-
માથ્થી ૧૩:૩-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ તેમણે તેઓને ઉદાહરણોથી ઘણી વાતો જણાવી.+ તેમણે કહ્યું: “જુઓ! એક વાવનાર બી વાવવા માટે ગયો.+ ૪ તે વાવતો હતો ત્યારે, કેટલાંક બી રસ્તાને કિનારે પડ્યાં અને પક્ષીઓ આવીને એને ખાઈ ગયાં.+ ૫ અમુક બી ખડકાળ જમીન પર પડ્યાં, જ્યાં બહુ માટી ન હતી. માટી ઊંડી ન હોવાથી એ બી તરત જ ઊગી નીકળ્યાં.+ ૬ પણ સૂર્યના તાપથી કુમળા છોડ કરમાઈ ગયા અને એના મૂળ ઊંડાં ન હોવાથી સુકાઈ ગયા. ૭ બીજાં બી કાંટાની વચ્ચે પડ્યાં અને કાંટાળી ઝાડીએ વધીને એને દાબી દીધાં.+ ૮ બીજાં બી સારી જમીન પર પડ્યાં અને એ ફળ આપવાં લાગ્યાં. કોઈએ ૧૦૦ ગણાં, કોઈએ ૬૦ ગણાં, તો કોઈએ ૩૦ ગણાં ફળ આપ્યાં.+ ૯ જેને કાન છે, તે ધ્યાનથી સાંભળે.”+
-
-
માર્ક ૪:૩-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ “સાંભળો! એક વાવનાર બી વાવવા માટે ગયો.+ ૪ તે વાવતો હતો ત્યારે, કેટલાંક બી રસ્તાને કિનારે પડ્યાં અને પક્ષીઓ આવીને એને ખાઈ ગયાં. ૫ અમુક બી ખડકાળ જમીન પર પડ્યાં, જ્યાં બહુ માટી ન હતી. માટી ઊંડી ન હોવાથી એ બી તરત જ ઊગી નીકળ્યાં.+ ૬ પણ સૂર્યના તાપથી કુમળા છોડ કરમાઈ ગયા અને એના મૂળ ઊંડાં ન હોવાથી સુકાઈ ગયા. ૭ બીજાં બી કાંટાની વચ્ચે પડ્યાં અને કાંટાળી ઝાડીએ વધીને એને દાબી દીધાં. એણે કોઈ ફળ આપ્યું નહિ.+ ૮ પણ બીજાં બી સારી જમીન પર પડ્યાં. એ ઊગ્યાં અને વધીને ફળ આપવાં લાગ્યાં. કોઈએ ૩૦ ગણાં, કોઈએ ૬૦ ગણાં, તો કોઈએ ૧૦૦ ગણાં ફળ આપ્યાં.”+ ૯ પછી તેમણે કહ્યું: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો.”+
-