૧૮ હે ઈશ્વર, તમારા જેવું બીજું કોણ છે?
તમે પોતાના બાકી રહેલા લોકોની+ ભૂલો માફ કરો છો,
તમે તેઓના અપરાધો યાદ રાખતા નથી.+
તમે કાયમ ગુસ્સે ભરાયેલા રહેશો નહિ,
કેમ કે લોકોને અતૂટ પ્રેમ બતાવવાથી તમને ખુશી મળે છે.+
૧૯ તમે અમને ફરી દયા બતાવશો,+ અમારી ભૂલોને પગ નીચે ખૂંદી નાખશો.
તમે અમારાં પાપોને સમુદ્રના ઊંડાણમાં નાખી દેશો.+