપણે પણ એમ જ કરવું જોઈએ, ખરુંને?
કીમતી રત્નો શોધીએ
(નિર્ગમન ૧૭:૧૧-૧૩) અને મુસા પોતાનો હાથ ઊંચો કરતો, ત્યારે ઈસ્રાએલ જીત પામતો; અને તે પોતાનો હાથ નીચો કરતો, ત્યારે અમાલેક જીત પામતો. ૧૨ પણ મુસાના હાથ ભારે થયા; અને તેઓએ એક પથ્થર લઈને તેની તળે મૂક્યો, ને તે પર તે બેઠો; અને હારુને તથા હૂરે ટેકો દઈને તેના હાથોને ઊંચા રાખ્યા, એક બાજુ પર એકે ને બીજી બાજુ પર બીજાએ; અને તેના હાથ સૂર્યાસ્ત થતાં સુધી સ્થિર રહ્યા. ૧૩ અને યહોશુઆએ તરવારની ધારથી અમાલેકનો તથા તેના લોકનો પરાજય કર્યો.
‘તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ’
૧૪ અમાલેકીઓ સામેના યુદ્ધ દરમિયાન હારુન અને હૂરે મુસાના હાથને ટેકો આપ્યો. આજે, આપણે પણ બીજાઓને મદદ અને ટેકો આપવાની રીતો શોધતા રહેવું જોઈએ. આપણાં અમુક ભાઈ-બહેનો વધતી ઉંમર, બીમારીઓ, કુટુંબ તરફથી સતાવણી, એકલતા કે સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ સહન કરી રહ્યાં છે. આપણે એવા યુવાનોને પણ બળવાન કરી શકીએ, જેઓ પર ખોટાં કામ કરવાનું કે દુનિયામાં નામ કમાવવાનું દબાણ છે. (૧ થેસ્સા. ૩:૧-૩; ૫:૧૧, ૧૪) રાજ્યગૃહમાં, પ્રચારમાં, ભેગા મળીને જમીએ ત્યારે અથવા ફોન પર વાત કરીએ ત્યારે બીજાઓમાં રસ બતાવીએ અને મદદ કરવાની બીજી રીતો શોધતા રહીએ.
(નિર્ગમન ૧૭:૧૪) અને યહોવાએ મુસાને કહ્યું, કે એ વાત યાદગીરીને માટે પુસ્તકમાં લખ, ને યહોશુઆના કાનમાં તે કહી સંભળાવ; કેમ કે હું અમાલેકનું સ્મરણ આકાશ તળેથી ભૂંસી નાખીશ.
it-૧-E ૪૦૬
પુસ્તકોનો સંગ્રહ
મૂસાએ લખેલા પુસ્તકો પવિત્ર શાસ્ત્રનો એક ભાગ છે. એ ઈશ્વરના માર્ગદર્શનથી લખાયા હતા. એ પુસ્તકોમાંથી શીખવા મળે છે કે ઈશ્વરની શુદ્ધ ભક્તિ કેવી રીતે કરી શકાય. મૂસા પોતાની ઇચ્છાથી ઇઝરાયેલીઓના આગેવાન બન્યા ન હતા. યહોવાએ તેમને ઇઝરાયેલીઓના આગેવાન બનવાનું કહ્યું ત્યારે, તેમણે તો સાફ ના પાડી દીધી. (નિર્ગ ૩:૧૦, ૧૧; ૪:૧૦-૧૪) ઈશ્વરે મૂસાને આ ખાસ જવાબદારીની સાથે ચમત્કાર કરવાની શક્તિ પણ આપી હતી. એ જ કારણે ફારુનના મેલીવિદ્યા કરનારા પૂજારીઓએ મૂસાને ચમત્કારો કરતા જોયા, ત્યારે તેઓએ માનવું પડ્યું કે મૂસાએ ઈશ્વરની શક્તિથી આમ કર્યું. (નિર્ગ ૪:૧-૯; ૮:૧૬-૧૯) તેથી કહી શકાય કે મૂસા લોકોને સલાહ-સૂચનો આપવાની કે પુસ્તકો લખવાની ઇચ્છા રાખતા ન હતા. એના બદલે, તેમને ઈશ્વરે એવું કરવાની આજ્ઞા આપી હતી. પવિત્ર શક્તિના માર્ગદર્શનથી જ મૂસાએ યહોવા તરફથી વાત કરી અને પછી એ પુસ્તકો લખ્યા, જે આજે બાઇબલનો એક ભાગ છે.—નિર્ગ ૧૭:૧૪.
બાઇબલ વાંચન
ઑગસ્ટ ૨૪-૩૦
બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૯-૨૦
“દસ આજ્ઞાઓનો આપણા માટે શું અર્થ રહેલો છે?”
(નિર્ગમન ૨૦:૩-૭) મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. ૪ તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેનાં પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર; ૫ તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર, ૬ ને મારા પર જેઓ પ્રીતિ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર છું. ૭ તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ.
w૮૯-E ૧૧/૧૫ ૬ ¶૧
દસ આજ્ઞાઓ આપણા માટે કેમ મહત્ત્વની છે?
પહેલી ચાર આજ્ઞાઓ યહોવા પ્રત્યેની આપણી ફરજ બતાવે છે. (પહેલી) યહોવા ચાહે છે કે આપણે ફક્ત તેમની જ ભક્તિ કરીએ. (માથ્થી ૪:૧૦) (બીજી) તેમના ભક્તોએ મૂર્તિ કે ફોટા રાખવા ન જોઈએ. (૧ યોહાન ૫:૨૧) (ત્રીજી) આપણે યહોવાનું નામ હંમેશાં યોગ્ય રીતે લેવું જોઈએ. તેમના નામનું કદી અપમાન ન કરવું જોઈએ. (યોહાન ૧૭:૨૬; રોમનો ૧૦:૧૩) (ચોથી) યહોવાની સેવાને જીવનમાં સૌથી મહત્ત્વની ગણવી જોઈએ. આમ પોતાની ઇચ્છાઓ પર નહિ પણ યહોવાની ભક્તિ પર ધ્યાન આપીને જાણે “સાબ્બાથ” મનાવીશું.—હિબ્રૂઓ ૪:૯, ૧૦.
(નિર્ગમન ૨૦:૮-૧૧) સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ. ૯ છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું સઘળું કામ કર; ૧૦ પણ સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે; તેમાં તું કંઈ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારાં ઢોર કે તારા ઘરમાંનો પરદેશી; ૧૧ કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંનાં સર્વ ઉત્પન્ન કર્યાં, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યો; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ દઈને તેને પવિત્ર ઠરાવ્યો.
(નિર્ગમન ૨૦:૧૨-૧૭) તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ; કે તારો ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. ૧૩ તું ખૂન ન કર. ૧૪ તું વ્યભિચાર ન કર. ૧૫ તું ચોરી ન કર. ૧૬ તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર. ૧૭ તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની સ્ત્રી, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.
w૮૯-E ૧૧/૧૫ ૬ ¶૨-૩
દસ આજ્ઞાઓ તમારા માટે શું અર્થ રાખે છે?
(પાંચમી) જો બાળકો પોતાના માતા-પિતાની આજ્ઞા પાળે તો કુટુંબની એકતા જળવાઈ રહેશે અને તેઓને ઈશ્વરના આશીર્વાદ પણ મળશે. આ ‘પહેલી એવી આજ્ઞા છે, જેની સાથે એક વચન આપવામાં આવ્યું છે: જેથી તમારું ભલું થાય અને પૃથ્વી પર તમારું જીવન લાંબું થાય.’ કેટલો સુંદર આશીર્વાદ! (એફેસીઓ ૬:૧-૩) યુવાનો, આજે આપણે આ દુષ્ટ દુનિયાના “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ. એટલે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ અને હંમેશાં જીવવાનો આશીર્વાદ મેળવીએ.—૨ તિમોથી ૩:૧; યોહાન ૧૧:૨૬.
પડોશીને પ્રેમ કરતા હોઈશું તો આવાં દુષ્ટ કામો કરીને તેઓને નુકસાન નહિ પહોંચાડીએ: જેમ કે, (છઠ્ઠી) ખૂન, (સાતમી) વ્યભિચાર, (આઠમી) ચોરી, અને (નવમી) જૂઠી સાક્ષી જેવાં કામો નહિ કરીએ. (૧ યોહાન ૩:૧૦-૧૨; હિબ્રૂઓ ૧૩:૪; એફેસીઓ ૪:૨૮; માથ્થી ૫:૩૭; નીતિવચનો ૬:૧૬-૧૯) પણ આપણા ઇરાદા વિશે શું? (દસમી) આજ્ઞા આપણને લોભથી ચેતવે છે. એનાથી યહોવા આપણને યાદ અપાવે છે કે તેમની નજરમાં આપણા દરેક ઇરાદા હંમેશા નેક હોવા જોઈએ.—નીતિવચનો ૨૧:૨.
કીમતી રત્નો શોધીએ
(નિર્ગમન ૧૯:૫, ૬) તો હવે જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે; ૬ અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો. એ જ વાત તારે ઈસ્રાએલ પુત્રોને કહેવી.
it-૨-E ૬૮૭ ¶૧-૨
યાજક
ખ્રિસ્તી યાજકપદ. યહોવાએ વચન આપ્યું હતું કે જો ઇઝરાયેલીઓ તેમનો કરાર પાળશે તો તેઓ યહોવા માટે ‘યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશે.’ (નિર્ગ ૧૯:૬) પણ હારૂનનું યાજકપદ તેમના કરતાં મહાન યાજક આવે ત્યાં સુધી જ ચાલવાનું હતું. હારૂનનું યાજકપદ આવનાર યાજકપદનો પડછાયો હતો. (હિબ્રૂ ૮:૪, ૫) હારૂનનું યાજકપદ નિયમ કરારના અંત અને નવા કરારની શરૂઆત સુધી અમલમાં રહેવાનું હતું. (હિબ્રૂ ૭:૧૧-૧૪; ૮:૬, ૭, ૧૩) ઈશ્વરના રાજ્યમાં યાજક તરીકે સેવા આપવાનો સૌથી પહેલો લહાવો ફક્ત ઇઝરાયેલીઓને આપવામાં આવ્યો હતો. સમય જતાં, બીજી પ્રજાના લોકોને પણ એ લહાવો આપવામાં આવ્યો.—પ્રેકા ૧૦:૩૪, ૩૫; ૧૫:૧૪; રોમ ૧૦:૨૧.
મોટાભાગના યહુદીઓએ ઈસુમાં શ્રદ્ધા ન મૂકી. એટલે, તેઓ સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યના યાજકો ન બની શક્યા. તેઓ પવિત્ર રાષ્ટ્રનો ભાગ પણ ન બની શક્યા. (રોમ ૧૧:૭, ૨૦) ઇઝરાયેલીઓ વારંવાર યહોવાની વિરુદ્ધ જતા હતા. એટલે, યહોવાએ પ્રબોધક હોશિયા દ્વારા તેઓને ચેતવણી આપી કે: ‘તમે જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તમને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તમે તમારા ઈશ્વરના નિયમને ભૂલી ગયા છો, એટલે હું પણ તમારા વંશજોને ભૂલી જઈશ.’ (હો ૪:૬) ઈસુએ પણ યહૂદી આગેવાનોને કહ્યું: “તમારી પાસેથી ઈશ્વરનું રાજ્ય લઈ લેવાશે અને જે પ્રજા રાજ્યને યોગ્ય ફળ આપે છે એને એ રાજ્ય આપવામાં આવશે.” (માથ ૨૧:૪૩) તેમ છતાં, ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે બતાવી આપ્યું કે તે હારૂનના યાજકપદને માન આપે છે. દાખલા તરીકે, સાજા કરેલા રક્તપિત્તિયાઓને ઈસુએ જણાવ્યું: ‘યાજક પાસે જઈને પોતાને બતાવો અને શુદ્ધ થયા હોવાથી અર્પણ ચઢાવો.’—માથ ૮:૪; માર્ક ૧:૪૪; લૂક ૧૭:૧૪.
(નિર્ગમન ૨૦:૪, ૫) તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેનાં પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર; ૫ તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,
નિર્ગમનના મુખ્ય વિચારો
૨૦:૫—યહોવાહ કઈ રીતે “બાપોના અન્યાયની શિક્ષા છોકરાં પર” લાવે છે? બાળકો પુખ્ત વયના થાય ત્યારે તેઓએ પોતાના વલણ અને વર્તણૂક માટે યહોવાહને હિસાબ આપવો પડે છે. ઈસ્રાએલીઓએ મૂર્તિપૂજા કરી ત્યારે તેઓ ફક્ત પોતાના પર જ નહિ, પણ તેઓના વંશજો પર પણ શિક્ષા લઈ આવ્યા. વળી, તેઓને લીધે યહોવાહના ભક્તોએ પણ સત્યના માર્ગે ચાલવામાં વધુ મુશ્કેલીઓ અનુભવી.
બાઇબલ વાંચન
ઑગસ્ટ ૩૧–સપ્ટેમ્બર ૬
બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૧-૨૨
“જીવનને યહોવાની નજરે જુઓ”
(નિર્ગમન ૨૧:૨૦) અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને તેને ઠેર મારી નાખે, તો તેને નિશ્ચે શિક્ષા થાય.
it-૧-E ૨૭૧
માર મારવો
જો કોઈ દાસ કે દાસી તેના હિબ્રૂ માલિકની આજ્ઞા ન પાળે અથવા તેનો વિરોધ કરે તો માલિક તેને લાકડીથી મારી શકતો હતો. પણ એના લીધે જો દાસનું મોત થાય તો માલિકને સજા થતી. જો દાસ એક કે બે દિવસ જીવતો રહે તો એનાથી સાબિત થતું કે માલિકનો ઇરાદો તેનું ખૂન કરવાનો ન હતો. માલિકે તેને ‘પૈસાથી ખરીદ્યો’ હોવાથી તેને શિક્ષા કરવાનો માલિકનો હક હતો. કોઈ પણ માણસ હાથે કરીને પોતાની મૂલ્યવાન સંપત્તિને નુકસાન નહિ પહોંચાડે. એનાથી તો તેને પોતાને જ નુકસાન થશે. હવે જો માર ખાવાના એક કે બે દિવસ પછી દાસનું મરણ થાય તો એ પૂરી ખાતરીથી ન કહી શકાય કે તેનું મોત મારને લીધે થયું છે કે પછી કોઈ બીજા કારણને લીધે થયું છે. એટલે, જો દાસ એક કે બે દિવસ સુધી જીવતો રહે તો માલિકને સજા ન થતી.—નિર્ગ ૨૧:૨૦, ૨૧.
(નિર્ગમન ૨૧:૨૨, ૨૩) અને જો માણસો એકબીજા સાથે લડતાં કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા કરે, ને તેથી ગર્ભપાત નીપજે, પણ પાછળથી બીજું કંઈ નુકસાન ન થાય; તો તે સ્ત્રીનો ધણી તેને માથે ઠરાવે એટલો દંડ તેને આપવો પડશે; અને ન્યાયાધીશો ઠરાવે તે પ્રમાણે તે આપે. ૨૩ પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય તો તારે જીવને બદલે જીવ,
ઈશ્વરની જેમ તમે પણ જીવનને કીમતી ગણો
૧૬ યહોવાની નજરે માની કૂખમાંનું બાળક પણ કીમતી છે. તેમણે મૂસા દ્વારા આપેલા નિયમમાં આમ જણાવ્યું હતું: ‘જો કોઈ માણસો લડતા-ઝઘડતા કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે તેના બાળકને સમય પહેલાં જન્મ આપે પણ તેને ગંભીર ઈજા ન થાય, તો તે સ્ત્રીનો પતિ માગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાણે આપવો. પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા પ્રાણને બદલે પ્રાણ.’ (નિર્ગમન ૨૧:૨૨, ૨૩, ઇઝી ટુ રીડ વર્ઝન) એટલે જો કોઈ વ્યક્તિ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને એનાથી તે સ્ત્રી કે બાળક મરણ પામે, તો ઈશ્વરની નજરે તે વ્યક્તિ ખૂની ગણાતી. એની શિક્ષા “પ્રાણને બદલે પ્રાણ” હતી. જરા વિચાર કરો, દર વર્ષે કરોડો બાળકોને માની કૂખમાં જ મારી નાખવામાં આવે છે. મોટા ભાગે લોકો પોતાના પાપની નિશાની મિટાવી દેવા અથવા પોતાની આઝાદીમાં બાળક આડું આવશે એમ માનીને ગર્ભપાત કરાવે છે. આ રીતે બાળકોનું ખૂન થતા જોઈને યહોવાને કેટલું દુઃખ થતું હશે!
(નિર્ગમન ૨૧:૨૮, ૨૯) અને જો કોઈ બળદ કોઈ પુરુષને કે કોઈ સ્ત્રીને શિંગડું મારીને તેનું મોત નિપજાવે, તો તે બળદને નિશ્ચે પથ્થરે મારવો, ને તેનું માંસ ન ખાવું; પણ બળદનો ધણી નિર્દોષ ઠરે. ૨૯ પણ જો તે બળદને પહેલાંથી શિંગડું મારવાની ટેવ હોય, ને તેના ધણીને તેની ખબર હોય, તેમ છતાં તેણે તેને કબજે રાખ્યો ન હોય, ને તેથી તેણે કોઈ પુરુષનો અથવા સ્ત્રીનો જીવ લીધો હોય; તો તે બળદ પથ્થરે માર્યો જાય, ને તેનો ધણી પણ માર્યો જાય.
w૧૦-E ૪/૧૫ ૨૯ ¶૪
યહોવા ચાહે છે કે આપણે સલામત રહીએ
મૂસાના નિયમ પ્રમાણે પાલતુ જાનવરો માટે પણ અમુક નિયમો આપવામાં આવ્યા હતા. જો એક બળદ કોઈને શિંગડું મારે અને તે વ્યક્તિ મરી જાય તો માલિકે એ બળદને મારી નાખવો પડતો. જેથી તે બીજાને નુકસાન ન કરે. માલિક એ બળદનું માંસ ખાઈ ન શકતો કે બીજાને વેચી ન શકતો. આમ માલિકે ઘણું નુકસાન સહેવું પડતું. માની લો કે એક બળદ કોઈ માણસને ઘાયલ કરે તોપણ એનો માલિક એને બાંધી ન રાખે તો શું? જો આ જ બળદ પછી કોઈને મારી નાખે તો નિયમ હતો કે બળદ અને તેના માલિક બંનેને મારી નાખવા. આ નિયમને લીધે દરેક વ્યક્તિ કાળજી રાખતી કે પોતાનું પાલતુ જાનવર કોઈને નુકસાન ન પહોંચાડે.—નિર્ગ. ૨૧:૨૮, ૨૯.
કીમતી રત્નો શોધીએ
(નિર્ગમન ૨૧:૫, ૬) પણ જો તે દાસ સ્પષ્ટ કહે, કે હું મારા શેઠને તથા મારી સ્ત્રીને તથા મારાં છોકરાંને ચાહું છું; મારે તો છૂટવું નથી; ૬ તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.
યહોવાહને કેમ સમર્પણ કરવું જોઈએ?
૪ ઈશ્વરને સમર્પણ કરવું, વચન નિભાવવા કરતાં પણ વધુ મહત્ત્વની બાબત છે. તો પછી, સમર્પણ કરવાથી શું લાભ થાય છે? ચાલો અમુક દાખલા જોઈએ કે વચન નિભાવવાથી આપણને કેવા લાભ થાય છે. દાખલા તરીકે, દોસ્તી નિભાવવા વિષે વિચાર કરીએ. સારી દોસ્તીનો આનંદ માણવા પહેલાં તમારે સારા દોસ્ત બનવું જોઈએ, એમ કરવા તમારે દોસ્તની સંભાળ રાખવી જોઈએ અને દોસ્તી નિભાવવા બનતું બધું જ કરવું જોઈએ. એવી દોસ્તી દાઊદ અને યોનાથાનની હતી. બાઇબલ જણાવે છે કે તેઓએ દોસ્તી નિભાવવા વિષે શપથ પણ લીધા. (૧ શમુએલ ૧૭:૫૭; ૧૮:૧, ૩ વાંચો.) આવી ગાઢ દોસ્તી ભાગ્યે જ જોવા મળે છે. જો મિત્રો એકબીજાને વળગી રહે તો, તેઓની દોસ્તી ગાઢ બની શકે છે.—નીતિ. ૧૭:૧૭; ૧૮:૨૪.
૫ વચન નિભાવવાથી કેવા લાભ થાય છે એનો બીજો દાખલો ઈશ્વરે ઈસ્રાએલીઓને આપેલા નિયમોમાંથી જોવા મળે છે. ઘણા ચાકરોને ડર હતો કે માલિક તેઓને ગમે તે સમયે કાઢી મૂકશે. પણ જો એક ચાકરને પોતાનો માલિક સારો લાગતો હોય અને તેની સાથે સદા રહેવા ઇચ્છતો હોય તો માલિક સાથે કરાર કરી શકતો હતો. એ કરારથી તેઓને હંમેશ માટેની સલામતી મળતી. એ વિષે નિયમ કહે છે: “જો તે દાસ સ્પષ્ટ કહે, કે હું મારા શેઠને તથા મારી સ્ત્રીને તથા મારાં છોકરાંને ચાહું છું; મારે તો છૂટવું નથી; તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.”—નિર્ગ. ૨૧:૫, ૬.
(નિર્ગમન ૨૧:૧૪) અને જો કોઈ માણસ જાણીજોઈને પોતાના પડોશી પર ધસી પડીને તેને કપટથી મારી નાખે; તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો.
it-૧-E ૧૧૪૩
શિંગડું
નિર્ગમન ૨૧:૧૪માં લખેલા શબ્દોનો અર્થ એમ થતો કે જો યાજક કોઈનું ખૂન કરે તો તેને પણ મોતની સજા કરવામાં આવતી. એનો અર્થ એમ પણ થતો હતો કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને બીજાનું ખૂન કરે અને પછી જઈને વેદીના શિંગડાં પકડી લે તોપણ તેને રક્ષણ ન મળતું.—૧રા ૨:૨૮-૩૪ સરખાવો.
બાઇબલ વાંચન