૨૦ જુઓ! ૧૨ વર્ષથી લોહીવાથી પીડાતી+ એક સ્ત્રી પાછળથી આવી અને ઈસુના ઝભ્ભાની કોરને અડકી.+ ૨૧ તે મનમાં ને મનમાં કહેતી હતી: “જો હું ફક્ત તેમના ઝભ્ભાને અડકું તો સાજી થઈ જઈશ.” ૨૨ ઈસુ પાછળ ફર્યા અને તેને જોઈને કહ્યું: “દીકરી, હિંમત રાખ! તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે.”+ એ જ ઘડીએ તે સ્ત્રી સાજી થઈ.+