વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧/૮ પાન ૫-૭
  • શું લોકો ક્યારેય એકબીજા પર પ્રેમ રાખશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું લોકો ક્યારેય એકબીજા પર પ્રેમ રાખશે?
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • પ્રથમ-સદીનો ચમત્કાર
  • આજના વિષે શું?
  • ધિક્કાર પર પ્રેમ વિજય મેળવે છે
  • પડોશી પર પ્રીતિ કર, એટલે શું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • તમારો પ્રેમ કેટલો ઊંડો છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ‘જેવો પોતાના પર તેવો પડોશી પર પ્રેમ કર’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • જેવો પોતાના પર તેવો પડોશી પર પ્રેમ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧/૮ પાન ૫-૭

શું લોકો ક્યારેય એકબીજા પર પ્રેમ રાખશે?

એક પંડિતે કહ્યું કે “અનંતજીવન”નો વારસો મેળવવા માટે, આપણે દેવને પૂરા હૃદયથી પ્રેમ કરવો જોઈએ, તેમ જ જેવો પોતાને તેમ પોતાના પડોશીને પ્રેમ કરવો જોઈએ. ઈસુએ પંડિતની પ્રશંસા કરીને તેને કહ્યું: “તેં ઠીક ઉત્તર આપ્યો છે; એમ કર, એટલે તું જીવશે.” (લુક ૧૦:૨૫-૨૮; લેવીય ૧૯:૧૮; પુનર્નિયમ ૬:૫) પરંતુ પોતાને ન્યાયી પુરવાર કરવા તેણે પૂછ્યું: “મારો પડોશી કોણ છે?”

નિઃશંક પંડિત ધારતો હતો કે ઈસુ કહેશે કે: ‘તારા સાથી યહુદીઓ.’ પરંતુ ઈસુએ ભલા સમરૂનીની વાર્તા જણાવીને બતાવ્યું કે આપણા પોતાના ઉપરાંત અન્ય રાષ્ટ્રોના લોકો પણ આપણા પડોશીઓ છે. (લુક ૧૦:૨૯-૩૭; યોહાન ૪:૭-૯) પોતાના સેવાકાર્ય દરમિયાન ઈસુએ દેવને પ્રેમ કરવાની અને પોતાના પડોશીને પ્રેમ કરવાની આપણા ઉત્પન્‍નકર્તાની સૌથી મહત્ત્વની આજ્ઞા પર ભાર મૂક્યો.—માત્થી ૨૨:૩૪-૪૦.

છતાં, શું લોકોનું કોઈ વૃંદ કદી પોતાના પડોશીઓને સાચી રીતે પ્રેમ કરે છે? શું સર્વ લોકો સાચે જ એકબીજા પર પ્રેમ રાખે એ શક્ય છે?

પ્રથમ-સદીનો ચમત્કાર

ઈસુએ પોતાના અનુયાયીઓને જણાવ્યું કે તેઓ પ્રેમથી ઓળખાશે જે જાતિ, રાષ્ટ્ર, અને અન્ય સર્વ સરહદોથી પર છે. તેમણે કહ્યું: “હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.” પછી તેમણે ઉમેર્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૪, ૩૫; ૧૫:૧૨, ૧૩.

પ્રેમ વિષેના ઈસુના શિક્ષણે, પ્રથમ-સદીમાં ચમત્કાર તરીકે કામ કર્યું, જેને તેમના ઉદાહરણથી ટેકો મળ્યો. તેમના અનુયાયીઓએ તેમના શિક્ષકનું અનુસરણ કર્યું, એ રીતે તેઓ એકબીજાને પ્રેમ કરવાનું શીખ્યા આ રીતે મોટા ભાગના લોકો આકર્ષાવા અને પ્રશંસા કરવા લાગ્યા. બીજી અને ત્રીજી સદી સી.ઈ.ના લેખક ટર્ટૂલીયને, બિન-ખ્રિસ્તીઓએ ઈસુના અનુયાયીઓની કરેલી પ્રશંસાનું વર્ણન કર્યું: ‘જુઓ તેઓ એકબીજાને કેટલો પ્રેમ કરે છે અને તેઓ એકબીજા માટે મરવા પણ તૈયાર છે.’

વાસ્તવમાં, પ્રેષિત યોહાને લખ્યું: “આપણે પણ ભાઈઓને સારૂ આપણા પ્રાણો આપવા જોઈએ.” (૧ યોહાન ૩:૧૬) ઈસુએ પોતાના અનુયાયીઓને પોતાના શત્રુઓને પ્રેમ કરવાનું શીખવ્યું. (માત્થી ૫:૪૩-૪૫) ઈસુએ શીખવ્યું તેમ લોકો બીજાઓને સાચે જ પ્રેમ કરે છે ત્યારે એની શું અસર થાય છે?

દેખીતી રીતે જ રાજકીય વિજ્ઞાનના એક પ્રાધ્યાપક એ પ્રશ્ન પર વિચાર કરતા હતા. એથી ધ ક્રિશ્ચિયન સેન્ચ્યુરીમાં નોંધ્યું છે તેમ તેમણે પૂછ્યું: “શું કોઈ ગંભીરપણે તેવા ઈસુનો વિચાર કરી શકે જે પોતાના શત્રુઓ તરફ હાથથી બૉમ્બ ફેંકતા હોય, મશીનગનનો ઉપયોગ કરતા હોય, અગ્‍નિક્ષેપકનો ઉપયોગ કરતા હોય, અણુબૉમ્બ ફેંકતા હોય અથવા એવાં જીવલેણ શસ્ત્રોનો ઉપયોગ કરતા હોય, જે હજારો માતાઓ અને બાળકોને મારી નાખે અથવા અપંગ બનાવી દે?”

જવાબમાં, પ્રાધ્યાપકે કહ્યું: “પ્રશ્ન એટલો વિચિત્ર છે કે જેનો જવાબ જ નથી.” એથી તેમણે પ્રશ્ન મૂક્યો: “ઈસુ એમ ન કરી શકે કારણ કે એ તેમના સિદ્ધાંતની વિરુદ્ધ હોય તો, આપણે કઈ રીતે એમ કરીને તેમને વફાદાર રહી શકીએ?” એથી, ઘણા ઐતિહાસિક પુસ્તકોમાં લખેલું છે તેનાથી આપણે આશ્ચર્ય ન પામવું જોઈએ કે, ઈસુના અનુયાયીઓ શરૂઆતથી જ તટસ્થ હતા. ફક્ત બે ઉદાહરણોનો વિચાર કરો.

અવર વર્લ્ડ થ્રુ ધ એજીસમાં, એન. પ્લાટ અને એમ. જે. ડ્રુમોન્ડ કહે છે: “રોમનો કરતાં ખ્રિસ્તીઓની વર્તણૂક એકદમ ભિન્‍ન હતી. . . . ખ્રિસ્તે શાંતિ વિષે પ્રચાર કર્યો હોવાથી, તેઓએ સૈનિક બનવાનો ત્યાગ કર્યો.” અને ધ ડિક્લાઈન ઍન્ડ ફૉલ ઑફ ધ રોમન એમ્પાયરમાં, એડવર્ડ ગીબ્બોને જણાવ્યું: “[શરૂઆતના ખ્રિસ્તીઓએ] આંતર વહીવટ અથવા સમ્રાટના લશ્કર સંરક્ષણમાં કોઈ સક્રિય ભાગ લેવાનો નકાર કર્યો. . . . ખ્રિસ્તીઓ માટે વધારે પવિત્ર ફરજ તજ્યા વિના, સૈનિકનો હોદ્દો ધારણ કરવો અશક્ય હતું.”

આજના વિષે શું?

શું આજે ખ્રિસ્ત જેવો પ્રેમ કોઈ બતાવે છે? એન્સાયક્લોપેડિયા કૅનેડીયાના અવલોકે છે: “યહોવાહના સાક્ષીઓનું કાર્ય ઈસુ અને તેમના શિષ્યોએ આચરેલા શરૂઆતના ખ્રિસ્તી ધર્મનું પુનર્જીવન અને પુનઃસ્થાપના છે . . . બધા ભાઈઓ છે.”

એનો શું અર્થ થાય છે? એનો અર્થ એ થાય છે કે યહોવાહના સાક્ષીઓ—કુળ, રાષ્ટ્રીયતા કે જાતિની પાર્શ્વભૂમિકા—કશાને પણ તેઓ વચ્ચે આવવા દેતા નથી, કે જેનાથી કદાચ તેઓના પડોશીઓને ધિક્કારવા માંડે. તેમ જ તેઓ કોઈની પણ કતલ કરશે નહિ, કારણ કે તેઓએ રૂપકાત્મક રીતે પોતાની તરવારોને ટીપીને કોશો અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવી દીધા છે, જેમ બાઇબલે દેવના સાચા સેવકો વિષે ભાખ્યું હતું.—યશાયાહ ૨:૪.

એમાં કંઈ આશ્ચર્ય નથી કે કેલીફોર્નિયાના સેક્રેમેન્ટો યુનિયનના સંપાદકે નોંધ્યું: “એટલું કહેવું પૂરતું છે કે જો આખું જગત યહોવાહના સાક્ષીઓની ધાર્મિક માન્યતા પ્રમાણે જીવે તો રક્તપાત અને ધિક્કારનો અંત આવી જશે, અને સર્વત્ર પ્રેમ પ્રવર્તમાન હશે”!

એ જ રીતે, હંગેરીના રીંગ સામયિકના લેખકે ટીકા આપી: “હું એવા નિષ્કર્ષ પર આવું છું કે જો ફક્ત યહોવાહના સાક્ષીઓ જ પૃથ્વી પર જીવતા હોત તો, યુદ્ધોનું અસ્તિત્વ રહ્યું ન હોત, અને પોલીસની એકમાત્ર ફરજ ટ્રાફીક વ્યવસ્થા જાળવવાની અને પાસપોર્ટ બનાવવાની જ રહી હોત.”

ઇટાલિયન ચર્ચ સામયિક એન્ડારે અલલે જેનટેમાં, એક રોમન કૅથલિક સાધ્વીએ સાક્ષીઓના વખાણ કરતા લખ્યું: “પોતાની માન્યતાને કારણે તેઓ પર ગમે તે જુલમ કરવામાં આવે, તેઓ સહન કરી લે છે, પરંતુ સામે લડતા નથી . . . યહોવાહના સાક્ષીઓની જેમ, કોઈ પણ કિંમતે કે કારણે, આપણે સર્વ ફરી શસ્ત્રો નહિ ઉપાડવાનો મક્કમ નિર્ધાર કરીને એક સવારે ઊઠીએ તો, આ જગત કેટલું ભિન્‍ન હશે!”

પોતાના પડોશીઓને મદદ કરવા માટે પહેલ કરવામાં સાક્ષીઓ જાણીતા છે. (ગલાતી ૬:૧૦) પોતાના પુસ્તક વીમેન ઈન સોવિયેટ પ્રિઝનમાં, એક લૅટ્‍વીઅને કહ્યું કે ૧૯૬૦ના દાયકામાં પોટ્‌મા શિક્ષા છાવણીમાં કામ કરતી વખતે પોતે ખૂબ જ માંદી પડી ગઈ હતી. “મારી માંદગી દરમિયાન [સાક્ષી] નર્સોએ સખત મહેનત કરી. ખાસ કરીને છાવણીની પરિસ્થિતિઓ હેઠળ, એનાથી સારી કાળજી મને ક્યાં મળી હોત.” તેણે ઉમેર્યું: “ધર્મ કે રાષ્ટ્રીયતાની ચિંતા કર્યા વગર, યહોવાહના સાક્ષીઓ દરેકને મદદ કરવી એ પોતાની ફરજ છે એમ માને છે.”

તાજેતરમાં ઝેક પ્રજાસત્તાકમાં જાહેર પ્રેસે જુલમી છાવણીઓમાં સાક્ષીઓની આવી વર્તણૂકની નોંધ લીધી. બર્નો શહેરમાં તૈયાર કરવામાં આવેલા દસ્તાવેજી ચિત્ર “ધ લોસ્ટ હોમ”માં ટીકા આપતા, વર્તમાનપત્ર સેવેરોકસ્કી ડેનીકએ અવલોક્યું: “એ નોંધ લેવા જેવું છે કે, એ સમયના વિશ્વાસુ સમકાલિનોએ [બચી ગયેલા ઝેક અને સ્લોવેક યહુદીઓએ] યહોવાહના સાક્ષીઓ કેદમાં જે રીતે જીવ્યા તેની પ્રશંસા કરી. ‘તેઓ બહુ જ હિંમતવાન લોકો હતા, તેઓ જે કોઈ રીતે મદદ કરી શકે, એ કરવા તૈયાર હતા. એ હદ સુધી કે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ મદદ કરવા તૈયાર હતા. તેઓ અમારા માટે પ્રાર્થના કરતા, જાણે કે અમે કુટુંબના ભાગ હોઈએ; તેઓ અમને ઉત્તેજન આપતા જેથી અમે હિંમત ન હારીએ.’”

તો પછી, શું જેઓ તમને ધિક્કારે છે તેઓને પ્રેમ કરી શકાય? શું એ શક્ય છે?

ધિક્કાર પર પ્રેમ વિજય મેળવે છે

શત્રુઓ પર પ્રેમ કરવા વિષેનું ઈસુનું શિક્ષણ બાઇબલ નીતિવચનના સુમેળમાં છે: “જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને રોટલી ખવાડ; જો તે તરસ્યો હોય તો તેને પાણી પા.” (નીતિવચન ૨૫:૨૧; માત્થી ૫:૪૪) એક વખત શત્રુઓ તરીકે ઓળખાતા કોઈ તરફથી પ્રેમાળ ધ્યાન મેળવવાની હકારાત્મક અસર વિષે, તાજેતરમાં જ યહોવાહની સાક્ષી બનનાર એક અશ્વેત સ્ત્રીએ લખ્યું: “ઘણા પ્રસંગોએ ગોરા સાક્ષીઓના સાચા પ્રેમનો અનુભવ કરીને મારું હૃદય અનિયંત્રિત આંસુથી હર્ષ પામ્યું, જે લોકોને થોડાક વખત પહેલાં જ ક્રાંતિનું પ્રયોજન વધારવા માટે હું જરાય અચકાયા વિના મારી નાખતી હતી.”

એક ફ્રેંચ સાક્ષીએ વર્ણવ્યું કે વિશ્વયુદ્ધ ૨ દરમિયાન તેઓના પડોશીએ ગેસ્ટાપોને મારી માતા વિષે જણાવ્યું. “પરિણામે, મારી માતાએ જર્મન જુલમી છાવણીઓમાં બે વર્ષ વિતાવ્યાં હતાં, જ્યાં તે લગભગ મરી જવા આવી હતી,” પુત્રીએ વર્ણવ્યું. “યુદ્ધ પછી, ફ્રેંચ પોલીસ ઇચ્છતી હતી કે મારી માતા એ કાગળ પર સહીં કરે જેમાં આ સ્ત્રી જર્મનમાં સામેલ છે તરીકે વર્ણવ્યું હતું. પરંતુ મારી માતાએ ઇનકાર કર્યો.” પછીથી, પડોશી કૅન્સરને કારણે મરણ પથારીએ હતી. પુત્રીએ કહ્યું: “મારી માતાએ તેણીના જીવનના છેલ્લા મહિનાઓ શક્ય એટલા દિલાસાવાળા બનાવવા માટે ઘણા કલાકો વિતાવ્યા. હું આ ધિક્કાર પર પ્રેમના વિજયને કદી પણ ભૂલીશ નહિ.”

એમાં પ્રશ્ન નથી કે, લોકો એકબીજા પર પ્રેમ કરવાનું શીખી શકે. અગાઉના શત્રુઓ—તુત્સી અને હુતુ, યહુદીઓ અને આરબો, આર્મેનિયનો અને તુર્કો, જાપાનીઓ અને અમેરિકનો, જર્મનો અને રશીયનો, પ્રોટેસ્ટંટ અને કૅથલિકો—સર્વ બાઇબલ સત્યથી એક થયા છે!

પહેલાં જે લાખો લોકો ધિક્કાર બતાવતા હતા, હવે તેઓ એકબીજાને પ્રેમ કરે છે તો, નિશ્ચે જગતના બધા લોકો પણ પ્રેમ કરી શકે છે. તેમ છતાં, સ્પષ્ટપણે સર્વ લોકોએ એકબીજા પર પ્રેમ કરવો હોય તો જગતવ્યાપી મોટો ફેરફાર જરૂરી છે. એ ફેરફાર કઈ રીતે આવશે?

[પાન ૭ પર ચિત્ર]

દક્ષિણ આફ્રિકામાં કાળા અને ગોરા

યહુદીઓ અને આરબો

હુતુ અને તુત્સી

લાક્ષણિક રીતે, સાક્ષીઓએ પોતાની તરવારોને ટીપીને હળની કોશો બનાવી છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો