વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૨:૧-૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ એ સમયે ઈસુ સાબ્બાથના* દિવસે અનાજનાં ખેતરોમાં થઈને પસાર થતા હતા. તેમના શિષ્યો ભૂખ્યા થયા. તેઓ અનાજનાં કણસલાં તોડીને ખાવા લાગ્યા.+ ૨ એ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું: “જુઓ! તમારા શિષ્યો સાબ્બાથના દિવસે એવું કામ કરે છે, જે નિયમની વિરુદ્ધ છે.”+ ૩ તેમણે કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે દાઉદ અને તેમના માણસો ભૂખ્યા હતા ત્યારે દાઉદે શું કર્યું હતું?+ ૪ દાઉદ ઈશ્વરના ઘરમાં ગયા અને તેઓએ અર્પણની રોટલી*+ ખાધી. નિયમ પ્રમાણે એ રોટલી બીજું કોઈ નહિ, ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.+ ૫ અથવા શું તમે નિયમશાસ્ત્રમાં નથી વાંચ્યું કે સાબ્બાથના દિવસે યાજકો મંદિરમાં કામ કરે છે, તોપણ તેઓ નિર્દોષ રહે છે?+ ૬ પણ હું તમને કહું છું કે અહીં મંદિર કરતાં કોઈક મહાન છે.+ ૭ ‘હું દયા ઇચ્છું છું,+ બલિદાન નહિ.’+ એનો અર્થ તમે સમજ્યા હોત તો નિર્દોષ લોકોને દોષિત ઠરાવ્યા ન હોત. ૮ માણસનો દીકરો સાબ્બાથના દિવસનો માલિક છે.”+

  • માર્ક ૨:૨૩-૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ હવે ઈસુ સાબ્બાથના દિવસે અનાજનાં ખેતરોમાં થઈને પસાર થતા હતા. તેમના શિષ્યો ચાલતાં ચાલતાં અનાજનાં કણસલાં તોડવા લાગ્યા.+ ૨૪ ફરોશીઓએ ઈસુને કહ્યું: “જુઓ! તેઓ સાબ્બાથના દિવસે કેમ એવું કામ કરે છે, જે નિયમની વિરુદ્ધ છે?” ૨૫ તેમણે કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે જ્યારે દાઉદ અને તેમના માણસો ભૂખ્યા હતા અને તેઓ પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે દાઉદે શું કર્યું હતું?+ ૨૬ શું તમે મુખ્ય યાજક* અબ્યાથાર+ વિશેના અહેવાલમાં નથી વાંચ્યું? દાઉદ ઈશ્વરના ઘરમાં ગયા અને અર્પણની રોટલી* ખાધી. તેમણે પોતાના સાથીઓને પણ એ આપી. નિયમ પ્રમાણે એ રોટલી બીજું કોઈ નહિ, ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.”+ ૨૭ પછી ઈસુએ કહ્યું: “સાબ્બાથ લોકો માટે છે,+ લોકો સાબ્બાથ માટે નથી. ૨૮ માણસનો દીકરો સાબ્બાથના દિવસનો પણ માલિક છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો