-
૨ કાળવૃત્તાંત ૩૧:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ યરૂશાલેમમાં તહેવારની ઉજવણી પૂરી થઈ. એ પછી તરત બધા ઇઝરાયેલીઓ યહૂદાનાં શહેરોમાંથી બહાર ગયા. તેઓ આખા યહૂદા અને બિન્યામીન તેમજ એફ્રાઈમ અને મનાશ્શામાં+ ફરી વળ્યા. તેઓએ ભક્તિ-સ્તંભોનો ભાંગીને ભૂકો કરી નાખ્યો.+ ભક્તિ-થાંભલાઓ કાપી નાખ્યા.+ ભક્તિ-સ્થળો+ અને વેદીઓ તોડી પાડ્યાં.+ તેઓએ એ બધાનો પૂરેપૂરો વિનાશ કરી નાખ્યો. પછી બધા ઇઝરાયેલીઓ પોતાનાં ઘરે, પોતાનાં શહેરોમાં પાછા ગયા.
-