૨૧ એ સમયથી ઈસુ શિષ્યોને સમજાવવા લાગ્યા કે તેમણે યરૂશાલેમ જવું પડશે. તેમણે વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તરફથી ઘણી સતાવણી સહેવી પડશે. તેમને મારી નાખવામાં આવશે અને તે ત્રીજા દિવસે જીવતા કરાશે.+
૨૨ તેઓ ગાલીલમાં ભેગા થયા હતા ત્યારે ઈસુએ કહ્યું: “માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે.+૨૩ તેઓ તેને મારી નાખશે અને તે ત્રીજા દિવસે જીવતો કરાશે.”+ એ સાંભળીને શિષ્યો બહુ જ દુઃખી થયા.
૩ મને એક સૌથી મહત્ત્વની વાત જણાવવામાં આવી, જે મેં તમને પણ જણાવી છે. એ વાત આ છે: શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપ માટે મર્યા,+૪ તેમને દફનાવવામાં આવ્યા+ અને શાસ્ત્રવચનોમાં લખવામાં આવ્યું હતું+ તેમ તેમને ત્રીજા દિવસે+ જીવતા કરવામાં આવ્યા.+