ગીતશાસ્ત્ર
ל [લામેદ]
૧૦ હે યહોવા, તમે કેમ દૂર ઊભા છો?
સંકટના સમયે તમે કેમ છુપાઈ જાઓ છો?+
נ [નૂન]
તે યહોવાનું ઘોર અપમાન કરે છે.
૪ ઘમંડને લીધે દુષ્ટને ઈશ્વરની કંઈ પડી નથી.
તે વિચારે છે, “ભગવાન છે જ નહિ.”+
તે પોતાના બધા દુશ્મનોની હાંસી ઉડાવે છે.*
૬ તે પોતાના મનમાં કહે છે:
“કોઈ મારો વાળ પણ વાંકો નહિ કરી શકે.
હું પેઢી દર પેઢી ક્યારેય આફત નહિ જોઉં.”+
פ [પે]
૮ તે હુમલો કરવા ગામો નજીક સંતાઈ રહે છે,
નિર્દોષનો જીવ લેવા પોતાની જગ્યાએથી બહાર નીકળે છે.+
ע [આયિન]
તેની નજર શિકારની શોધમાં જ હોય છે.+
૯ ગુફામાં* છુપાયેલા સિંહની જેમ, તે લપાઈને બેસે છે.+
લાચાર પર તરાપ મારવા તે લાગ શોધે છે.
લાચારને જાળમાં ફસાવીને તે પકડી પાડે છે.+
૧૦ તે શિકારને કચડી નાખે છે, ભોંયભેગો કરી દે છે.
લાચાર તેના મજબૂત પંજામાં સપડાઈ જાય છે.
ק [કોફ]
૧૨ હે યહોવા, ઊઠો!+ હે ઈશ્વર, કંઈક કરો.+
દુખિયારા લોકોને ભૂલશો નહિ.+
૧૩ દુષ્ટ શા માટે ઈશ્વરનો તિરસ્કાર કરે છે?
તે વિચારે છે: “ભગવાન મારી પાસે કોઈ હિસાબ માંગશે નહિ.”
ר [રેશ]
ש [શીન]
૧૫ તમે દુષ્ટ અને ખરાબ માણસના હાથ તોડી નાખો.+
તેનાં ખરાબ કામોની એવી સજા આપો કે
એ શોધો તોપણ ન જડે.
૧૬ યહોવા સદાને માટે રાજા છે.+
દુષ્ટ પ્રજાઓ પૃથ્વી પરથી નાશ પામી છે.+
ת [તાવ]
૧૭ પણ હે યહોવા, તમે નમ્ર જનોની અરજોને કાન ધરશો.+