-
નિર્ગમન ૧૨:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ “‘એ દિવસ તમારા માટે યાદગાર બનશે. પેઢી દર પેઢી તમારે એ દિવસે યહોવા માટે તહેવાર ઊજવવો. એ નિયમ હંમેશ માટે છે.
-
-
નિર્ગમન ૧૨:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પહેલા મહિનાના ૧૪મા દિવસની સાંજથી લઈને ૨૧મા દિવસની સાંજ સુધી તમારે બેખમીર રોટલી જ ખાવી.+
-
-
પુનર્નિયમ ૧૬:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ “તમે આબીબ* મહિનો યાદ રાખો અને એ મહિને યહોવા તમારા ઈશ્વર માટે પાસ્ખા* ઊજવો.+ કેમ કે તમારા ઈશ્વર યહોવા આબીબ મહિનામાં તમને ઇજિપ્તમાંથી રાતે બહાર કાઢી લાવ્યા હતા.+ ૨ યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ ત્યાં તમે તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંમાંથી+ તમારા ઈશ્વર યહોવાને પાસ્ખાનું બલિદાન ચઢાવો.+
-