યહોવાહનું મંદિર ‘કિંમતી વસ્તુઓથી’ ભરાય છે
“હું [યહોવાહ] સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કિંમતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ.”—હાગ્ગાય ૨:૭.
તમારા ઘરમાં કઈ કઈ કિંમતી કલમમાં ‘કિંમતી’ હોવાથી, સ્પેલીંગમાં ગોટાળો ન થાય, એટલે બધી જ જગ્યાએ ‘કિંમતી’ રાખ્યું છે. વસ્તુઓ છે? શું તમારી પાસે મોંઘું ફર્નિચર, કૉમ્પ્યુટર અને નવી નકોર કાર છે? એમ હોય તો પણ શું તમે સહમત નહિ થશો કે તમારા ઘરમાં સૌથી વધુ કિંમતી તમારા કુટુંબના સભ્યો છે? કલ્પના કરો કે એક રાત્રે તમે કશુંક બળતું હોય એમ લાગવાથી જાગી જાવ છો. તમે ઊઠીને જુઓ છો તો અરે, તમારા ઘરમાં તો આગ લાગી છે! બચવા માટે તમારે જલદી જ બહાર નાસી છૂટવું જોઈએ! એ સમયે તમે સૌથી પહેલાં શાની ચિંતા કરશો? તમારા ફર્નિચરની? કૉમ્પ્યુટરની? કે કારની? ખરેખર, તમે શું તમારા કુટુંબની ચિંતા નહિ કરશો? એમાં કોઈ શંકા નથી કે, તમે એમ જ કરશો, કારણ કે વસ્તુઓ કરતાં કુટુંબ વધારે વહાલું છે.
૨ હવે યહોવાહ દેવ અને તેમના પુત્ર, ઈસુ ખ્રિસ્ત વિષે વિચારો. યહોવાહ “આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંના સર્વેને ઉત્પન્ન કરનાર” છે. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪) યહોવાહે તેમના પુત્ર, “કુશળ કારીગર” દ્વારા સઘળું ઉત્પન્ન કર્યું. (નીતિવચન ૮:૩૦, ૩૧; યોહાન ૧:૩; કોલોસી ૧:૧૫-૧૭) ખરું કે, યહોવાહ દેવ અને ઈસુ બંને માટે તેઓએ બનાવેલું સઘળું કિંમતી હતું. (ઉત્પત્તિ ૧:૩૧ સરખાવો.) પરંતુ, વસ્તુઓ અને મનુષ્યોમાંથી તેઓ માટે વધારે મહત્ત્વનું શું હતું? તમને શું લાગે છે? નીતિવચન પુસ્તકમાં ઈસુએ પોતાને [“ડહાપણ,” NW] તરીકે ઓળખાવતા કહ્યું: “મનુષ્યોમાં મને આનંદ થતો હતો.” બીજું એક ભાષાંતર કહે છે કે, “માનવ સમુદાયને લીધે મને કેટલો બધો હર્ષ થતો હતો!”a
૩ ખરેખર, યહોવાહની નજરમાં મનુષ્યો ઘણા ‘કિંમતી’ છે. એ ૫૨૦ બી.સી.ઈ.માં પ્રબોધક હાગ્ગાયને તેમણે કહેલા શબ્દોમાં જોવા મળે છે. યહોવાહે કહ્યું: “હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કિંમતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ . . . આ મંદિરનું પાછળનું ગૌરવ આગલાના કરતાં વિશેષ થશે.”—હાગ્ગાય ૨:૭, ૯.
૪ યહોવાહ પોતાનું ઘર કઈ ‘કિંમતી વસ્તુઓથી’ ભરવાના હતા, જેનો ગૌરવ મહાન હોય? શું એ ભપકાદાર, મોંઘી મોંઘી વસ્તુઓ હશે? સોના, ચાંદી કે રત્નો હશે? ના. લગભગ પ૦૦ વર્ષ પહેલાં સુલેમાને બનાવેલું મંદિર યાદ કરો, જે ખૂબ જ ભવ્ય અને કિંમતી મંદિર હતું!b ખરેખર, યહોવાહ દેવ એમ માંગતા ન હતા કે, બાબેલોનના બંદીવાસમાંથી પાછા આવેલા થોડાક જ યહુદીઓ એવું જ મંદિર બાંધે!
૫ એ “કિંમતી વસ્તુઓ” કઈ છે, જેનાથી યહોવાહનું મંદિર ભરાશે? એ તો તેમના ભક્તો જ હોવા જોઈએ, જેઓ પ્રેમથી તેમને ભજે છે. એનાથી યહોવાહનું હૃદય આનંદ પામે છે, સોના-ચાંદીથી નહિ. (નીતિવચન ૨૭:૧૧; ૧ કોરીંથી ૧૦:૨૬) હા, યહોવાહની ઇચ્છા પૂરી કરનારા સર્વને તે મૂલ્યવાન ગણે છે. (યોહાન ૪:૨૩, ૨૪) એ ભક્તો “કિંમતી વસ્તુઓ” છે, જેઓ સુલેમાનના મંદિરના કિંમતી શણગાર કરતાં, યહોવાહ દેવની નજરમાં ઘણા મૂલ્યવાન છે.
૬ ઘણા વિરોધ છતાં, બાબેલોનથી પાછા ફરેલા યહુદીઓએ ૫૧૫ બી.સી.ઈ.માં મંદિર પૂરું કર્યું. ઈસુએ પોતાનું અર્પણ કર્યું ત્યાં સુધી, યરૂશાલેમનું આ મંદિર ઘણી “કિંમતી વસ્તુઓ” એટલે કે યહુદીઓ અને ધર્માંતર પામેલા બિન-યહુદીઓ માટે સાચી ભક્તિનું સ્થળ હતું. પરંતુ, આ મંદિર વધારે ભવ્ય બાબત રજૂ કરે છે, જે આપણે જોઈશું.
પ્રથમ સદી
૭ યરૂશાલેમનું મંદિર સાચી ભક્તિની મહાન ગોઠવણ સૂચવતું હતું. એ મંદિર જેવી ગોઠવણ યહોવાહે ૨૯ સી.ઈ.માં સ્થાપી, અને ઈસુને એના પ્રમુખ યાજક બનાવ્યા. (હેબ્રી ૫:૪-૧૦; ૯:૧૧, ૧૨) ચાલો આપણે જોઈએ કે, ઈસ્રાએલના પ્રમુખ યાજક અને ઈસુનું કામ કઈ રીતે મળતું આવે છે. દર વર્ષે પ્રાયશ્ચિત દિને, પ્રમુખ યાજક મંદિરના આંગણામાંની વેદી પર યાજકોનાં પાપોની માફી માટે બળદનું અર્પણ ચઢાવતા. પછી, બળદનું રક્ત લઈને તે મંદિરમાં પ્રવેશતા, અને આંગણા તથા પવિત્રસ્થાનને જુદા પાડતા પડદામાંથી પસાર થતા. ત્યાર પછી, પવિત્રસ્થાન અને પરમ પવિત્રસ્થાનને જુદા પાડતા પડદામાંથી પસાર થતા હતા. પરમ પવિત્રસ્થાનમાં પહોંચીને પ્રમુખ યાજક કરારકોશ પર રક્ત છાંટતા. પછી, એ જ પ્રમાણે તે ઈસ્રાએલના બાકીના ૧૨ કુળોનાં પાપોના પ્રાયશ્ચિત માટે બકરાનું અર્પણ ચઢાવતા. (લેવીય ૧૬:૫-૧૫) યહોવાહની મંદિર જેવી ગોઠવણમાં આ વિધિ કઈ રીતે થાય છે?
૮ ઈસુ ખ્રિસ્ત ૨૯ સી.ઈ.માં બાપ્તિસ્મા પામ્યા, અને દેવના પવિત્ર આત્માથી અભિષિક્ત થયા. ઈસુ જાણે કે વેદી પર, એટલે કે દેવની ઇચ્છા પૂરી કરવા અર્પણ થયા. (લુક ૩:૨૧, ૨૨) આ બનાવે સાડા ત્રણ વર્ષ ચાલેલા ઈસુના અર્પણરૂપી જીવનની શરૂઆત કરી. (હેબ્રી ૧૦:૫-૧૦) એ સમયે, ઈસુએ પવિત્ર આત્માથી અભિષિક્ત થઈને દેવ સાથે ખાસ સંબંધનો આનંદ માણ્યો. આકાશી પિતા સાથે ઈસુના એ અજોડ સંબંધને બીજા માનવીઓ પૂરેપૂરી રીતે સમજી શકતા નથી. એ જાણે કે માનવીઓની સમજણને ‘પડદો’ લાગ્યો હોય એમ હતું. જેવી રીતે મુલાકાતમંડપના પવિત્ર સ્થાન અને આંગણા વચ્ચે પડદો લગાડેલો હતો. તેથી, આંગણામાંના ઉપાસકો અંદર જોઈ શકતા નહિ.—નિર્ગમન ૪૦:૨૮.
૯ જોકે, દેવના આત્માથી અભિષિક્ત થયા હોવા છતાં, ઈસુ સ્વર્ગમાં જીવન મેળવી ન શકે. એનું કારણ એ કે માનવ શરીર સ્વર્ગમાં દેવના રાજ્યનો વારસો પામી શકતું નથી. (૧ કોરીંથી ૧૫:૪૪, ૫૦) ઈસુનું માનવ શરીર દીવાલરૂપ હતું. દેવના પ્રાચીન મંદિરમાં પવિત્ર અને પરમપવિત્ર સ્થાનને અલગ પાડતો પડદો એને સારી રીતે રજૂ કરે છે. (હેબ્રી ૧૦:૨૦) પરંતુ, ઈસુનું મરણ થયું એના ત્રીજા દિવસે, દેવે તેમને આત્મિક શરીરમાં સજીવન કર્યા. (૧ પીતર ૩:૧૮) એ પછી જ દેવની મંદિર જેવી ગોઠવણના પરમપવિત્ર સ્થાન, સ્વર્ગમાં ઈસુ પ્રવેશી શકે. ખરેખર, એમ જ બન્યું. પાઊલે લખ્યું: તમે બ્રેકેટમાંની કોમેન્ટ્સ ભૂલી ગયા “ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્રસ્થાન [અહીં પરમપવિત્ર સ્થાનને સૂચવે છે], જે ખરાનો નમૂનો છે, તેમાં ગયો નથી; પણ આકાશમાં જ ગયો, કે તે હમણાં આપણે સારૂ દેવની સમક્ષ હાજર થાય.”—હેબ્રી ૯:૨૪.
૧૦ સ્વર્ગમાં, ઈસુએ પોતાના રક્તથી ખંડણીની કિંમત યહોવાહને અર્પણ કરી. આ રીતે તેમણે પોતાના અર્પણનું ‘લોહી છાંટ્યું.’ જોકે, ઈસુએ એનાથી વધુ કર્યું. પોતાના મરણ અગાઉ, તેમણે શિષ્યોને કહ્યું હતું: “હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને જો હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, તો હું પાછો આવીશ, અને તમને મારી પાસે લઈ જઈશ; જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો.” (યોહાન ૧૪:૨, ૩) તેથી, પરમપવિત્ર સ્થાન કે સ્વર્ગમાં જઈને, ઈસુએ બીજા લોકો માટે માર્ગ ખોલ્યો. (હેબ્રી ૬:૧૯, ૨૦) આ બીજા લોકોની સંખ્યા ૧,૪૪,૦૦૦ હશે, જેઓ દેવની મંદિર જેવી ગોઠવણમાં યાજકો તરીકે સેવા કરશે. (પ્રકટીકરણ ૭:૪; ૧૪:૧; ૨૦:૬) જે રીતે ઈસ્રાએલના પ્રમુખ યાજક પ્રથમ યાજકોનાં પાપ માટે બળદનું રક્ત લઈને પરમપવિત્ર સ્થાનમાં જતા હતા, તેમ ઈસુના વહેવડાવેલા રક્તથી પ્રથમ આ ૧,૪૪,૦૦૦ યાજકોને લાભ મળશે.c
આજની “કિંમતી વસ્તુઓ”
૧૧ અભિષિક્ત જનોને પસંદ કરવાનું કામ ૧૯૩૫ની સાલ સુધી પૂરું થઈ ગયું હોય એમ લાગે છે.d પરંતુ, યહોવાહ દેવે પોતાના ઘરને મહિમાવાન કરવાનું પૂરું કર્યું ન હતું. હજુ પણ એમાં “કિંમતી વસ્તુઓ” આવવાની હતી. યાદ કરો કે ઈસ્રાએલના પ્રમુખ યાજક બે પ્રાણીઓનાં અર્પણ ચઢાવતા હતા. યાજકોનાં પાપ માટે એક બળદ, અને બાકીના ૧૨ કુળોનાં પાપ માટે બકરાનું અર્પણ ચઢાવતા હતા. અહીં યાજકો ઈસુ સાથે સ્વર્ગીય રાજ્યમાં જનારા અભિષિક્તોને ચિત્રિત કરે છે. બાકીના ૧૨ કુળના લોકો કોને ચિત્રિત કરે છે? એનો જવાબ ઈસુ પોતે યોહાન ૧૦:૧૬માં આપે છે: “મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંનાં નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે, અને તેઓ મારો સાદ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.” તેથી, ઈસુના વહેવડાવેલા રક્તથી બે જૂથોને લાભ મળે છે. પ્રથમ, જેઓને સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવાની આશા છે. બીજું, જેઓ સુખી દુનિયામાં અનંતજીવનની આશા રાખે છે. ખરું જોતાં, હાગ્ગાયે ભાખેલી “કિંમતી વસ્તુઓ” આ બીજા જૂથના લોકો છે.—મીખાહ ૪:૧, ૨; ૧ યોહાન ૨:૧, ૨.
૧૨ યહોવાહ હજુ પણ પોતાના ઘરમાં આ “કિંમતી વસ્તુઓ” લાવી રહ્યા છે. હાલમાં, પૂર્વીય યુરોપ, આફ્રિકાના અમુક ભાગો, અને બીજા કેટલાક દેશોમાં પ્રતિબંધો ઉઠાવી લેવાયા છે. તેથી, દેવના રાજ્યના સુસમાચારનો પ્રચાર ત્યાં પણ થઈ શકે છે. ‘કિંમતી વસ્તુઓ’ જેવા લોકો દેવના મંદિરમાં આવે છે તેમ, તેઓ પણ ઈસુની આજ્ઞા પાળીને શિષ્યો બનાવે છે. (માત્થી ૨૮:૧૯, ૨૦) આમ કરીને તેઓ જુદી જુદી ઉંમરના લોકોને મળે છે, જેઓ યહોવાહના મંદિરને મહિમાવાન કરતી “કિંમતી વસ્તુઓ” બની શકે. ચાલો એવા અમુક અનુભવો જોઈએ.
૧૩ બોલિવિયામાં, યહોવાહના સાક્ષીના કુટુંબની એક પાંચ વર્ષની બાળકીએ એક સપ્તાહની રજા માટે પોતાની શિક્ષિકાને વિનંતી કરી. એનું કારણ એ હતું કે મંડળમાં સરકીટ નિરીક્ષકની મુલાકાત હતી. તે આ ખાસ સપ્તાહ દરમિયાન પ્રચાર કાર્યમાં ભાગ લેવા ચાહતી હતી. તેના માબાપને એ જાણીને નવાઈ લાગી, પણ તેઓ બાળકીના સરસ વલણથી ઘણા જ ખુશ થયા. એ નાનકડી છોકરી અત્યારે પાંચ બાઇબલ અભ્યાસ ચલાવે છે, અને એમાંના અમુક ખ્રિસ્તી સભાઓમાં પણ આવે છે. તે પોતાની શિક્ષિકાને પણ સભામાં લાવી હતી. સમય જતાં, તેના બાઇબલ વિદ્યાર્થીઓ એવી “કિંમતી વસ્તુઓ” પણ બની શકે, જે યહોવાહના મંદિરને મહિમા આપશે.
૧૪ કોરિયામાં એક ખ્રિસ્તી બહેન ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. તેમણે એક વિદ્યાર્થી જે તેના હેડફોનથી સંગીત સાંભળી રહ્યો હતો, તેની સાથે વાત કરી. બહેને તેને પૂછ્યું કે “તમે કયો ધર્મ પાળો છો?” પેલા વિદ્યાર્થીએ કહ્યું: “મને કોઈ ધર્મમાં રસ નથી.” બહેન એના જવાબથી નિરાશ થયા નહિ. તેમણે કહ્યું કે, “સમય જતાં, તેના વિચાર બદલાઈ પણ શકે. પરંતુ, તેની પાસે ધર્મ વિષે જ્ઞાન નહિ હોય તો, તે ખોટો ધર્મ પસંદ કરી બેસી શકે.” વિદ્યાર્થીને વાતમાં રસ પડ્યો, અને તેણે આપણી બહેનની વાત ધ્યાનથી સાંભળી. બહેને તેને શું કાળજી લે એવા કોઈ ઉત્પન્નકર્તા છે? (અંગ્રેજી) પુસ્તક આપ્યું, અને કહ્યું કે જ્યારે તે ધર્મ પસંદ કરવાનું નક્કી કરશે, ત્યારે એ પુસ્તક તેને ઘણી જ મદદ કરશે. તરત જ પેલા વિદ્યાર્થીએ એ પુસ્તક લઈ લીધું. બીજા અઠવાડિયે, તેણે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો, અને હવે તે મંડળની બધી સભાઓમાં આવે છે.
૧૫ જાપાનમાં, ૧૨ વર્ષની મેગુમી તેની શાળાને પ્રચાર કરવાનો સરસ વિસ્તાર ગણે છે. તે ઘણા બાઇબલ અભ્યાસો પણ શરૂ કરી શકી છે. મેગુમી એ કઈ રીતે કરે છે? જમવાના સમયે તે બાઇબલ વાંચે છે, કે સભાઓની તૈયારી કરે છે. તેથી, તેના મિત્રો ઘણી વાર તેને પૂછતા હોય છે કે તે શું કરે છે. કેટલાક તેને પૂછે છે કે તે શાળાની અમુક ગોઠવણોમાં કેમ ભાગ લેતી નથી. મેગુમી તેઓને જવાબ આપે છે. વળી, તેઓને જણાવે છે કે, દેવને નામ છે. મોટા ભાગે, એનાથી તેના સાંભળનારાને એ જાણવાની ઇચ્છા વધી જતી. પછી તે તેઓ સાથે બાઇબલમાંથી વાતચીત કરતી. અત્યારે મેગુમી ૨૦ બાઇબલ અભ્યાસ ચલાવે છે, જેમાંથી ૧૮ તેના શાળાના મિત્રો છે.
૧૬ કેમેરૂનમાં, એક જગ્યાએ આઠ માણસો ભેગા કામ કરતા હતા, ત્યાં એક ભાઈ આવતા-જતા લોકોને પ્રચાર કરતા હતા. એ ભાઈની મશ્કરી કરવાના ઇરાદાથી, તેઓએ તેમને બોલાવીને પૂછ્યું કે, શા માટે તે ત્રૈક્ય, નરક કે અમર જીવમાં માનતા નથી. બાઇબલનો ઉપયોગ કરીને આપણા ભાઈએ તેઓના પ્રશ્નોના જવાબ આપ્યા. તેથી, તેઓમાંના ત્રણ જણે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. તેઓમાંનો એક દાનીયેલ હતો. તેણે સભાઓમાં આવવાનું શરૂ કર્યું અને મેલીવિદ્યાને લગતી તેની બધી ચીજોનો તેણે નાશ કર્યો. (પ્રકટીકરણ ૨૧:૮) એક વર્ષમાં તો તે બાપ્તિસ્મા પામ્યો.
૧૭ એલ સાલ્વાડોરમાં, એક માણસ યહોવાહના સાક્ષીઓને જોતો ત્યારે, દરવાજા પાસે શિકારી કૂતરો બાંધી રાખતો. સાક્ષીઓ જાય પછી, તે કૂતરાને ઘરમાં લઈ જતો. તેથી, ભાઈઓ તેની સાથે કદી વાત કરી શકતા નહિ. એક દિવસ ભાઈઓએ તરકીબ શોધી કાઢી. તેઓ જાણતા હતા કે, પોતે જે કંઈ કહેશે એ પેલો માણસ સાંભળી શકતો હતો, એટલે તેઓએ કૂતરાને પ્રચાર કરવાનું નક્કી કર્યું. ભાઈઓ એ ઘર પાસે આવ્યા, કૂતરાને ‘કેમ છો’ કર્યું, અને જણાવ્યું કે એની સાથે વાત કરવાથી તેઓ ઘણા જ ખુશ હતા. તેઓએ એને સુખી નવી દુનિયા વિષે વાત કરી, અને જણાવ્યું કે એ સમયે કોઈ પણ ગુસ્સે નહિ થાય, અરે પ્રાણીઓ પણ શાંતિમાં હશે. પછી તેઓએ કૂતરાને ‘આવજો’ કહ્યું, અને ત્યાંથી જવા લાગ્યા. તેઓ માની ન શક્યા કે, પેલો માણસ ઘરમાંથી બહાર આવ્યો. તેણે તેઓ સાથે કદી વાત ન કરી એ માટે માફી માંગી. તેણે સામયિકો સ્વીકાર્યા, બાઇબલ અભ્યાસ શરૂ થયો, અને હવે તે આપણા ભાઈ છે. હા, તે ‘કિંમતી વસ્તુઓમાંના’ એક બન્યા છે!
“બીહો મા”
૧૮ શું તમે પ્રચાર અને શિષ્ય બનાવવાના મહત્ત્વના કામમાં ભાગ લઈ રહ્યા છો? એમ હોય તો એ ખરેખર આપણી ભવ્ય તક છે. એ રીતે જ, આજે યહોવાહ પોતાના મંદિરમાં “કિંમતી વસ્તુઓ” લાવી રહ્યા છે. (યોહાન ૬:૪૪) ખરું કે કોઈ વાર, તમે થાકી કે નિરાશ થઈ જઈ શકો. ઘણી વાર, યહોવાહના વફાદાર સેવકોમાંના કેટલાકને લાગી શકે કે, પોતે નકામા છે. પરંતુ પડતું ન મૂકશો! યહોવાહ તમને પ્રિય ગણે છે, અને ચાહે છે કે, તમારું તારણ થાય.—૨ પીતર ૩:૯.
૧૯ વિરોધ કે બીજા કોઈ અઘરા સંજોગોને કારણે આપણે નિરાશ થઈ જઈ શકીએ. એ સમયે, બાબેલોનના બંદીવાસમાંથી પાછા ફરેલા યહુદીઓને યહોવાહે જે કહ્યું, એ આપણને ઉત્તેજન આપી શકે. આપણે હાગ્ગાય ૨:૪-૬માં વાંચીએ છીએ: “તોપણ હવે, યહોવાહ કહે છે, હે ઝરૂબ્બાબેલ, બળવાન થા; હે યહોસાદાકના દીકરા યહોશુઆ, પ્રમુખ યાજક, બળવાન થા; યહોવાહ કહે છે, હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઈને કામે લાગો: કેમકે સૈન્યોનો દેવ યહોવાહ કહે છે, કે જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તમારી સાથે કોલકરાર કરીને જે વચનો મેં કહ્યાં તે પ્રમાણે હું તમારી સાથે છું, ને મારો આત્મા તમારામાં રહે છે; તમે બીહો મા. કેમકે સૈન્યોનો દેવ યહોવાહ આમ કહે છે: હજી એક વાર થોડી મુદ્ત પછી હું આકાશોને, પૃથ્વીને, સમુદ્રને તેમજ કોરી ભૂમિને હલાવીશ.” નોંધ લો કે યહોવાહ ફક્ત બળવાન થવાનું જ કહેતા નથી, પણ ક્યાંથી હિંમત મળી શકે એ પણ જણાવે છે. આ શબ્દોને ધ્યાન આપો: “હું તમારી સાથે છું.” એ આપણો વિશ્વાસ કેટલો દૃઢ કરે છે કે, ભલે ગમે તેવા નડતરો આવે, યહોવાહ આપણી સાથે છે!—રૂમી ૮:૩૧.
૨૦ ખરેખર, યહોવાહ પોતાના લોકોની સાથે જ છે. તેમણે પ્રબોધક હાગ્ગાયને જે કહ્યું એ જ પ્રમાણે બની રહ્યું છે: “આ મંદિરનું પાછળનું ગૌરવ આગલાના કરતાં વિશેષ થશે; અને, આ સ્થાનમાં હું સલાહશાંતિ આપીશ.” (હાગ્ગાય ૨:૯) સાચે જ, આજે યહોવાહની મંદિર જેવી ગોઠવણનો મહિમા મહાન છે. દર વર્ષે, લાખો લોકો એમાં સાચી ભક્તિ કરવા ભેગા થાય છે. તેઓને ત્યાં યહોવાહ દેવનું પુષ્કળ જ્ઞાન મળે છે. આ અશાંત જગતમાં પણ તેઓ એવી શાંતિનો આનંદ માણે છે, જે ક્યાંય જોવા નહિ મળે. ફક્ત દેવની નવી દુનિયા જ એનાથી વધારે શાંતિપૂર્ણ હશે.—યશાયાહ ૯:૬, ૭; લુક ૧૨:૪૨.
૨૧ યહોવાહ જલદી જ આર્માગેદનમાં સર્વ પ્રજાઓને ‘હલાવશે.’ (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) તેથી, ચાલો આપણે બાકી રહેલા સમયનો ઉપયોગ જીવન બચાવવા કરીએ. આપણે દૃઢ રહીએ અને યહોવાહમાં પૂરા હૃદયથી ભરોસો રાખીએ. યહોવાહના ‘મંદિરમાં’ હંમેશા ભક્તિ કરવાનો આપણે નિર્ણય કરીએ, અને યહોવાહ કહે ત્યાં સુધી, “કિંમતી વસ્તુઓ” તેમના મંદિરમાં લાવતા રહીએ.
[ફુટનોટ્સ]
a ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયા દ્વારા પ્રકાશિત.
b સુલેમાનના મંદિરના બાંધકામ માટેના ફાળાની આજની કિંમત લગભગ ૪૦ અબજ ડૉલર થાય. મંદિર બનાવ્યા પછી જે કંઈ વધ્યું હતું, એ ભંડારમાં રાખવામાં આવ્યું.—૧ રાજા ૭:૫૧.
c ઈસ્રાએલના પ્રમુખ યાજકની જેમ ઈસુ પાપી ન હતા. તેથી, તેમને પ્રાયશ્ચિત માટે અર્પણની જરૂર ન હતી. પરંતુ, ઈસુ ખ્રિસ્તના સાથી યાજકોને એની જરૂર હતી, કેમ કે તેઓને પાપી મનુષ્યોમાંથી ખરીદવામાં આવ્યા.—પ્રકટીકરણ ૫:૯, ૧૦.
d ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૮ના ચોકીબુરજના પાન ૧૭-૨૨ જુઓ.
આપણે શું શીખ્યા?
• યહોવાહ દેવને વસ્તુઓ કરતાં શું પ્રિય છે?
• ઈસુએ વહેવડાવેલા રક્તથી કયા બે જૂથોને લાભ મળે છે?
• યહોવાહના ‘મંદિરને’ મહિમા આપતી “કિંમતી વસ્તુઓ” કઈ છે?
• હાગ્ગાયની ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે, એનો કયો પુરાવો છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. મરણ-જીવનનો સવાલ આવે ત્યારે, શા માટે આપણે કુટુંબને પ્રથમ મૂકીએ છીએ?
૨. યહોવાહે કઈ કઈ વસ્તુઓ બનાવી, અને ઈસુને શામાં સૌથી વધુ આનંદ થતો હતો?
૩. યહોવાહે હાગ્ગાય દ્વારા કઈ ભવિષ્યવાણી કરી?
૪, ૫. (ક) શા માટે એમ કહી શકાય કે “કિંમતી વસ્તુઓ” સોનારૂપાની નથી? (ખ) “કિંમતી વસ્તુઓ” શું છે, અને શા માટે?
૬. પ્રાચીન સમયમાં દેવના મંદિરનો હેતુ શું હતો?
૭. (ક) યરૂશાલેમનું પ્રાચીન સમયનું મંદિર શું સૂચવતું હતું? (ખ) પ્રાયશ્ચિત દિને પ્રમુખ યાજક શું કરતા?
૮. (ક) કયા અર્થમાં ઈસુના ‘અર્પણની’ શરૂઆત ૨૯ સી.ઈ.માં થઈ? (ખ) ઈસુએ પૃથ્વી પર યહોવાહ સાથે કયા ખાસ સંબંધનો આનંદ માણ્યો?
૯. શા માટે માનવ તરીકે ઈસુ સ્વર્ગમાં પ્રવેશી ન શકે, અને એનો ઉકેલ કઈ રીતે આવ્યો?
૧૦. ઈસુએ સ્વર્ગમાં જઈને શું કર્યું?
૧૧. ઈસ્રાએલના પ્રમુખ યાજક કોના માટે બકરાનું અર્પણ ચઢાવતા, અને એ શું સૂચવતું હતું?
૧૨. આજે કઈ રીતે ઘણી “કિંમતી વસ્તુઓ” દેવના મંદિરમાં લાવવામાં આવે છે?
૧૩. બોલિવિયામાં એક છોકરીએ રાજ્ય સંદેશો પ્રચાર કરવામાં કેવો ઉત્સાહ બતાવ્યો?
૧૪. કોરિયામાં, કઈ રીતે એક બહેનના પ્રયત્નને લીધે, એક વિદ્યાર્થીને લાભ મળ્યો?
૧૫. જાપાનમાંની એક છોકરી કઈ રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરે છે, અને તેના પ્રયત્નનો શું બદલો મળ્યો?
૧૬. કેમેરૂનમાં કેટલાક મશ્કરી કરનારા સાથે, આપણા ભાઈએ કઈ રીતે બાઇબલ અભ્યાસ શરૂ કર્યા?
૧૭. એલ સાલ્વાડોરમાંના ભાઈઓએ કઈ રીતે ચતુરાઈથી એક વ્યક્તિને પ્રચાર કર્યો?
૧૮. આજે ખ્રિસ્તીઓને કઈ મુશ્કેલી છે, પણ યહોવાહની નજરમાં આપણે દરેક કેવા છીએ?
૧૯. હાગ્ગાય દ્વારા યહોવાહ કયું ઉત્તેજન આપે છે, અને એનાથી આપણને કઈ રીતે હિંમત મળી શકે?
૨૦. કઈ રીતે યહોવાહના મંદિરનો મહિમા હમણાં મહાન છે?
૨૧. આપણો નિર્ણય શું હોવો જોઈએ?
[ડાયગ્રામ on page 16]
(For fylly formatted text, see publication)
યહોવાહનું પ્રાચીન સમયનું મંદિર શું સૂચવે છે?
પરમ પવિત્ર સ્થાન
પડકો
પવિત્ર સ્થાન
ચોક
વેદી
આંગણું
[પાન ૧૭ પર ચિત્ર]
યાજકોનાં પાપ માટે પ્રમુખ યાજક બળદનું અને ઈસ્રાએલનાં બાકીનાં ૧૨ કુળોનાં પાપ માટે બકરાનું બલિદાન ચઢાવતા
[પાન ૧૮ પર ચિત્ર]
આખા જગતમાં થતો પ્રચાર લાખોને યહોવાહના ‘મંદિરમાં’ લાવે છે