૨૭ તેણે કહ્યું: “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા બળથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ તેમ જ ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’”+
૯ કેમ કે નિયમશાસ્ત્ર કહે છે: “તમે વ્યભિચાર ન કરો.+ તમે ખૂન ન કરો.+ તમે ચોરી ન કરો.+ તમે લોભ ન કરો.”+ આ અને નિયમશાસ્ત્રની બીજી બધી આજ્ઞાઓનો સાર આ શબ્દોમાં રહેલો છે: “તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખો.”+