૨૮ એ સાંભળીને નવાઈ ન પામો, કેમ કે એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં છે તેઓ બધા તેનો અવાજ સાંભળશે+ ૨૯ અને બહાર નીકળી આવશે. જેઓએ સારાં કામો કર્યાં હતાં, તેઓને જીવતા કરવામાં આવશે, જેથી તેઓ જીવન મેળવે. જેઓએ દુષ્ટ કામો કર્યાં હતાં, તેઓને જીવતા કરવામાં આવશે, જેથી તેઓનો ન્યાય કરવામાં આવે.+