વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માર્ક ૫:૨૫-૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ ત્યાં એક સ્ત્રી હતી, જે ૧૨ વર્ષથી+ લોહીવાથી*+ પીડાતી હતી. ૨૬ તેણે ઘણા વૈદો પાસે સારવાર કરાવી હતી અને ખૂબ દુઃખ સહન કર્યું હતું. તેણે પોતાની પાસે જે કંઈ હતું એ બધું વાપરી નાખ્યું હતું. પણ ફાયદો થવાને બદલે, તેની હાલત વધારે ખરાબ થઈ હતી. ૨૭ તેણે ઈસુ વિશેની વાતો સાંભળી હતી. એટલે તે ટોળામાં પાછળથી આવી અને ઈસુના ઝભ્ભાને અડકી.+ ૨૮ તે મનમાં ને મનમાં કહેતી હતી: “જો હું ફક્ત તેમના ઝભ્ભાને અડકું તો સાજી થઈ જઈશ.”+ ૨૯ તરત જ તેનું લોહી વહેતું બંધ થઈ ગયું. તેને ખબર પડી કે તે મોટી બીમારીમાંથી સાજી થઈ છે.

      ૩૦ ઈસુને તરત જ ખબર પડી કે તેમનામાંથી શક્તિ નીકળી છે.+ તેમણે ટોળામાં પાછળ ફરીને પૂછ્યું: “મારા ઝભ્ભાને કોણ અડક્યું?”+ ૩૧ શિષ્યોએ કહ્યું: “તમે જુઓ છો કે ટોળું તમારી નજીક આવવા પડાપડી કરે છે અને તમે પૂછો છો, ‘મને કોણ અડક્યું?’” ૩૨ પણ આવું કોણે કર્યું એ જાણવા તે ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા. ૩૩ જે બન્યું હતું એ સ્ત્રીને ખબર હતી. એટલે તે ગભરાતી ગભરાતી આવી અને ઈસુ આગળ ઘૂંટણિયે પડી. તેણે તેમને બધું જણાવી દીધું. ૩૪ તેમણે તેને કહ્યું: “દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. શાંતિથી જા+ અને આ મોટી બીમારીમાંથી સાજી થા.”+

  • માર્ક ૬:૫૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૬ ઈસુ જે ગામો, શહેરો કે સીમોમાં જતા, ત્યાં તેઓ બીમાર લોકોને બજારમાં લાવતા. તેઓ ઈસુને વિનંતી કરતા કે ફક્ત તેમના ઝભ્ભાની કોરને અડકવા દે.+ જેઓ એને અડકતા, તેઓ બધા સાજા થઈ જતા.

  • લૂક ૮:૪૩-૪૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૩ ત્યાં એક સ્ત્રી હતી, જે ૧૨ વર્ષથી લોહીવાથી*+ પીડાતી હતી. કોઈ તેને સાજી કરી શક્યું ન હતું.+ ૪૪ તે પાછળથી આવી અને ઈસુના ઝભ્ભાની કોરને અડકી.+ તરત જ તેનો લોહીવા બંધ થઈ ગયો. ૪૫ ઈસુએ પૂછ્યું: “મને કોણ અડક્યું?” જ્યારે બધાએ ના પાડી ત્યારે પિતરે કહ્યું: “ગુરુજી, લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારી નજીક આવવા પડાપડી કરે છે.”+ ૪૬ ઈસુએ કહ્યું: “કોઈક મને અડક્યું, કેમ કે મને ખબર છે કે મારામાંથી શક્તિ+ નીકળી છે.” ૪૭ એ સ્ત્રીને ખબર પડી કે પોતાને જે થયું છે એ ઈસુ જાણી ગયા છે. તે ગભરાતી ગભરાતી આવી અને ઈસુ આગળ ઘૂંટણિયે પડી. તેણે બધા લોકોની સામે જણાવ્યું કે તે શા માટે તેમને અડકી અને કઈ રીતે તરત સાજી થઈ. ૪૮ ઈસુએ તેને કહ્યું: “દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે, શાંતિથી જા.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો