-
૧ રાજાઓ ૨૨:૫૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૧ યહૂદામાં યહોશાફાટ રાજાના શાસનનું ૧૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે આહાબનો દીકરો અહાઝ્યા+ સમરૂનમાં ઇઝરાયેલનો રાજા બન્યો. અહાઝ્યાએ ઇઝરાયેલ પર બે વર્ષ રાજ કર્યું.
-
-
૨ રાજાઓ ૧૦:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ યેહૂએ ઇઝરાયેલના ખૂણે ખૂણે ઢંઢેરો પિટાવ્યો. બઆલના બધા ભક્તો આવ્યા, એકેય બાકી રહ્યો નહિ. તેઓ બઆલના મંદિરમાં ભેગા થયા+ અને એ ખીચોખીચ ભરાઈ ગયું.
-
-
૨ રાજાઓ ૨૩:૪, ૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ રાજાએ પ્રમુખ યાજક હિલ્કિયાને,+ બીજા યાજકોને અને દરવાનોને હુકમ કર્યો: યહોવાના મંદિરમાંથી એ બધી વસ્તુઓ બહાર કાઢી લાવો, જે બઆલની અને ભક્તિ-થાંભલાની+ પૂજા કરવા તેમજ આકાશમાં જે કંઈ છે એ બધાની* પૂજા કરવા વપરાય છે. તેણે એ બધી વસ્તુઓ યરૂશાલેમ બહાર કિદ્રોનના ઢોળાવો પર બાળી નાખી અને એની રાખ બેથેલ લઈ ગયો.+ ૫ યોશિયાએ બીજા દેવોની પૂજા કરતા યાજકોને કાઢી મૂક્યા, જેઓને યહૂદાના રાજાઓએ રાખ્યા હતા. એ યાજકો યહૂદા અને યરૂશાલેમની આસપાસનાં શહેરોમાં ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા હતા. તેણે એવા લોકોને પણ કાઢી મૂક્યા, જેઓ બઆલને, સૂર્ય-ચંદ્રને, રાશિનાં નક્ષત્રોને અને આકાશમાં જે કંઈ છે એ બધાને આગમાં બલિદાનો ચઢાવતા હતા.+
-