-
માર્ક ૪:૩-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ “સાંભળો! એક વાવનાર બી વાવવા માટે ગયો.+ ૪ તે વાવતો હતો ત્યારે, કેટલાંક બી રસ્તાને કિનારે પડ્યાં અને પક્ષીઓ આવીને એને ખાઈ ગયાં. ૫ અમુક બી ખડકાળ જમીન પર પડ્યાં, જ્યાં બહુ માટી ન હતી. માટી ઊંડી ન હોવાથી એ બી તરત જ ઊગી નીકળ્યાં.+ ૬ પણ સૂર્યના તાપથી કુમળા છોડ કરમાઈ ગયા અને એના મૂળ ઊંડાં ન હોવાથી સુકાઈ ગયા. ૭ બીજાં બી કાંટાની વચ્ચે પડ્યાં અને કાંટાળી ઝાડીએ વધીને એને દાબી દીધાં. એણે કોઈ ફળ આપ્યું નહિ.+ ૮ પણ બીજાં બી સારી જમીન પર પડ્યાં. એ ઊગ્યાં અને વધીને ફળ આપવાં લાગ્યાં. કોઈએ ૩૦ ગણાં, કોઈએ ૬૦ ગણાં, તો કોઈએ ૧૦૦ ગણાં ફળ આપ્યાં.”+ ૯ પછી તેમણે કહ્યું: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો.”+
-
-
લૂક ૮:૪-૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ તેમની પાસે અલગ અલગ શહેરથી લોકો આવ્યા અને મોટું ટોળું ભેગું થયું. તેમણે એક ઉદાહરણ આપ્યું:+ ૫ “એક વાવનાર બી વાવવા માટે ગયો. તે વાવતો હતો ત્યારે, એમાંનાં અમુક બી રસ્તાને કિનારે પડ્યાં. એ પગ નીચે કચડાઈ ગયાં અને આકાશનાં પક્ષીઓ એ ખાઈ ગયાં.+ ૬ અમુક બી ખડક પર પડ્યાં. એ ઊગ્યાં પછી સુકાઈ ગયાં, કારણ કે બીને પાણી મળ્યું નહિ.+ ૭ બીજાં બી કાંટાની વચ્ચે પડ્યાં અને એની સાથે ઊગી નીકળેલી કાંટાળી ઝાડીએ એને દાબી દીધાં.+ ૮ પણ બીજાં બી સારી જમીન પર પડ્યાં અને ઊગ્યાં પછી એને ૧૦૦ ગણાં ફળ આવ્યાં.”+ આ વાતો કહી રહ્યા પછી તેમણે મોટેથી કહ્યું: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો.”+
-