૫૫ પછી ઈસુએ ટોળાના લોકોને કહ્યું: “લુટારા સામે આવતા હો એમ તલવારો અને લાઠીઓ લઈને કેમ મને પકડવા આવ્યા છો? રોજ હું મંદિરમાં બેસીને શીખવતો હતો,+ તોપણ તમે મને પકડ્યો નહિ.+ ૫૬ પણ પ્રબોધકોએ લખેલું પૂરું થાય એ માટે આ બધું બન્યું છે.”+ પછી બધા શિષ્યો તેમને છોડીને નાસી ગયા.+