-
૧ શમુએલ ૨૬:૮-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ અબીશાયે દાઉદને કહ્યું: “ઈશ્વરે આજે તમારા દુશ્મનને તમારા હાથમાં સોંપી દીધો છે.+ કૃપા કરીને મને ભાલાના એક જ ઘાથી શાઉલને ભોંયભેગો કરી દેવા દો, મારે બીજો ઘા કરવો નહિ પડે.” ૯ પણ દાઉદે અબીશાયને કહ્યું: “તેમને કંઈ કરીશ નહિ. યહોવાના અભિષિક્ત+ વિરુદ્ધ હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?”+ ૧૦ દાઉદે આગળ કહ્યું: “યહોવાના સમ* કે યહોવા પોતે તેમને મારી નાખશે;+ અથવા બધાની જેમ તેમણે પણ એક દિવસે મરવું પડશે;+ અથવા તો કોઈ યુદ્ધમાં તે માર્યા જશે.+
-
-
ગીતશાસ્ત્ર ૩૭:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
એવા માણસને લીધે ક્રોધે ભરાઈશ નહિ,
જે પોતાનાં કાવતરાંમાં સફળ થાય છે.+
-