૨૩ “જો કોઈ તમને કહે કે ‘જુઓ! ખ્રિસ્ત અહીં છે’+ અથવા ‘ત્યાં છે,’ તો એ માનતા નહિ.+૨૪ જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો+ ઊભા થશે. તેઓ મોટાં મોટાં ચમત્કારો અને કરામતો દેખાડશે. અરે, શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાઓને પણ તેઓ ભમાવવાની કોશિશ કરશે!+
૮ તેમણે કહ્યું: “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું તે છું.’ તેઓ એમ પણ કહેશે, ‘નક્કી કરેલો સમય પાસે આવ્યો છે.’ તમે તેઓ પાછળ જતા નહિ.+
૪વહાલા ભાઈઓ, એવી વ્યક્તિ પર ભરોસો ન કરશો, જે દાવો કરતી હોય કે તેનો સંદેશો ઈશ્વર પાસેથી છે.+ પણ એ સંદેશો ઈશ્વર પાસેથી છે કે નહિ+ એની તપાસ કરો, કેમ કે દુનિયામાં ઘણા જૂઠા પ્રબોધકો ઊભા થયા છે.+