૫૨ મુખ્ય યાજકો, મંદિરના રક્ષકોના અધિકારીઓ અને વડીલો તેમને પકડવા આવ્યા હતા. ઈસુએ તેઓને કહ્યું: “લુટારા સામે આવતા હો એમ તલવારો અને લાઠીઓ લઈને કેમ આવ્યા છો?+ ૫૩ રોજ હું મંદિરમાં તમારી સાથે હતો ત્યારે+ તમે મને પકડ્યો નહિ.+ પણ આ તમારો સમય છે અને હમણાં અંધકારની સત્તા છે.”+